SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ જુદા સાધન દ્વારા નથી પ્રાપ્ત થઈ શકતું કે? કિયા તે એક બાદા અંગ છે. તેમાં એકરૂપતા કદી હોઈ શકે જ નહિ. જરા ઉંડા ઉતરી વિચાર કરતાં સ્પષ્ટ માલુમ પડશે કે, ક્રિયામાર્ગ હંમેશાં વિવિધતાવાળો જ હોય છે. અને એ દરેક માગે મુમુક્ષુ જો પિતાના આન્તર જીવનને કેળવી જાણે તે આત્મકલ્યાણના શિખર પર પહોંચી શકે છે. કેઈ ગયા છે એ ભાંજગડમાં ઉતરવું ન જોઈએ કે કયે કિયામાગ શ્રેષ્ઠ છે અને કયે નિકૃષ્ટ છે. ક્રિયાઓ તે બધીય સારી છે, જે એમાં પિતાને આત્મા પાસે હોય . અન્યથા શુષ્ક ક્રિયાથી તે કેઇનું પણ કલ્યાણ થયું નથી. મોક્ષને ઇજારો અમુક ગચ્છ કે ફિરકાને જ મળે છે એ માન્યતા ભૂલભરેલી છે. કિયા જેવી બાબત માટે ઝઘડા કરવા એ તે મને બહુજ મૂર્ખાઇભરેલું લાગે છે. ક્રિયાભિન્નતાએ ભિન્નતા ગણાવી જ ન જોઈએ. ફિયા-ભિન્નતાથી ભિન્નતા આવવી જ ન જોઈએ. એક ઘરની અન્દરના માણસે ખાવાની ચીજો ભિન્ન ભિન્ન ગ્રહણ કરવા છતાં તે બધામાં એકીભાવ બન્યો રહે છે, તેમ ક્રિયાની ભિન્નભિન્ન રીતે ગ્રહણ કરવા છતાં બધા વર્ગોમાં એકીભાવ અને રહેવું જોઈએ. તમે જુઓ કે, કઈ ધાતુના વાસણમાં ખાય છે તે કઈ માટીના ભાજનમાં, કઈ કાચની કેબીમાં ખાય છે તે કોઈ પત્રાવળીમાં, કઈ કાષ્ઠના પાત્રમાં ખાય છે તે કઈ તુંબડામાં, અને કોઈ તે વળી એ બધામાંના કેઈને ઉપગ ન કરતાં પોતાના હાથ પર જ લઈને ખાય છે. આમ જુદા જુદા ઉપકરણથી અને જુદુ જુદુ ખાણું લેવામાં કોઈ તકરાર લેતું નથી અને એ રીતે એ દરેકનું ક્ષુધાશાન્તિનું કામ સધાય છે, તેમ ક્રિયાભેદને અગે કે તત્સમ્બન્ધી ઉપકરણભેદને અંગે તકરાર કરવાની ન હેય. જુદી જુદી ક્રિયાથી કે જુદા જુદા ઉપકરણથી પણ અન્તરાત્મા જે સાવધ હેય તે આત્મભાવની પુષ્ટિનું કામ સધાય. અને જે અન્તઃકરણ સુષુપ્ત હોય તે કઈ પણ ક્રિયા કે ઉપકરણ વ્યર્થ જાય. જુદા જુદા વર્ગોની જે જે જુદી જુદી ક્રિયા-પદ્ધતિઓ છે તે પૈકી એક પણ “ક્રિયા ” વગર જ્યારે અનેક મોક્ષને પામ્યા છે તે પછી તેને માટે આટલે આગ્રહ કેમ? કિયા કરતાં સમતા મોટી છે. કિયારહિત પણ સમતા કલ્યાણકારક થાય, પણ સમતાવિહીન યિા તે વિફળ છે. કઈ પણ ક્રિયામાગે જ સમતામાં રમણ હોય તે લાભ છે, અન્યથા સ્વસમ્પ્રદાયની માનેલી ક્રિયાનું સમ્પણ અનુષ્ઠાન પણ કષાયયુક્ત હોય તે વિફળ છે. કિયાને મુદ્દે માત્ર એટલે જ છે કે તેમાં પરમાત્માનું સ્મરણ હોય અને પવિત્ર પ્રાર્થના હોય; આત્મચિન્તન હોય અને પોતાનાં દુષ્કૃત્યની ગહ યા આલેચના હોય; ઉચ્ચ વિચારે હોય અને નિર્મળ આચરણ હોય. આ મુદ્દા બરાબર હોય તે, ગમે તે પ્રકારનીગમે તેવી વિધિવાળી–ગમે તેવી જનાવાળી પણ ક્રિયા શ્રેયસકર છે, એમાં કેઈએ જરા પણ શંકા લાવવા જેવું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy