SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ કાલલાક-સંગે ૩૦ अरत्याख्यान्मोहनीया-दरतिः स्यात्परीषहः । जुगुप्सामोहनीयाच्चा-चेलत्वं स्यात्रपावहं ॥३६६॥ पुंवेदमोहनीयाच्च स्यात्पुसां स्त्रीपरीषहः । स्त्रीवेदमोहनीयाच्च स्त्रीणां स्यात्पुरीषहः ॥३६७॥ भयमोहाद्भवेद्भीष्मो नैषेधिक्याः परीषहः । याञ्चापरीषहो मान-भंगकृन्मानमोहतः ॥३६८॥ क्रोधहेतुः क्रोधमोह-भूराक्रोशपरीषहः । मानहेतुर्मानमोह-भूः सत्कारपरीषहः ॥३६९॥ चारित्रमोहमाश्रित्य स्युः सप्तामी परीषहाः । प्रज्ञाऽज्ञानद्वयं ज्ञाना-वरणीयसमाश्रितं ॥३७०॥ सम्यक्त्वं दर्शनमोह-मलाभो विघ्नकर्म च । आश्रित्य वेदनीयं तु भवंत्येकादशापरे ॥३७१।। तत्राद्याः क्रमतः पंच चर्या शय्या वधो रुजा । तृणस्पर्शश्च मालिन्य-मित्येते वेदनीयजाः ॥३७२।। આ પરિષહ કઈ કઈ કર્મપ્રકૃતિના ઉદયથી થાય છે તે કહે છે –અરતિ મોહનીયના ઉદયથી અરતિ પરિષહ થાય છે, જુગુપ્સા મોહનીયના ઉદયથી લજ્જા આપનાર અચલ (વસ્ત્રરહિતપણું) પરિષદ થાય છે. ૩૬ ૬. પુરુષવેદરૂપ મોહનીયના ઉદયથી પુરૂષને સ્ત્રી પરિષહ થાય છે, સ્ત્રીવેદરૂપ મોહનીયના ઉદયથી સ્ત્રીને પુરુષ પરિષહ થાય છે. ૩૬૭. ભય મોહનીયના ઉદયથી ભીખ એવો નૈષધિકી (વસતિ) પરિષહ થાય છે. માનભંગ કરનારો યાચના પરિષહ માનમોહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૩૬૮. ક્રોધના હેતુભૂત આક્રોશ પરિષહ ક્રોધમોહનીયથી ઉત્પન્ન થાય છે. માનના હેતુભૂત સત્કાર પરિષદ માનમોહનીયથી ઉત્પન્ન થાય છે. ૩૬૯, આ પ્રમાણે સાત પરિષહો ચારિત્રમોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. પ્રજ્ઞા પરિષહ અને અજ્ઞાન પરિષહ જ્ઞાનાવરણીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૩૭૦. સમ્યક્ત પરિષહ દર્શનમોહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. અલાભ પરિષહ અંતરાયકર્મના ઉદયથી થાય છે. બાકીના ૧૧ પરિષદો વેદનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૩૭૧. તેમાં પ્રથમના પાંચ તથા ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને માલિન્ય એ ૧૧ વેદનીયકર્મના ઉદયથી થાય છે. ૩૭૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy