SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ મેડમ ૩૫૧ પણાનો ઢોંગ અખત્યાર કરી બે નિટકનાં સગાં – બે અંતરંગ મિત્ર—આપ અને હું, તેમની વચ્ચે જીવલેણ બખેડો ઊભો કરાવ્યો છે – અરે અત્યારે જ જુઓ કે, મારી સામે કેવા ભયંકર ઉશ્કેરી મૂકીને જ તેણે આપને મારી પાસે મોકલ્યા છે? અને એ દગાખોર બાઈનો સીતમ તો જુઓ કે, આપ મને સોગંદ ઉપર એમ જ કહેવાના છો કે, તેણે આપને કશું જ સમજાવ્યું નથી – ઊલટું મને ક્ષમા કરવાનો પગે પડીને આગ્રહ કર્યો હતો!” મેડમ, મૅડમ, તે બિચારી તમારી સાચી મિત્ર છે – દુશ્મન નથી, એમ હું કેમ કરીને તમને સમજાવી શકું?” મારી મિત્ર! એ દગાબાજ, તુચ્છ, હલકટ નોકરડી!” “જુઓ મૅડમ, એક વાત ન ભૂલશો કે, લા વાલિયેર ગઈ કાલે ગમે તે હતી, પણ હવે તો હું જે ઇચ્છું તે એ બનવાની છે. હું આવતી કાલે તેને રાજગાદી ઉપર પણ ધારું તો બેસાડી શકે એમ છું.” હા, હા, પણ તેથી તે રાજગાદી ઉપર જન્મેલી તો નહીં જ બની શકે!” “ઓ મૅડમ, મેં તમને રાજી રાખવા અને તમારું સંમાન જાળવવા થાય તેટલો પ્રયત્ન કર્યો છે, હવે મહેરબાની કરીને મને ફરી યાદ ન દેવડાવતાં કે હું અહીં રાજા છું.” “હા સરકાર, આપે આ બીજી વખત મને યાદ દેવરાવ્યું કે, આપ અહીં માલિક છો, અને મારે આપને તાબે થવાનું છે. હું આપની જે તે તાબેદારી ઉઠાવવા તૈયાર છું.” તો માદમઆઝોલ દ લા વાલિયેરને તેને મૂળ સ્થાને પાછી લઈ લો.” વાહ સરકાર, આપ તો તેને રાજગાદી આપવાના છો; એવી મહારાણીને હું શી રીતે નોકરડી તરીકે રાખી શકું?” “આ બધા વાણીના આટાપાટા ખેલવાની રમત હવે પડતી મૂકો, એને મારી વિનંતીથી માફ કરો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy