SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ વિશ્વ અજાયબી : વૈશાખ વદ ૧૦ના શુભ દિવસે ગુરુદેવ આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષાગ્રહણ કરી. પૂ. ગુરુદેવે તેમનું નામ “રામવિજયજી' રાખ્યું. ગુરુદેવની આજ્ઞાને અનુવર્તીને મુનિ શ્રી રામવિજયજીએ આગમગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો અને ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયોમાં પારંગત બન્યા. યોગોદ્ધહન કરીને આગમનો અધિકાર મેળવી લીધો. અપ્રમત્તભાવે અને શુદ્ધ ભાવનાઓથી ચુસ્ત સંયમજીવન જીવતા મુનિશ્રીમાં પૂ. ગુરુદેવે સંપૂર્ણ યોગ્યતા જોઈ સં. ૧૯૯૯ના આસો વદ ૩ના શુભ દિને ગણિ પદથી વિભૂષિત કર્યા. ૮૯ વર્ષની જૈફ વય, ૭૫ વર્ષનો સંયમી પર્યાય, ૫૫ વર્ષનો આચાર્ય પર્યાય, તપાગચ્છાધિપતિ...જ્ઞાન ઉપાસક શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ એટલે જ્ઞાનની ગંગા અને ક્રિયાની યમુનાનો સુભગ સંગમ મહાન આરાધકનું વિરલ વ્યક્તિત્વ. શાસનપ્રભાવક ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મ.સા. ગરવી | ગુજરાતના મહાનગર અમદાવાદ નજીક એક ઘણું રળિયામણું ગામ છે. નામ છે કુબડથલ. પ્રકૃતિને ખોળે રમતાં આ કુબડથલ ગામે એક સંસ્કારી અને શીલસંપન શ્રાવકદંપતી રહે. શ્રાવકનું નામ ભલાભાઈ અને એમનાં પત્નીનું નામ ગંગાબાઈ. ભલાભાઈ યથાનામ ભલમનસાઈથી ભરેલા અને ગંગાબાઈ યથાનામ ધર્મમય પ્રવૃત્તિથી પવિત્ર જીવન વિતાવતાં સુખપૂર્વક દિવસો પસાર કરે. આ દંપતીને સંસારના ઉત્તમ ફળરૂપે બે પુત્રો પ્રાપ્ત થયા : ૧. વાડીભાઈ અને ૨. રમણભાઈ. બંને ભાઈઓએ દુર્ભાગ્યવશાત્ બાળપણથી જ પિતૃછાયા ગુમાવી. દાદાજી પૂંજાભાઈ અને માતા ગંગાબાની છાયામાં બંને ભાઈઓએ સંસ્કારના પાઠ શીખ્યા અને ધર્મ પ્રત્યે અભિરુચિ કેળવી. એવામાં પૂંજાભાઈને ધંધાર્થે અમદાવાદ આવી વસવું પડ્યું. માતા ગંગાબાઈ અને બંને ભાઈઓ પણ અમદાવાદ આવીને રહ્યા, પરંતુ ત્યાં પણ વિધિની કૂરતાએ દાદાજી પંજાભાઈને આ દુનિયામાંથી ઉઠાવી લીધા. આ આઘાતોથી ધર્મમય વૃત્તિવાળા રમણભાઈમાં વૈરાગ્યભાવના તીવ્ર થઈ ઊઠી. તેમને સંસારની અસારતા સમજાઈ ગઈ અને ચારિત્ર લેવાની ભાવના થઈ. એવામાં અમદાવાદ બિરાજમાન પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વજી મહારાજની વૈરાગ્યસભર વાણી સાંભળી રમણભાઈ સંયમજીવન માટે તત્પર થયા. તેમણે માતા સમક્ષ દીક્ષા ગ્રહણ કરવાની અનુમતિ માગી. પરીક્ષા લીધા બાદ માતા તેમની વાતમાં સંમત થયાં, પણ વાડીભાઈને આ વાતની ખબર પડી એટલે તે અકળાઈ ઊઠ્યા. તે પોતાના નાના અને લાડકવાયા ભાઈને સાધુ બનવા દે તેમ નહોતા. આ વિરોધમાં કેટલોક સમય વ્યતીત થયો. અંતે રમણભાઈના દઢ નિર્ણય સામે કુટુંબીજનોએ ઝૂકી જવું પડ્યું. માતાની ઇચ્છા પણ દીક્ષા લેવાની થતાં આ કાર્યમાં વધુ ઉત્સાહ આવ્યો. અંતે સં. ૧૯૭૩ના મહા સુદ પાંચમે જન્મેલા આ ભાગ્યશાળી બાળક રમણે, ૧૩ વર્ષની નાની અને કુમળી વયે સં. ૧૯૮૬ના ગણિવર શ્રી રામવિજયજી મહારાજ તો પ્રથમથી જ જૈન શાસનની પ્રભાવનામાં રત હતા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અત્યંત મોહક હતી, તેથી તેમનો ભાવિક સમુદાય પણ ઉત્તરોત્તર વિશાળ બનતો રહ્યો. એવામાં સં. ૨૦૦૬ના કારતક સુદ પાંચમના ગોઝારા દિવસે પૂ. ગુરુદેવનું સ્વર્ગગમન થયું. પૂ. શ્રી રામવિજયજી મહારાજ માટે આ આઘાત સહન કરવો દુષ્કર હતો, પરંતુ તેઓશ્રી જ્ઞાનદૃષ્ટિના પ્રબળ પ્રભાવે સમાધાન સાધીને અખંડપણે શાસનનાં કાર્યો કરતા રહ્યા. તેઓશ્રીની આ વિશિષ્ટ અને નિરંતર ચાલતી ધર્મપ્રવૃત્તિઓથી પ્રેરાઈને અનેક શ્રીસંઘોએ તેમને આચાર્ય પદ ગ્રહણ કરવા માટે વિનંતીઓ કરી. છેવટે, અંતરથી તો આવી પદવીઓથી અલિપ્ત રહેવાવાળા આ મુનિરાજને, વડીલ ગુરુભ્રાતા પૂ. પંન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૩ ના શુભ દિવસે પાટણમાં ખેતરવસીના પાડામાં પંન્યાસ પદ તથા વૈશાખ સુદ પના શુભ દિવસે આચાર્ય પદ અર્પણ કર્યું. ગણિવર શ્રી રામવિજયજી સકલ સમુદાયના અધિપતિ આચાર્યદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ બની ગયા. પૂ. આચાર્યદેવ હાલમાં ઘણા પુણ્યશાળી આત્માઓને સન્માર્ગે વાળી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન આદિ તેઓશ્રીનાં મુખ્ય વિહારક્ષેત્રો છે. આ ઉપરાંત, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશોમાં પણ તેમણે ચાતુર્માસ કર્યો છે. વિ.સં. ૨૦૪૪માં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy