SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ દુઃસાધ્ય તપોનો સમાવેશ થાય છે. વર્ધમાન તપ તેમણે ઉત્કૃષ્ટ રીતે કર્યું હતું. સંયમજીવનની પ્રાપ્તિ માટે તેમણે અનેક સંઘર્ષોનો સામનો વેઠવો પડ્યો હતો. પોતાના સંતાનને એક પણ કુસંસ્કાર નાનપણમાં પડી ન જાય તે માટે ઝીણામાં ઝીણી કાળજી લીધી હતી. સંસ્કારોની સુવાસ પોતાના સંતાનમાં ફેલાય તે માટે તેમણે સુંદર માળીનું કાર્ય કર્યું હતું, જેને કારણે શાસનરૂપી બગીચામાં સુંદર મજાના ગુલાબ સમાન તેમના પુત્ર આચાર્ય શ્રી કીર્તિયશસૂરિજી મહારાજ દ્વારા શાસનપ્રભાવનાની સુવાસ ફેલાતી જોવા મળે છે. વર્ધમાનતપોનિધિશ્રીજીનો જન્મ બનાસકાંઠાના ભોરોલતીર્થ મુકામે ૧૯૮૦ની સાલમાં માતા રોજીબહેનની કુક્ષિએ થયો હતો. તેઓશ્રીની દીક્ષા મહારાષ્ટ્રના મુરબાડ મુકામે વિક્રમની ૨૦૨૩ની સાલે થઈ હતી. તે જ રીતે તેઓની ગણિ પદવી સુરત મુકામે વિક્રમની ૨૦૫૦ની સાલે ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ અંકિત થાય તે રીતે સંપન્ન થઈ હતી, તો વળી પંન્યાસઉપાધ્યાય અને આચાર્ય પદથી તેઓને વિક્રમના ૨૦૫૨ની સાલના શ્રેષ્ઠતમ મુહૂર્તે સ્થાપિત કરાયા હતા. જેને પણ તપધર્મમાં આગળ વધવું હોય તેને તેઓશ્રીના આશીર્વાદ સુસફળ નીવડે છે. વર્ધમાનતપોનિધિશ્રીજીનાં ચરણોમાં શતશઃ વંદનાવલી. પ્રવર્તમાન શ્રમણસમુદાયના તેજસ્વી રત્ન ઃ પ્રવચનપ્રભાવક આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજ તેજસ્વી વ્યક્તિત્વ અને ઓજસ્વી વાણીના પ્રતાપે જૈનશાસનના એક મહાપ્રભાવક બન્યા છે. પરમાત્મા શ્રી મહાવીરદેવે સ્થાપેલા વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના મહાપ્રભાવક આચાર્યભગવંત ખરેખર કેવા હોય, તેની જો ઝલક પ્રાપ્ત કરવી હોય તો એક વખત આચાર્ય વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનો પરિચય અવશ્ય કેળવવો જોઈએ. ગહન ચિંતનમાં ગરકાવ થયેલી મોટી મોટી સ્વપ્નિલ આંખો, તીવ્ર બુદ્ધિપ્રતિભાનું સૂચક અણિદાર નાક, જૈનશાસનની સતત ચિંતાને કારણે કરચલીથી શોભતું કપાળ અને કંઈક કહેવાને તત્પર હોઠ વડે તેઓ એક હજાર માણસોના ટોળામાં પણ અલગ તરી આવે તેવી દેહયષ્ટિ ધરાવે છે. પ્રવચનપ્રભાવક Jain Education International ૬૨૫ આચાર્યભગવંતની વ્યાખ્યાનસભાનો ઠાઠમાઠ જોઈને ભલભલા ચક્રવર્તીઓને પણ ઈર્ષ્યા આવી જાય તેવો માહોલ હોય છે અને તેમના પ્રવચનમાં નાયગરાના ભવ્ય ધોધની જેમ જિનવાણીનો જે મધુર સ્રાવ થાય છે, તે સાંભળીને પરમ સમાધિ અને તૃપ્તિનો અનુભવ થયા વિના રહેતો નથી. વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની અનુપમ સેવા દ્વારા વિશિષ્ટ પુણ્યનો બંધ કરનાર આ આચાર્યભગવંતને તેમના દાદા ગુરુભગવંતનો શાસનપ્રભાવકતાનો વારસો સાંગોપાંગ પ્રાપ્ત થયો છે, તેમ લાગ્યા વિના રહેતું નથી. પ્રવચનપ્રભાવક આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનું બાહ્ય વ્યક્તિત્વ જેટલું પ્રભાવશાળી છે, તેટલું જ સરળ અને પારદર્શક તેમનું અંતરંગ વ્યક્તિત્વ છે. શાસનરક્ષાના કાર્યોમાં તેમની વિચારધારા અને વાણી અત્યંત આક્રમક અને ધારદાર ગણાય છે, પણ જ્યારે પરમ ઉપકારી પરમાત્માની ભક્તિ કે ગુરુભગવંતોના ઉપકારની વાત આવે ત્યારે તેઓ અત્યંત ભાવનાશીલ બની જાય છે અને તેમની આંખના એક ખૂણે આંસુનાં બુંદ તગતગી ઊઠે છે. પૂજ્ય આચાર્યભગવંત શાસન અને સિદ્ધાંતરક્ષાની બાબતમાં વજ્ર કરતાં પણ કઠોર છે, તો આશ્રિતોને પરમાત્મશાસનના અનુપમ પદાર્થોનો રસાસ્વાદ કરાવી તેમનું આત્મિક કલ્યાણ કરવાની બાબતમાં તેઓ પુષ્પ કરતાં પણ વધુ કોમળ છે. તેમના વિરોધીઓ પણ એ વાત વગર વિવાદે કબૂલ કરશે કે, આગમશાસ્ત્રોના અગાધ જ્ઞાન અને શાસ્ત્રચુસ્ત પ્રરૂપણાની બાબતમાં આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજને ક્યારેય પડકારી શકાય તેમ નથી. આ કારણે જ ભારતભરના જૈન સંઘો તેમનાં પાવનકારી પગલાં પોતાના ક્ષેત્રમાં કરાવવા માટે હંમેશાં આતુર હોય છે. આચાર્યશ્રી વિજયકીર્તિયશસૂરિજી મહારાજાએ સંવત ૨૦૨૩માં ૧૪ વર્ષની નવયુવાન વયે દીક્ષા અંગીકાર કરી, ત્યારથી જ તેમને પોતાના દાદાગુરુ વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિજી મહારાજાની સેવા અને સાન્નિધ્યનો અપૂર્વ લાભ પ્રાપ્ત થયો હતો. આ સાથે સંયમસાધનાની બાબતમાં સંસારી સંબંધે પિતાશ્રી અને સાધુપર્યાયના ગુરુ વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંતશ્રી વિજય ગુણયશસૂરિજી મહારાજાનું સતત માર્ગદર્શન પણ મળતું રહ્યું હતું. ગચ્છાધિપતિશ્રી વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની દરેક નાનીમોટી માંદગીમાં ખડે પગે તેમની સામે હાજર રહી, તેમની તમામ પ્રકારે સેવા કરવાનો મહામૂલો લાભ મુનિશ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy