SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ર૫૩ પૂર્ણ થતાં હોય તે મેં ધમી થવાનો ઢોંગ પણ કર્યો છે અને અધર્મનાં આચરણે આદરવામાં પણ પાછી પાની નથી કરી. ભીખારી થયે તો પણ એ આશાના વશે ! અને મોટા થઈ નાનાઓને રંજાડયા તો પણ એ આશાના વશે ! પ્રભુ ! એ લેભ અને લાલચમાં અંધ બનેલા મેં મારું આત્મભાન ભૂલી ને કંઈક પાપી અને નીચ માનવીઓનાં ચરણ ચૂમ્યા છે. સાધુ, સંત અને મહંતોની સેવા પણ મેં એ નમાલી લાલચ માટે કરી છે ! સ્વામિન્ ! આપના ચરણે આવેલા મારી એ લાલચ અને લોભતૃષ્ણાઓ શાંત થજે ! આપના પવિત્ર ચરણના પસાયે સંસારની માયાવી સુખસંપત્તિ અને ધનદોલતની મારી ઈચ્છાઓ નાશ પામ! આપના ચરણની સેવામાં આ લાભ-લાલચનો અંશ પણ ન હજો ! Jain Education Internationalivate & Personal Use Waly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy