SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ અનુવાદ તેમની દિનચર્યા અને જીવનચર્યામાંથી સાંપડે છે. સ્પૃહા વિનાનું તેમનું જીવન ખરેખર પરાર્થવૃત્તિથી ભર્યુંભર્યું છે. ગુલાબ અને પારિજાતક-શાં પુષ્પો જેમ આખી રાત્રિની પ્રતીક્ષા પછી સવારે સૂર્યનાં કિરણોના સ્પર્શથી ખીલી ઊઠે, તેમ પૂર્વભવનાં અનેક પુણ્યકર્મોના બળે વર્તમાનમાં જિનશાસનના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ સોળે કળાએ ખીલી ઊઠી અનેક શ્રીસંઘોને પ્રેરણા આપી રહ્યા છે. સાચે જ ગુલાબ-શા ગુલાબી અને કમળ–શા કોમળ સ્વભાવ દ્વારા તેઓશ્રી પોતાના નામને સાર્થકતાની ગરિમા અર્પી રહ્યા છે. કચ્છની ખમીરવંતી ભૂમિએ અનેક સંતો-મહંતો અને વીરપુરુષોની મૂલ્યવાન ભેટ આપી છે. પૂજ્યશ્રી પણ કચ્છના પનોતા પુત્ર છે. સં. ૧૯૮૫ના જેઠ સુદ ૧૨ ને મંગળવારે કચ્છના મનફરા ગામે આ મહાપુરુષનો જન્મ થયો. તેમનું સંસારી નામ અમૃતલાલ હતું. પિતાશ્રી પેથાભાઈ ગાલા અને માતુશ્રી વાલીબહેન ધર્મપરાયણ અને સાત્ત્વિક વૃત્તિનાં હોવાને કારણે પુત્રનો પણ એવા સંસ્કારી વાતાવરણમાં ઉછેર થયો. બાળપણથી જ અમૃતલાલ ધર્મરંગે રંગાયા. વીતરાગમાર્ગના પ્રવાસી બનવા અને કષાયોને ડામવા સંગ્રામ શરૂ થયો. જૈન શાસનના સ્વ-પર કલ્યાણ માટે ભેખ લેવાની તમન્ના જાગી. આખરે એ શુભ યોગ ઊભો થયો. સં. ૧૯૯૬ના મહા સુદ ૧૦ને રવિવારે મનફરામાં દીક્ષા ગ્રહણ કરી. પૂ. જનકવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી હ્રીંકારવિજયજી મહારાજ તેમના ગુરુદેવ બન્યા અને દાદા ગુરુદેવ પૂ. આચાર્યભગવંત શ્રી ભદ્રસૂરિજી મહારાજનાં આશિષ સાથે સંયમયાત્રા આરંભી. અગિયાર વર્ષની કુમળી વયથી આરંભાયેલી પૂજ્યશ્રીની સંયમયાત્રા નિરભિમાનીતા, સાદગી અને અપ્રમત્તતાના ગુણો વડે શોભી રહી અનેકોને પ્રેરણાનાં પીયૂષ પાતી રહી. અપ્રમત્તતા, ઇતિહાસનું વાચન અને લેખન, વિવિધ છંદોમાં સંસ્કૃત શ્લોકોનું સર્જન, જિનમૂર્તિઓ તથા પ્રાચીન શિલાલેખોનું આકલન આદિ તેમના પ્રિય વિષયો રહ્યા છે. સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વાવ મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રી દ્વારા સમયેસમયે શાસનનાં અનેક મંગલ કાર્યો થતાં રહ્યાં છે. વ્યાખ્યાનો, તપસ્વીઓનું બહુમાન, યાત્રાસંઘો, સ્વામીવાત્સલ્ય, ઉપધાન– ઉજમણાં, દીક્ષાપ્રસંગો આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ જ હોય છે. પોતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર Jain Education International વિશ્વ અજાયબી : કરીને સદબોધની સરિતા વહાવી છે. જૈનસાહિત્ય અને જૈન જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. સંઘવત્સલતા અને સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી આવે છે. ખરેખર, આવી વિભૂતિઓ જિનશાસનનું ગૌરવ છે. કોટિશઃ વંદન હજો એવી વિભૂતિને! સૌજન્ય : કુલદીપિકા પૂ. સાધ્વીશ્રી મુક્તિદર્શનાશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે મહેતા કંચનબહેન કાળીદાસ ભીખાલાલ પરિવાર તફથી પ.પૂ.આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા. કોઈપણ મહાપુરુષનો કે વ્યક્તિનો પરિચય પામવાજાણવા માટે જીવન-ચરિત્ર...જીવન-જ્યોત...જીવન-ઝલક... વગેરે હોય છે. જ્યારે પૂ. શાસનપ્રભાવક, વિદ્વાનવ્યાખ્યાતા, લાગણીશીલ, સદાય હસમુખા, સરળŁદયી, આચાર્યદેવ શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મ.સાનું જીવન સરોવર' નિહાળવા જેવું છે. જેમાં તેઓશ્રીની પ્રેરણા-લબ્ધિથી શાસનપ્રભાવનાના અનેક પ્રકારના ‘મહાપદ્મ’ખીલેલા જોવાં મળે છે અને તેની અનુમોદના કરવાની ભાવના અચૂક થયાં વિના રહે નહીં. ખરેખર! તેઓશ્રી નિખાલસ અને પુણ્ય પ્રતાપી પણ છે. પૂજ્યશ્રીનો જન્મ...વડોદરા જિલ્લાની પ્રાચીન તીર્થભૂમિ ડભોઈ (દર્ભાવતી) નગરીમાં વિ.સં. ૧૯૮૧, ફાગણ સુદ-૧૪, સોમવારે થયો હતો. પૂ. પિતાશ્રીનું નામ છોટાલાલ' અને પૂ. માતુશ્રીનું નામ ગિરજાબહેન' તેમજ પોતાનું નામ...રાશિ પ્રમાણે “મધુસૂદન' અને સોમવારનો જન્મ-દિન હોવાથી ‘સોમચંદ’ હતું. પોતાની જન્મભૂમિ-ડભોઈમાં વિ.સં. ૨૦૦૦માં પૂ. પ્રવચન પ્રભાવક આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાન-તપની આરાધના કરીને માળ પહેરી હતી. ઉપધાન તપ દરમ્યાન થયેલી ભૂલોના પ્રાયશ્ચિત્તરૂપે ‘દીક્ષા' ગ્રહણ કરવી એમ પૂજ્ય ગુરુદેવે જણાવ્યું હતું...એ વાત ધ્યાનમાં રાખીને; વિ.સં. ૨૦૦૨, માગશર સુદ-૪ના અમદાવાદમાં પૂ. સિદ્ધાન્તનિષ્ઠ આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ.સા.ના વરહસ્તે ‘દીક્ષા' અંગીકાર કરી હતી અને પૂ. સાહિત્યકલારત્ન આ.શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી (તે વખતે મુનિરાજ શ્રી યશોવિજયજી) મ.ના શિષ્યરૂપે સ્થાપ્યા અને નામ પડ્યું પૂ. મુનિરાજ શ્રી મહાનંદવિજયજી મ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy