SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તે જ રોગને પિષવામાં મહાવીરના શાસનના વિરોધી તે નથી થવાતું? અધમ કે વિધર્મી ઉપર પણ વૈરભાવ ન કરવાનું મહાવીરનું ફરમાન જે જગત્મસિદ્ધ છે, તેથી ઉધું વાતાવરણ ચલાવવામાં જૈનશાસનના વિઘાતક તે નથી બનતા? આ બધું ઠંડે પેટે વિચારવાનું છે. મહાવીરનું શાસન એ વીતરાગ શાસન છે. તેની વિશાળતા એટલી અસાધારણ છે કે તેમાં સમગ્ર વિશ્વને સ્થાન છે. પણ આજે આપણી સંકુચિત વૃત્તિ એટલી પથરાયેલી છે કે તેમાં સગા ભાઈને પણ સમાસ થતું નથી ! મૂળ આદશ પર ઘેર પડદો પડે છે અને ધન, વૈભવ અને અધિકારની જેમ ધર્મ પર પણ મદ વ્યાપી ગયે છે! આ ઘોર દુર્ગતિના પરિણામે પિતાની મનગઢત કપેલી “લાઈનરી ” થી જે બહાર હોય તેને આપણે અધમી કે વિશ્વમાં જાહેર કરીએ છીએ અને એની તરફ વિકરાળ દૃષ્ટિથી જોઈએ છીએ. કેટલે ઉન્માદ ! “આશામ્બર હોય કે તાર હેય, વૈષ્ણવ હોય કે બદ્ધ, હોય, કેઈ સમ્પ્રદાયને હય, પણ સમભાવભાવિત હોય તે નિશ્ચય મેક્ષને પામે” એમ જે દશનને ઉદાર નાદ આખા જગને પિતાની તરફ આહ્વાન કરે છે અને શુદ્ધ આત્મભાવના મહાન વિકાસ પર જેનું આ જન છે તે દર્શન કઈ વાડા માં ભરાઈ રહેલું કેમ માની શકાય? રત્ન પર ગમે તે કપરું કે આવરણ લપેટાયું હોય પણ તે રન જ છે. તેમ બાહ્ય આકારપ્રકાર ભિન્ન છતાં ઉચ્ચ આન્તર જીવન જૈનત્વ જ છે. એથી વિપરીત, જે ‘માટી છે તેના ઉપરનું આવરણ કે ઉપને આકાર દેખાવ ગમે તે સારો હોય પણ તે માટી જ છે. બીજાને માટે બીજાના આન્તરિક જીવન સમ્બન્ધ મત આપવાની કે અભિપ્રાય બાંધવાની પંચાયતમાં પડવું નિરર્થક છે, અસાર છે, એ ઉદ્ધત વર્તન છે. આત્માથી હાય, મહાવીરના શાસનને ઉપાસક હોય તે તેમાં ન પડે. તે તે પિતાના આન્તર જીવનના ગેની ચિકિત્સામાં મંડે રહે, તે તે સમભાવને પિષી જીવનની શુદ્ધિ કરવામાં જ પડેલે હાય. બીજે મિથ્યાત્વી છે કે સમકિની, ધમી છે કે અધમ, આસ્તિક છે કે નાસ્તિક એની ભાંજગડ એને શાની હાય ! અને એવી બાબત, પારખી પણ કેણ શકે? એવી મૂઢ જંજાળમાં પડી માણસ પિતાના આત્મહિતને નાશ કરે છે. “ જાનૈયા જમી ગયા અને વરરાજા રહી ગયા” જેવું થાય છે. એ પ્રમત્ત અને અજ્ઞાન આચરણ છે. મહાવીર ભગવાનની જન્મતિથિએ એ મહાન પ્રભુના સ્મરણત્સવ (Commemoration) ની પવિત્ર આનન્દલહરીમાં એવી પામર અને સંકુચિત વૃત્તિઓ, એવી મલિનતા અને દુર્બળતાની બદીઓ જોઈ નાંખી ભગવદાદિષ્ટ શમભાવ અને સમભાવના મહાન જીવન-સૂત્રને અનુસરવા તૈયારી કરીએ. એજ એ મહાપ્રભુની સાચી જયંતિ છે. (“જૈન” પત્રમાં પ્રકાશિત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy