SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ - રાગ-દ્વેષને હણી નાખવા પાછળ એ વીરે ખાવું મૂકી દીધું, પીવું મૂકી દીધું અને ઉંઘવું પણ તદ્દન છેડી દીધું. એમના સમયના બીજા તપસ્વીએ તે ત૫:પ્રવાસમાં થાકી ગયા, પણ આ વીરની તે ધીરજ જરાય ન ખુટી. બાર બાર વર્ષ આમ વીતી જતાં ત્યારે એ મહાત્માનું ધાર્યું પાર પડયું, ત્યારે તેમને નિરાંત વળી. રાગ-દ્વેષ વિપરાતાં આખું મહનીય, અને સાથે જ તમામ આવરણે તથા અન્તરાયે તત્કાળ સુકાઈ જઈ વિખરાઈ જાય છે. આમ વીતરાગ દશાએ પહોંચી મહાવીર પ્રભુ' બને છે. આ પ્રભુતા પૂર્ણ બ્રહ્મસ્વરૂપિણી છે, અનન્તમયી છે અને અખંડ સચ્ચિદાનન્દરૂપ છે. આ બધી જાજવલ્યમાન વિભૂતિઓ એ વીતરાગદશાની વિભૂતિઓ છે, આ સર્વ દેદીપ્યમાન ચૈતન્ય પ્રકાશ એ વીતરાગ દશાને પ્રકાશ છે. આ ઉપરથી તમે સમજી ગયા હશે કે મહાવીર આપણા શા કારણે પ્રભુ” છે. લોકોત્તર ચમત્કારકારી કાર્ય એક માત્ર રાગ-દ્વેષને પરાજય કરે એ છે. રાગ-દ્વેષના મહાસાગરને ઓળગી ગયેલે, સંસારમાં સહુથી મોટો વીર છે. એ વીરની આગળ દુનિયાના મોટામાં મોટા વીરે પણ પાણી ભરે છે. એ વીરનાં ચરણેની રજ માનવ-લોકના ચક્રવત્તીઓ, સ્વર્ગના સમ્રાટ અને પાતાલવાસી સરદારે, આખા સંસારના લીડરે અને સમગ્ર બ્રહ્માંડના નાયકે પિતાને માથે ચઢાવે છે. આ એ “વીર ' ની વીતરાગ દશાની પૂજા છે. આપણે પણ એ પ્રભુને વીતરાગ દશા મેળવવા માટે જ પૂજીએ છીએ. એ પ્રભુને આપણું નમન-વન્દન-પૂજન જે ઐલેકિક ફળ માટે હેય, સાંસારિક લાભ માટે હોય. તેય ભક્તિને પ્રભાવ એ છે કે અન્તરાના પડદા ચિરાઈ જતાં અભીષ્ટ ફળ સાંપડે. કિન્તુ આવી મને વૃત્તિ કનિષ્ઠ ગણાય. આપણે પ્રભુને વન્દન કરવા જઈએ છીએ એને ખરે હેતુ આપણા દેનું પ્રક્ષાલન કરવાનું છે અને પ્રભુની ગુણરાશિનું ચિન્તન કરી તેમાંથી યથાશક્તિ ગુણ ગ્રહણ કરવા પ્રયાસ કરવાનું છે. પ્રભુદર્શનને ઉદ્દેશ છવન-- શદ્ધિ કરવી ય આત્મશક્તિ મેળવવી એ છે. રાગ-દ્વેષના ભયંકર ભડકાઓથી બન્યા-અળ્યા આત્માઓને આત્મશક્તિ મેળવવાનું સાધન વીતરાગ-શરણ સિવાય બીજી એકે નથી. વીતરાગ પ્રભુની શાન્ત મુદ્રાનું દશન તેના અનેક ગુણનું આપણને કમરણ કરાવે છે, તેના પ્રત્યે ભક્તિ જગાડે છે, તેના મહાન્ આદર્શ પ્રત્યે શ્રદ્ધા ઉપજાવે છે, તેના શાસન-પંથે ચાલવા ઉત્સાહ પ્રગટાવે છે અને અન્તઃકરણમાં એક સુન્દર આનન્દ રેડે છે. પ્રભુની શાન્ત મુદ્રા નિહાળતાં આપણને અનેકાનેક ઉચ્ચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy