SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ સમજાય છે? “કલ્પસૂત્ર' અગાઉ એક વખતે ગૃહસ્થ આગળ હેતું વંચાતું. પણ મહાવીર દેવના અવસાન પછી દશમા સૈકામાં ગૃહસ્થ સમક્ષ વંચાવું શરૂ થયું. આ ફેરફાર નહિં? અહીં એ પણ ખુલ્લું થઈ જાય છે કે, ગૃહસ્થ સમક્ષ જ્યારે કપસૂત્ર નહોતું વંચાતું, ત્યારે સ્વપ્નાં ઉતારવાની અને ‘ઘેડિયાપાલણા વગેરેની પ્રથા પણ હતી જ નહિ. એવી એવી પ્રથાઓ અનેક પાછળથી ઘુસી છે. લોકોએ તે તે પ્રકારની પિતાની મનોદશાથી એવી અનેક બાબતે ધાર્મિક પ્રકરણમાં દાખલ કરી દીધી છે. કલ્પસૂત્ર ઉપર ટીકા નહિ બનેલી ત્યાં સુધી ફક્ત મૂળ કલ્પસૂત્ર વંચાતું. આજે પણ સાંવત્સરિક દિવસે મૂળ કસૂત્ર વંચાય જ છે. પણ તેના આગળના દિવસોમાં કલ્પસૂત્ર સાથે ટીકા પણ થાય છે. અને તે કઈ એને નિયમ નથી. જુદે જુદે સ્થળે જુદી જુદી ટીકાઓ વંચાય છે. આ ફેરફાર કેમ? કપસૂત્રને અંગે ઘેડિયાપાલણું અને તેમાં નાળિયેરની પધરામણી, સ્વપ્નાં ઉતારવાં, માળા ચઢાવવી, તે બધાનાં ઘી બોલવા, જન્મ વખતે નાળિયેર વધેરવું વગેરે વગેરે અનેક પ્રથાઓ તે તે ટાઈમે પાછળથી ઉભી કરવામાં આવી છે. ઘેડિયાપાલણામાં નાળિયેર મૂકીને તેને “મહાવીર ભગવાન મનાવવાની મૂખાઇ તે હજુ પણ જૈનેમાં ખુલે આમ દેખાવ દે છે. એ ફારસ જેટલું ઉપહસનીય છે, તેટલું જ શોચનીય છે. વીતરાગ દેવની જન્મકથામાં વ્યાખ્યાતાના મુખથી ભગવાનને જન્મ થયાના શબ્દો નિકળતાં હજારે માણસે ઉપાશ્રયમાં પંચમહાવ્રતધારી મુનિની સમક્ષ ધડાધડ નાળિયેર ફેડે છે. આવી ખાંઈભરેલી રીત પણ જૈનોમાં હોંશે હોંસે પોષાય છે. સ્વપ્નાં ઉતરવાં અને તેની પર અનેકાનેક માળા ચઢાવવાના દેખાવ જે છેડા સમયથી સમાજમાં પેડા છે તેની પાછળ પૈસાની ઉપજ વધારવાની વશ્યવૃત્તિ ચેખી ઉઘાડી પડે છે. છતાં તેને પણ અજ્ઞાન ભેજા શાસ્ત્રીય સમજી રહ્યાં છે. આ રૂઢિપૂજા ! ભગવાનની આરતી–પૂજા વગેરેની બેલીઓ બેલવાની પ્રથા પણ લોકોએજ ઉભી કરેલી છે. પૂજકોમાં કલહ-કંકાસ ન થાય અને સાથેજ સાથે ઉપજ પણ થાય એવા ઈરાદે ઉભા કરાયેલી એવી પ્રથાઓને શાસ્ત્રીય સમજવામાં, અને તેમાં ફેરફારને અવકાશ ન હોવાનું પ્રબોધવામાં, તેને અપરિવત્તનીય મનાવવામાં ચોખ્ખું મતિબંધ ઉઘાડું પડે છે. સમયબળે ઉભી થયેલ નવીન રીતે માં જે અને હિતાવહ હોય તેને અનુસરવામાં કેઇનેજ વધે ન હોય. પણ જે, સમાજ અને ધર્મનું અહિત કરનારી હોય અને જે અજ્ઞાનમૂળ, નિરર્થક તથા હાનિકારક હોય તેને પણ નિભાવી રાખવા માટે પિતાની દરેક શક્તિનો ઉપયોગ કરવા લાગી જવું એ ખરેખર દયામણી સ્થિતિ ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy