SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ દુખી કરાય, સત્તાપમાં નખાય તે તે મૂળમાંજ અકુશળ, અમંગળ અને વિદભૂત આરંભ થાય છે એમ સૂત્રકાર ત્યાં ભાર દઈ જણાવે છે. ત્યાં માતાપિતાને ઉપકાર દુષ્પતીકાર બતાવી ભગવાન મહાવીરના દીક્ષાભિગ્રહને દાખલે રજુ કરે છે, અને વડીલોને સન્તાપ ન થાય તે રીતે જ દીક્ષાગ્રહણ કરવાનું પ્રબંધે છે. (જુઓ ત્રીજું સૂત્ર) બાલદીક્ષા માટે આઠ વર્ષના “ઉલ્લેખો' ખૂબ ધરવામાં આવે છે. પણ એ ઉલ્લેખની પાછળ રહસ્ય શું છે તે સમજવું જોઈએ. “આર્યા શયમ્ભવસૂરિ' પિતાના પુત્ર બાળક “મનક' ને દીક્ષા આપે છે. પણું એ દીક્ષા આપનાર “ચૌદપૂર્વધારી શ્રત-કેવલી છે. અને તે બાળક પણ વયથી બાળ છે કિન્તુ બુદ્ધિથી, સમજણથી, ડહાપણથી અબળ છે, એમ હેમચન્દ્ર [ પરિશિષ્ટપર્વમાં પાંચમા સગના ૮૦ મા લેકમાં] જણાવે છે. ધ્યાનમાં રહે કે વયથી બાળક કેકજ એ નિકળે કે જે બુદ્ધિથી બાળક ન હોય. ત્યારે શાસ્ત્રકાર ઉલિખિત બાલવયના કેવા બાળકને દીક્ષા અધિકાર બતાવે છે? એવાને કે જે બુદ્ધિથી બાળક ન હોય, જે ઉપર જણાવેલ મુજબ હરિભદ્રવર્ણિત ગ્યતાવાળે હોય. પણ એ બાળક કોકજ નિકળે. સાધારણતઃ બાલજીવનમાં વયસ્વભાવસુલભ અને વય સ્થિતિસંગત મુગ્ધ તથા અબોધ સ્થિતિ જ હોય. એટલાજ માટે બાલ-દીક્ષાની ત્રણે કાળમાં વિરલતા છે. વિશિષ્ટજ્ઞાનધારીજ, બાળકની વિશિષ્ટ કટીનું પરિજ્ઞાન કરી શકે. એ જ કારણ છે કે, કદાચિક બનવદીક્ષાનું કાર્ય કે સમયમાં વિશિષ્ટજ્ઞાનધારીથીજ બને. દીક્ષા માટે ઓછામાં ઓછી વયનું પ્રમાણ ઉલ્લેખવું હોય તે દીક્ષાના આપવાદિક કે કદાચિક દાખલાઓ ઉપર પણ નજર નાંખવી જ ઘટે. અને એવા અપવાદભૂત કાદચિક બાલદીક્ષાના દાખલાઓમાં જે ઓછીમાં ઓછી વય હોય તે દીક્ષા-વયના જઘન્યપદે સેંધાઈ જાય. આ વસ્તુસ્થિતિ છે. એટલે એ સમજી શકાય તેમ છે કે, બાલદીક્ષાની વય જે ઓછામાં ઓછી નેંધાયેલી છે તે આત્મગિક કે સાધારણ દીક્ષાપદને અંગે નથી, પણ તે આપવાદિક, કાદાચિક બાલદીક્ષાના દાખલાઓમાં જે ઓછીમાં ઓછી વય જણાઈ છે તે નોંધાયેલી છે. માટે શાની એ સેંધને લાભ લઈ કાચી ઉમરના બાળકોને દીક્ષા આપવાને સાધારણ ધધ કરી મૂકવે એ બહુ છેટું છે. તેમ કરવામાં એ નેંધને દુરુપયોગ છે, એમાં શાસનની અપભ્રાજના છે, શાસ્ત્રનું અપમાન છે. એ નેંધ કોઈ કાળે બનનાર એ વિરલ વસ્તુની છેલા દરજજાની છેલ્લી નેધ છે. આ કાળમાં એવી દિક્ષાને વિચ્છેદ તે કોણ કહે ? પણ એ કાર્ય જ્યારે દરેક કાળમાં, “ચોથા આરા જેવા કાળમાં પણ બહુ વિરલજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy