SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ · આચારાંગ ' આદિ માલિક આગમામાં એ મહાન આત્માની મધુર વાણીનું રસ-પાન આજે પણ મળી શકે છે. મહાવીરના પ્રવચનમાં જેમ તત્ત્વવિચારણાને સ્થાન છે, તેમ ચારિત્રસબન્ધી ઉપદેશને પણ એટલુંજ સ્થાન છે. જૈનદર્શનના મુખ્ય વિષય નવ તત્ત્વો છે: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સવર, અન્ધ, નિજ રા અને મેક્ષ. મુખ્ય તત્ત્વા જીવ, અજીવ એ એમાં બધાં તત્ત્વોનો સમાવેશ થઇ જાય છે. જીવનું મુખ્ય સ્વરૂપ જ્ઞાનશક્તિ છે. જેમાં જ્ઞાનશક્તિ નથી, તે અજીવ, સત્કર્મ તે પુણ્ય. અસત્ય તે પાપ. કમ અધાય. એવાં કામ તે આસ્રવ. કમ અધાતાં અટકે તે સવર. કર્મ ( આત્મા સાથે ) ખધાવાં તે બન્ય. અધાયેલ ક'ને નાશ થવે તે નિર્જરા. તમામ કમ--બન્ધનાથી મુક્તિ તે મેક્ષ આ નવ તત્ત્વોની ટ્રક અને સાદી સમજ. આમાં જીવ, અજીવ દ્વારા ઝૈચ તત્ત્વનું નિરૂપણ છે અને પુણ્ય, પાપ, આસવ આદિથી ચારિત્ર-માગનું, ચારિત્ર એક ગૃહસ્થાશ્રમને અનુકૂલ અને બીન્તુ સન્યાસીને અનુકૂલ એમ બે વિભાગોમાં જૈનદર્શીન બનાવે છે. સન્યાસીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય, અપરિગ્રહ એ મહાવ્રત છે, ગૃહસ્થાશ્રમીને એ અણુવ્રતા છે. જૈનદર્શનમાં જાતિભેદને સ્થાન નથી. આત્મવિકાસમાં ચઢે તે ઉચ્ચ અને પડે તે નીચ. મહાવીરના લક્ષાવિધિ વ્રતધારી ધમી શ્રાવકોની અન્દર ઉત્કૃષ્ટ ગણાતા દૃશ શ્રાવકામાં કાઇ વાણિયા કે બ્રાહ્મણ ન્હોતો, પણ શે કણબીપટેલ-કુભાર જાતના હતા. અત્યંજો અને ચાંડાલે પણ મહાવીરનાં ચરણાનું શરણ લઇને, મહાવીરના ઉપાસક બનીને પેાતાને આત્મા સાધી ગયા છે. સત્યના પથે ચાલનાર ભાંગી ઉંચ છે, અને અસત્યના માર્ગે ચાલનાર બ્રાહ્મણ નીચ છે એમ મહાવીરનું ધર્મશાસ્ત્ર પાકારે છે. જે વાતને चतुर्वेद દુવૃતઃ સ શૂદ્રાતિતિ ” વગેરે મહાભારતાદિ-વચન પુષ્ટિ આપે છે. 46 જાની કથાઓમાં જોઈએ છીએ કે, પૂર્વે અનેકાનેક જૈન રાજાઓ, જૈન મન્ત્રીઓ અને જૈન સરદારોએ પ્રજાની ભલાઈ માટે, દેશના રક્ષણ માટે મ્હોટાં મ્હોટાં યુદ્ધો ખેડયાં છે અને એમ કરી તેઓએ પોતાની જૈન-વીરતાને ઢીપાવવા સાથે માતૃભૂમિનું હિત સાધ્યું છે. આવા અનેક નરપુંગવાનાં ઉજ્જવળ જૈન જીવન ધમ તેમજ દેશનાં ઇતિહાસ-પૃષ્ઠોને શોભાવી રહ્યાં છે. વીરજ વીરના ભક્ત થઈ શકે. જૈન એટલે સાચેા વીર. પરોપકાર અને સેવા એ એના જીવનમન્ત્રો હોય. એની અહિંસા શુરાતનથી ઝગમગે અને હિંસા તથા આતતાયીઓને સીધાદાર કરી મેલે. ભગવાન્ મહાવીરના દાર્શનિક અને ચારિત્રવિષયક સિદ્ધાન્ત જગત માત્રને ઉપયેગી અને હિતાવહ છે. એ સિદ્ધાન્તા પર લખાયેલ ગ્રન્થસાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy