SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ક્ષેત્રલોક-સગ ૨૬ चिहानि रत्नादिदीप्त्या प्रकाशितमृगादिलाञ्छनानि मुकुटानि येषां ते तथा इति, तवं तु सर्वविदो विदन्ति । विवक्षवस्त्वमी अर्द्धमागध्या रम्यवर्णया । भाषन्ते चतुरस्वान्तचमत्कारकिरा गिरा ।। ४०४ ॥ तथाहुः-- गो० ! देवाणं अद्धमागहाए भासाए भासंति' भगवतीपञ्चमशतकचतुर्थोद्देशके लोके तु 'संस्कृतं स्वर्गिणां भाषेत्यादि । प्रत्येकमङ्गोपाङ्गेषु. रत्नाभरणभासुराः । अस्पृष्टकासश्वासादिविविधव्याधिवेदनाः ॥ ४०५ ॥ पुण्यनैपुण्यलावण्याः, सदावस्थायियौवनाः । अभङ्गकामरागार्दा, दिव्याङ्गनाकटाक्षिताः ॥ ४०६ ॥ दिव्याङ्गरागसुरभीकृतसर्वाङ्गशोभनाः । कामकेलिकलाभ्यासविलासहासवेदिनः ॥ ४०७ ॥ स्वभावतो निनिमेपविशेषललितेक्षणाः । अम्लानपुष्पदामानः स्वैरं गगनगामिनः ॥ ४०८ ॥ [આ પ્રમાણે પ્રજ્ઞાપના અને પપાતિક સૂત્રને ચિહ્ન બાબતમાં મત ભિન્ન થાય છે.] આ વિષયમાં તત્ત્વતો સર્વજ્ઞ ભગવંતે જાણે. આ દેવતાઓ ચતુર પુરુષોનાં અંતકરણને ચમત્કાર કરે તેવી વાણીથી સુંદર શબ્દોવાળી અર્ધ માગધી ભાષામાં પોતાના ભાવ જણાવે છે. ૪૦૪. ભગવાન આ પ્રમાણે કહે છે – હે ગૌતમ! દેવતાઓ અર્ધમાગધી ભાષાથી બેલે છે.” આ પ્રમાણે ભગવતીના પાંચમા શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યું છે. લોકમાં દેવતાઓની ભાષા સંસ્કૃત કહેવાય છે. (આ ફક્ત લોકમાન્યતા જ છે. ) આ દેવતાઓ પ્રત્યેક અંગોપાંગ ઉપર રત્નના આભૂષણોથી દીપે છે. અને તેમને શ્વાસ-ખાંસી આદિ વિવિધ પ્રકારની વ્યાધિ-વેદનાઓ સ્પશી પણ શકતી નથી. ૪૦૫. આ દેવો પવિત્ર અને ચાતુર્યસભર લાવણ્યવાળા, સદા સ્થિર યૌવનવાળા, અત્યંત એવા કામરાગથી આદ્ર બનેલ દિવ્ય અંગનાઓથી કટાક્ષિત થયેલા હોય છે; દિવ્ય અંગરાગ વિલેપનથી સુગંધિત અને સુંદર શરીરવાળા, અને કામક્રીડાના કલાભ્યાસ, વિલાસ, અને હાસ્યને જાણનાર હોય છે; સ્વભાવથી જ નિર્નિમેષ (નેત્રમીંયા વગરના) વિશિષ્ટ અને લલિત ચક્ષુવાળા, સદા તાજી રહેતી પુષ્પની માળાવાળા અને ઈચ્છાનુસારી ગગનવિહારી હોય છે; ૪૦૬-૪૦૮. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy