SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International કર ભાવનાઓ પુરી આવે છે, અને આપણા અધઃપતિત જીવન માટે આપણા હૃદયમાં ખેદ ઉત્પન્ન થાય છે. આપશે દર્શન કરવા જઇએ છીએ ધ્યાનસ્થ વીતરાગની શાન્ત આકૃતિનાં; આપણે સ્મરણુ કરવા જઈએ છીએ તે પ્રભુના ઉચ્ચ ગુણાનાં; આપણે લેવા જઈએ છીએ તે પ્રભુના ચરણે તેમની ગુણ-વિભૂતિના થોડા--ઘણા અંશે. આ તેમની દશન-વિધેિ છે. આ વિધિમાં તેમનાં પ્રશમાદિ, ક્ષમાદિ, વૈરાગ્યાદિ, ધૈર્યાદિ અને જ્ઞાનાદિ ગુણ્ણાનાં ચિન્તન-સ્મરણ-સ્તવન સમાચાં છે. તેમના આ ગુણાનાં ગાન–તાન અને ભજનાના નાદ અન્તર્નાદ પ્રગટાવી મને મળને ક્ષીણુ કરે છે. પ્રભુની આ ઉપાસના આત્મ--પ્રસાદરૂપ પ્રસાદી મેળવવાને ધેરી માગ છે. સાચેજ આપણે ભગવાનના માથાના મુગટ જેવા નથી જતા; આપણે તેમની લાખેણી ” આંગીનાં દશ ́ન કરવા નથી જતા; આપણે તેમનાં ઘરેણાં કે દાગીના નિહુાળવા નથી જતા. નિ:સન્દેહ, એ આપણા દનના વિષય છે જ નહિ. ભગવાનને માથે મુગટ હોય કે ન હોય, આંગી કે અલ કારેની સજાવટ હોય કે ન હેાય, એની સાથે ઉપાસનાને કઇએ. મતલબ નથી. એ ઉપાસનાના વિષયજ નથી. ઉપાસનાનું સ્થાન એક માત્ર પરમધ્યાનસ્થ ગુણતરગિત શાન્ત આકૃતિ છે. એજ માત્ર આપણી ચિન્તાના વિષય છે, એજ માત્ર આપણું સ્મરણીય તત્ત્વ છે, એજ માત્ર આપણું ધ્યેય-આલમ્બન છે. 46 આ વસ્તુ સમજી જઈએ તે સાચા ભક્તિલાભ સંધાય અને દેરાસરનાં સ્થાન જે અભયના પાઠ ભણાવવા યેાાયલાં છતાં આજે એક પ્રકારે સભય અની ગયાં છે તેની પણુ દશા સુધરે અને દેરાસરોની ધનરાશિ, જે વ્યવસ્થિત સદુપયોગ ન થવાના પરિણામે વેડફાય છે અને જેના ચગ્ય લાભ સમાજ કે શાસનને પહેાંચતા નથી, તેની દશા પણ સુધરી જાય. નાાં ભરી રાખવા કરતાં અને લેન વગેરેના માગે. “લાખના ખાર હજાર ” કરવા કરતાં તથા સરકાર જેવાના હાથે માઢુંસામય પાપનાં કામેામાં પૈસા પડવા કરતાં સમાજ અને શાસનનું ર્હુિત થાય તેવા ચેાગ્ય રસ્તે તે ( ચૈત્ય-) ધનના ઉપયોગ કરાય તે કેવુ સારૂં ! “ સાંજવત માન ' તા. ૨૨-૮-૩૧. []<& For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy