SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તે, શાન્તિનાં ધામ મટી જઈ અશાન્ત વાયુમંડળને વિસ્તારનારાં થઈ પડે છે. દેવનાં ધામ કેવાં હોવાં જોઈએ? વિકારના વાયરાથી વેગળાં, પ્રભન અને મહાકર્ષણથી વિમુક્ત અને શાન્તિમય જીવનનાં પ્રેરક હોવાં જોઈએ. દેવાલયમાં દાખલ થતાં ભક્ત જનનું હદય ઉસિત થાય અને પ્રસન્ન વૃત્તિઓ ઈશ્વર-ભજન સાધી આત્માનન્દની સુન્દર અનુભૂતિ મેળવી શકે, એવું મન્દિરનું સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ હોવું જોઈએ. પણ આજે આપણે શું જોઈએ છીએ? માટે ભાગે દેરાસરમાં એટલે ઘંઘાટ અને ગડબડાટ જોઈએ છીએ કે ત્યાં મુમુક્ષુને આત્મ-ચિન્તન કરવાને માગ મુશ્કેલીભર્યો થઈ જાય છે. દેરાસરની આ સ્થિતિ હોય? એક તરફ કોઇ જુદા રાગડા તાણતા હોય, ત્યારે બીજી તરફ બીજા જુદા બરાડા પાડતા હોય ! દેવદર્શનની આ પદ્ધતિ? બીજાઓનાં પ્રાર્થના-મન્દિરે જુઓ ! ત્યાં હજારે ભેગા થવા છતાં કેટલી બધી શાનિ પથરાયેલી રહે છે. આપણે આ રીતભાત ક્યારે શિખીશું ! ભગવશ્ચિન્તનમાં રસ લેનારાઓને આજનાં દેરાસરના ઘંઘાટ અને કલબલાટ બહ અકારા થઈ પડયા છે. ધમાલ અને ઉપાધિના અતિરેકના કારણે દેરાસરે અનેકને અરચિના વિષય થતા જાય છે અને અનેક દેરાસર આવતા બંધ થઈ ગયા છે. આ ઓછી દિલગીરીની વાત ગણાય? વિવેક અને સભ્યતાની ખામીનું આ પરિણામ છે. વિવેક અને ડહાપણ વગરની ક્રિયા અનિષ્ટ પરિણામ લાવે છે. પ્રભુભક્તિમાં દયાપૂર્વક વર્તનની ખાસ આવશ્યકતા છતાં તે બાબતમાં ગડબડાધ્યાય કેટલે ચાલે છે કે આપણે કયારે તપાસીશું? વિવેક વગેર ફલેના ઢગના ઢગ ચઢાવવામાં આવે અને તે માણો પગે ખુદાય તથા કચરાય અને વળી કેટલેક સ્થળે વાસી ફૂલે, જેમાં અસંખ્ય જીવજન્તુઓ ઉત્પન્ન થયા હોય તેની પરવા કર્યા વગર એમને એમ “નમણુમાં” (પાણીમાં) પધરાવી દેવાય એ શું દયામૃત ચરણ ગણુાય ? અંગરચના કરવામાં કેટલે અવિવેક થાય છે તેનું પણ કયાં ભાન છે? કેટ, અંગરખા, કબા, જાકીટ વગેરે વગેરે ભગવાનને પહેરાવીને તમે ભગવાનને કેવા ચિતરવા માંગે છે? એને કોઈ દિવસ વિચાર કર્યો છે? ભગવાને કે શેડ, ઠાકર, રાજા કે નરેશ સમજી લીધા છે શું? ભગવાન કે છે એ પહેલાં સમજવું જોઈએ. ભગવાનને ઓળખે ! એ છે વીતરાગ. એનું આસન ધ્યાનસ્થ યોગીનું છે. એનું આસન, એની બેઠકજ આપણને બતાવે છે કે, એ મહાન યોગી અને પરમ સંન્યાસી છે. “કુમારપાળની મૂતિ પર સાંસારિક પ્રભન ઘટી શકે, પણ હેમચન્દ્રની પ્રતિકૃતિ પર ન ઘટે. દેવતાઓ અને ઇન્દ્રો “સમવસરણ” ની રચનામાં સુવર્ણ, રત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy