SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ચેલા-ચાંપટ વધારવાની ધૂનમાં જે દીક્ષાની ધમાલ મચાવવામાં આવે છે અને એથી જે દીક્ષાની નિન્દા અને શાસનની અપભ્રાજના પ્રસરી રહ્યાં છે એ શાસનમાલિન્ય કેટલું ઉગ્ર પથરાતું હશે ! જે શ્રમણ આત્મચારિત્રનું સાધન કરવામાં નિમગ્ન હેય, તે મહાનુભાવ, અનગર, ભાવિતાત્મા મુનિ-મહાશયને બીજાને દીક્ષા આપવાની “હાય ય હેય ખરી? પિતાનું આત્મકાય સાધવાનું કેટલું પડયું છે એ જ સમજાય તે પારકી ખટપટમાં ન પડાય. સાચે શ્રમણ આખે સમય શુભ જ્ઞાન-ક્રિયામાં છે અને ઉપદેશ આપે તટસ્થ. અને તેના પરિણામે કઈ મુમુક્ષુ દીક્ષા લેવા તૈયાર થાય અને દીક્ષાની પ્રાર્થના કરે ત્યારે તે તેનામાં ગ્યતાની તપાસ કરે અને ગ્ય જણાતાં શાતિપૂર્વક તેને દીક્ષા આપે. મતલબ કે, આગન્તુકને સ્વીકાર તેનું કલ્યાણ કરવાની બુદ્ધિએ કરવાનું છે, નહિ કે એલાચાપટ વધારવા માટે. દીક્ષાના ઉમેદવારને તેને માબાપ, વડીલ કે વાલી રજા ન આપે તે તેમને પ્રતિબંધ પમાડવા તે પ્રયાસ કરે. એમ કરતાંય ન માને તે સાચે સત્યાગ્રડ માંડે. સત્યાગ્રડનું પવિત્ર અને શુદ્ધ સાધન અમેઘશક્તિશાલી છે. તે ખાલી જાય જ નહિ. “શિવકુમાર’ જેવો કોક જ દાખ લાખમાં કદાચ નિકળે. પણ એ પણ દાખલે ખાલી ગયે કેમ કહેવાય? બરાબર તેણે નિરાબાધ પણે સર્વસાવધનિયમ કરીને ભાવ ચારિત્ર પાળ્યું છે. અને એ ચારિત્રને જ પ્રતાપ છે કે વૈમાનિક ગતિનું ઈન્દ્રસામાનિક સ્થાન તેણે મેળવ્યું. એટલે સત્યાગ્રહ રામબાણુશસ્ત્ર છે. એના બળથી દીક્ષાને સાચો ઉમેદવાર પિતાના વડીલોનાં હદય પીગળાવી શકે છે અને તેમની સમતિ લઈ સજધજની સાથે છડેચોક દીક્ષા લઈ શકે છે અને શાસનને દીપાવી શકે છે. ચિરની જેમ સંતાઈ “કપડાં પહેરી લેવાં એ તે બાયલાવેડા ગણાય. એટલે ચેરી-છુપીથી કે ધાંધલ મચાવી દીક્ષા લેવા-દેવાનું કામ જૈન શાસ્ત્રથી એકદમ ખિલાફ છે અને શાસનમાલિન્યકારક છે એ વાત હવે ખૂબ સ્પષ્ટ થઈ જાય છે. માટે દીક્ષાની એવી અધમી રીતિ સમાજમાંથી સદન્તર નિકળી જવી જોઈએ. પચસૂત્રમાં ધર્મસાધનને જે કમવિકાસ બતાવ્યું છે તે જેટલો મહત્વપૂર્ણ છે એટલે જ વ્યવહારૂ છે. ત્યાં બીજા સૂત્રમાં, ઉતાવળ ન કરતાં શક્તિ-અનુરૂપ પ્રથમતઃ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે ગૃહસ્થજનેચિત ધમમાગને અભ્યાસ કરવાનું ફરમાવે છે. અને એ રીતે અભ્યાસ કરતાં મહાન ગુણને કેળવીને વાસ્તવિક ગ્યતા પ્રાપ્ત થાય ત્યારે જ સાધુધર્મ અંગીકાર કરવાનું જણાવે છે. સાધુધર્મ અંગીકાર કરતાં પણ માતાપિતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy