SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૨૭૫ ગતિના તાપને શાંત કરે એવી પંચમ ગતિની શોધ પૂરી કરી. એ શોધે ત્રણે લેકમાં આથડતા આત્માની અસ્થિરતાનો અંત આ. નાથ ! આપની એ પંચમગતિની–મેક્ષની શોધે આત્માને સ્થિરતા મેળવી આપી. સ્વામી ! એ પરમપદ પામીને આત્મા સ્વસ્વભાવને મેળવીને સદા આનંદ મગ્ન રહેવા લાગ્યા. પ્રભુ! ચારેગતિ અને ત્રણે લોકથી ચઢિયાતા પરમપદની શોધ કરીને સમગ્ર લેકના અગ્રભાગ ઉપર આ૫ આત્મભાવમાં લીન થઈને બિરાજમાન થયા છે ! આપ સૌથી શ્રેષ્ઠ સ્થાનને પામ્યા છે, તેથી હું આપના શરીરમાં સૌથી ઊંચી એવી આપની શિરશિખાની ભાવથી પૂજા કરું છું ! આપના પગલે અસંખ્ય આત્મા એ પરમપદને પામ્યા છે. પ્રભુ! મને પણ એ પરમપદનો માર્ગ મળજે. Jain Education Internationalivate & Personal Use burly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy