SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨ત્રયીના સાધક શ્રમણો સકલ વિશ્વનાં દુર્લભ અને મહામૂલાં ત્રણ રત્નો એટલાં સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ પાવન રત્નત્રયીને પામવા સકલ સંસારનો ઘાસના તણખલાની જેમ ત્યાગ કરીને સર્વસંગત્યાગનું ભીષ્મ પરાક્રમ આદરનારાં શ્રમણ અને શ્રમણી ભગવંતો જૈન સંઘની શોભા છે. રત્નત્રયીની સાધનાનો મહાયજ્ઞ માંડી અનેક ભવોમાં સંચિત કર્મરાશિનું દહન કરી રહેલાં આ સંયમીઓ શ્રાવકસંઘ માટે પણ એક ઊચ્ચ આદર્શ છે. નાસ્તિકતાનો પ્રસાર કરનારા પરિબળોનો રાફડો ફાટ્યો છે ત્યારે આ સાધકવર્યો સમ્યગ્દર્શનનાં દિવ્ય અજવાળાં સર્વત્ર પાથરી રહ્યાં છે. મિથ્યાજ્ઞાનનો મહિમા ચોમેર પ્રસરેલો છે તે કાળમાં આ શ્રુતોપાસકો સમ્યક્ જ્ઞાનના તારક તેજ દ્વારા મોહ અને અજ્ઞાનનાં અંધારાં જનગણમાંથી ઉલેચી રહ્યા છે, અને સમ્યક્ ચારિત્રની પ્રખર સાધના દ્વારા આ ચારિત્રધરો સ્વ-પરના કલ્યાણ સુપેરે સાધી રહ્યા છે. વંદન હો એ રત્નત્રયીના સાધક શ્રમણ ભગવંતોને! આકૃતિથી અનોખા, પ્રકૃતિથી પ્રભાવશાળી, કૃતિથી કામણગારા, એક એકથી અધિકી અજોડતાના અવતાર, આ યુગના યોગી, પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર આ મહાપુરુષનો જન્મ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનાં પવિત્ર ચરણકમળોથી પાવન બનેલી પાટણ નગરીમાં વિ. સં. ૧૯૫૯ના માગસર સુદી ૩ ના મંગલ પ્રભાતે શેઠશ્રી હાલાભાઈ મગનભાઈના ધર્મપત્ની ચૂનીબહેનની કુક્ષિએ થયો હતો. કોને ખબર હશે કે આ આજે જન્મેલો બાલશિશુ જૈન શાસનનો એક તેજસ્વી રત્ન બની જશે. બાલકનું નામ ભગવાનદાસ રાખવામાં આવ્યું હતું. પિતાશ્રી હાલાભાઈનો વ્યાપાર મુંબઈ હોવાને કારણે એમનો બાલ્યકાળ મુંબઈ અને પાટણમાં વ્યતીત થયો. કોઈ પૂર્વજન્મના ઉત્તમ સંસ્કારોને કારણે નાનપણથી જ ભગવાનદાસભાઈ પ્રભુપૂજા, માતા-પિતાને પ્રણામ, ધાર્મિક અભ્યાસ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂલાદિના ત્યાગનું પાલન કરતા હતા. ૧૬ વર્ષની વયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી ધંધામાં જોડાયા. ધંધાની સાથે સાથે જ ગોડીજી પાઠશાળા આદિમાં પંચપ્રતિક્રમણ, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ.ના ગુર્જર સાહિત્યનો સારા પ્રમાણમાં અભ્યાસ કરેલો. ઉપરાંત પ્રકરણો તથા સંસ્કૃત વગેરેનો પણ અભ્યાસ કર્યો હતો. માતા-પિતાદિ વડીલોના દબાણથી લગ્નગ્રંથિમાં પણ જોડાવું પડ્યું હતું. ૬૩૯ Jain Education International સંવત ૧૯૮૨માં સકલાગમરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજશ્રી પોતાના શિષ્યપ્રશિષ્ય પરિવારાદિ સાથે મુંબઈ પધાર્યા અને ત્યાં પૂ. પાદ મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના વૈરાગ્ય ભરેલાં પ્રવચનો સાંભળ્યા પછી આ સંસારનાં બંધનોમાંથી વહેલી તકે છૂટી જવા માટે અવસરની શોધમાં હતા. ભગવાનદાસભાઈની અત્યંત વૈરાગ્ય ભાવના અને મક્કમતા જોઈ સ્વજનોએ પણ ખુશીથી દીક્ષાની રજા આપી અને ખૂબ જ ધામધૂમપૂર્વક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજશ્રીનાં વરદ હસ્તે મુંબઈમાં ભાયખલા મુકામે બીજા ચાર મુમુક્ષુઓની દીક્ષાઓની સાથે સંવત ૧૯૮૭ના કાર્તિક વદ ૩ ના દિવસે ભગવાનદાસભાઈએ દીક્ષા અંગીકાર કરી અને એજ પ્રસંગમાં પ.પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. સા.ને ઉપાધ્યાયપદવી અને પ. પૂ. શ્રી રામવિજયજી મ.ને પણ પંન્યાસ પદવીથી અલંકૃત કરવામાં આવેલ હતા. નવદીક્ષિત મુનિશ્રીનું નામ ‘મુનિશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ' રાખવામાં આવ્યું અને ૫. પૂ. પંન્યાસજી મ. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય તરીકે જાહેર થયા. ભોગી મટી યોગી બન્યા, અગારી મટી અણગાર બન્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી વિશુદ્ધપણે ચારિત્ર-પાલન પૂર્વક જ્ઞાનધ્યાનની સાધનામાં તેઓશ્રી તલ્લીન બની ગયા અને થોડાં જ વર્ષોમાં પૂર્વાચાર્યો રચિત મહાન શાસ્ત્રોના ગૂઢ અને ગંભીર રહસ્યોને સમજી તદનુરૂપ જીવન જીવવા લાગ્યા. ખરેખર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy