SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પરાધીન છે, ગુલામી દશા ભેગવે છેદેશની ગુલામીનાં અન્યને તેડવા માટે વિવેકબુદ્ધિને પ્રયોગ કરવામાં લાગી જવું એ આજની મહાન વિદ્યા છે. આધુનિક રાષ્ટ્રીય પરિસ્થિતિની નજર વિચારતાં સમજી શકાય છે કે, ખરી પ્રજાકીય કેળવણી કેવળ અક્ષરજ્ઞાનમાં નથી, પણ ચારિત્રમાં અને હાથપગના ઉદ્યોગમાં છે—જાતમહેનતમાં છે. એ સી ટકાથી વધારે ખેડુતે અને દશ ટકા ઉધોગ કરનારાઓની વસ્તીવાળા દેશમાં ફક્ત અક્ષરવિષયક કેળવણી આપવી અને બાળક-બાળકાઓને તેમના ભાવી જીવનમાં હાથ-મહેનતના કામ માટે નાવાચક બનાવી મૂકવા એ એક ગુન્હો છે. વિદ્યા સાથે વ્યાયામ-શિક્ષણની પણ અગત્ય છે. વ્યાયામદ્વારા શારીરિક અને માનસિક બેઉ બળ મેળવાય છે. વ્યાયામ અને બલ-પ્રયોગથી માશુસ પિતાની શક્તિને ખિલવી શકે છે. બળ અને તન્દુરસ્તી જીવનવિકાસના માર્ગમાં મહત્વભર્યો ભાગ ભજવે છે. મુડદાલ શરીરમાં રહેલું મન પણ મુડદાલ હેય છે. સંસારને નિયમ છે કે બલવાનું જાતિજ વિશ્વના સમૃદ્ધ મંડપમાં ટકી શકે છે. માયકાંગલાઓ માટે ગુલામીજ સરજાયેલી હોય છે. આજે કેવી સ્થિતિ છે? તમારાં દેવળો પર તેફાની ગુંડાએ ચઢી આવે તે તમે મુઠ્ઠીઓ વાળી ભાગી જવાના ! પછી છે તમારી ભગવાનની મૂત્તિઓના કકડા થાય! આ તમારી મૂર્તિપૂજા ને ! મૂર્તિપૂજા શા સારૂ કરે છે? ખબર છે? જેની મૂત્તિ પૂજવામાં આવે છે તે મહાન આત્મા મેળવવા માટે મૂર્તિ-પૂજન છે. એ આત્મા બળ વગર મેળવાશે વારૂ? ઉપનિષદ શું કહે છે? જાણે છે? ઉપનિષદ્ ચોખું કહે છે કે, “ નાયમાત્મા બલિહીને લભ્ય .” અર્થાત નબળા આત્માને પામી શક્તા નથી. “બલમૂલ હિ છતિમ ” એ અનુભવીનું જીવન-સૂત્ર છે અને તે બળને કેવતને જીવનના મૂલાધાર તરીકે ઠરાવે છે. જમાને નથી જોતા? વાતાવરણ કેવું છે? તમારે જીવું હેય, કીડાની જેમ નહિ, પણ મરદની જેમ, તે તમારા સન્તાનને બળવાનું અને બહાર બનાવવા પ્રયત્ન કરે ! તમારી એકાદને “ ત્રિયાઃ શસ્ત્ર પાણયઃ” ના વીરપાઠ ભણુ ! સમજી જાઓ કે વિદ્યા અને વીરતા ખિલવ્યા વગર હરગિઝ ઉન્નતિ નથી. જે સમાજમાં સમયજ્ઞાન, કન્તવ્યશિક્ષા અને શૌર્યની તાલીમ નહિ આપવામાં આવે તે સમાજને સહુથી નીચે તળીયે બેસવાનો વખત આવશે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy