SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કારક રિવાજો દૂર થાય અને તેમની જ્ઞાન -શિક્ષામાં વૃદ્ધિ થાય, એ ચાતુમાંસિક વ્યાખ્યાનેનાં ફળ છે. ધર્મોપદેશક મુનિવરેની ધર્મોપદેશકતા આ રીતે ચરિતાર્થ થવાની જરૂર છે. જેને ખરી રીતે જાહેર ભાષણ” કહેવામાં આવે છે, તેની પણ અમ મુનિઓમાં મહટી ખામી છે. વાણિઓના કે શ્રાવકના ટેળામાં વ્યાખ્યાન આપવું એ જાહેર ભાષણ ન કહેવાય. જૈન શાસનને વિશિષ્ટ ઉદૂત તે જૈનેતર જનતા અને જૈનેતર વિદ્વાનવાળી સભામાં વ્યાખ્યાને આપવાથી થઈ શકે. વિદ્વત્તાની ખરી કસોટી ત્યાં થાય. એ માગું કામ કરતાં આવડે તે જૈનધર્મની મહત્તા ફેલાય. નહિ તે સમયધર્મના અનભિજ્ઞ “વેદીયા” “વિવાહની વરસી જેવું કરી મૂકે. તેવી સભામાં જુની ઢબે પિતાના સામ્પ્રદાયિક ધર્મનું પારાયણ કરવાથી કામ ન ચાલે. ત્યાં તો વિશ્વધર્મ પર પ્રકાશ પાડવાને હેય. સત્ય સિદ્ધાન્તને બાધ ન આવે તેમ વિશ્વમાન્ય સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવાનું હોય. એથી જૈન ધર્મનું માન વધે. આવી વ્યાખ્યાતૃત્વ-શક્તિ વિકસાવવા માટે અન્યાન્ય ભાષામાં સારા સારા પેપરે અવ લેવાની જરૂર છે, અન્ય ધર્મશાનું સમુચિત જ્ઞાન સંગ્રહવાની જરૂર છે. અને મોટુ મન રાખી ઉદાર સ્વભાવ કેળવવાની પણ જરૂર છે. ઉચિત માત્રામાં મત-સહિષ્ણુતા અને સમય ગુચકતાના ગુણે વ્યાખ્યાતામાં અવશ્ય ખિવવા જોઈએ. આ બાબતની અમ સાધુ માં જે ખામી છે, તે દૂર થવી જોઈએ. અમ મુનિએ આગળ નવન શિક્ષિત આવતાં ભડકે છે, એનું કારણ પણ દૂર થવું જોઈએ. તેમને જ્યારે તેમના પ્રશ્નને માફલ જવાબ નથી મળતું, ત્યારે તેમને અસત્તાપ થાય છે. પણ એવા માલ જવાબ આપનારા બધા કયાંથી હાય ! પણ એવા ન હોય તેમણે તેમને “નાસ્તિક : આદિ વિશેષણથી શું કામ તો છેડવા જોઈએ? એમ તરછોડવાથી શું તેઓ ઠેકાણે આવશે? “ નિજા” એ હરિભદ્રનું ધમંબિન્દુમાં ફરમાન છે. એ ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. એ કે વિપરીત સમજનારને પણ નિન્દીએ નહિ, એમ તેઓશ્રી એ સૂત્રથી ફરમાવે છે. કાં તે જ્ઞાનશક્તિથી તેમને બુદ્ધિ-પ્રદેશ પર પ્રકાશ નાખ જેઇએ, યા તે સમતા ગુગથી તેમના હૃદય પર પ્રભાવ પડવા જોઈએ. તેઓ સંતોષાય એવી આ બે રીતે છે. જો કે એ બે રતમાં બહુ તફાવત છે. પણ તુચ્છકારવાથી તે તેઓ મુનિઓથી વધારે વેગળા ખસતા જાય છે. અને યાદ રાખવું જોઈએ કે, ભાવી સમાજ તે એમનાથી બનવાનો છે. એટલે તેમને હદયપ્રદેશ વિપર્યત થતાં તેમની ઓલાદ પર પણ શાયદ તેવા સંસ્કાર પડવા સંભવ છે; અને એ સ્થિતિ ધર્મસંસ્થાને કેટલી બાધક નિવડે એ વિચારવા જેવું છે. કેટલીક વખત અદ્રુપાક્ષર મુનિઓની જેમ સાક્ષર મુનિવરે પણ તે લોકોના વિચિત્ર પ્રત્રન પર ઉશ્કેરાઈ જાય છે. આથી તે તેને વધારે નારાજ થવાનું કારણુ ઉત્પન્ન થાય છે. વિકટ પ્રશ્નો પર પડદે નાખવાની ખુબીથી પણ વાકેફ થવાની જરૂર છે. એથી આકર્ષણ ન થાય તે સૈમનસ્ય તે જળવાય જ, વૈમનસ્ય તે ન જ ઉભું થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy