SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-પાંક “પરંતુ તમે કે આ રાજ્યનું કોઈ પણ માણસ મારી આગળ ખુલાસો રજૂ ન કરવાનો અધિકાર ભોગવી ન શકે. "" “જો આપ સરકાર એ રીતે જ વાત આગળ ચલાવવા માગતા હો, તો હું આપને વંદન કરીને, ચૂપ થઈ જાઉં છું. "" “એટલે ? ફ઼્રાંસ દેશના ખાનદાન-ઉમરાવોના અગ્રણી તરીકે દરેક ઉમરાવ કુટુંબની ઇજ્જત બાબત હું જવાબદાર ગણાઉં. તમે માદમુઆઝોલ દ લા વાલિયેરને દરબારમાંથી હાંકી કાઢી છે, અને એ રીતે તેના ઉપર કલંકનું આરોપણ થાય તેવું કર્યું છે; હું તેનો ખુલાસો માગું છું જેથી તેની સજા હું કાયમ રાખી શકું કે રદબાતલ કરી શકું.” “મે કરેલી સજા રદબાતલ કરી શકો? હું મારી નોકરડીને કાઢી મૂકું, અને આપ રાજા હોઈ તેને મારી પાસે જ પાછી રખાવો એમ ? બલિહારી એ રાજસત્તાની!” ૩૫૦ “મૅડમ !” રાજા તાડૂકો. “એક સ્ત્રી તરીકે આપની રાજસત્તાના આવા અપમાનજનક દુરુપયોગ સામે હું જરૂર માથું ઊંચકવાની. હું આપના રાજકુટુંબની એક રાજકુંવરી કયાં રહી? હું તો મેં જે હલકટ દાસીને કાઢી મૂકી છે, તેના કરતાં પણ વધુ હલકટ બની ગઈ કહેવાઉં. ’ "" 66 તમારી છાતી હેઠળ હૃદય નામની ચીજ નથી, પણ કેવળ પથરો જ રહેલો હોય એમ લાગે છે. તમે જો મારી સાથે પણ આવી રીતે વર્તવાનાં હો, તો પછી મારે પણ સામો એવો જ કડક વર્તાવ રાખવો પડશે.' "" મૅડમ રાજાના આ છેલ્લા વાકયથી ચોંકી. તેણે તરત કહ્યું, “પણ આપને શું જોઈએ છે, તે તો સમજાવીને કહો.” “હું એમ પૂછું છું કે, માદમુઆઝોલ દ લા વાલિયરે એવું શું કર્યું હતું, કે જેથી તમારે તેની સાથે આમ કડક થવું પડયું?” “એ અતિ-ચાલાક, દગાખોર બાઈ છે; દેખીતી તો એ સસલી જેવી નિર્દોષ લાગે છે, પણ એની લુચ્ચાઈનો પાર નથી. તેણે નિર્દોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy