SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ જિનરાજસૂરિના શિષ્ય હતા. પિતા સાંકરસિંહ શ્રીમાલી અને માતા સિન્દૂરદે. દીક્ષા અપાઈ ૧૬૨૨માં ત્યારે ‘રંગવિજય’ નામ અપાયું. જિનરંગ (૧)ની સાધુતાનો શાહજહાં પર એટલો પ્રભાવ પડેલો કે તેમના વચનનું પાલન થાય તે માટે પોતાના સાત સૂબાઓ પર આ અંગે ફરમાન કાઢેલું અને ઈ.સ. ૧૯૫૪માં ‘યુગપ્રધાન’ પદવી/પદ આપેલ. તેમની કૃતિઓમાં ‘સૌભાગ્યપંચમી-ચોપાઈ’ (સં. ૧૭૩૮), આઠ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝઝાય’ જ્યારે હિંદીમાં ‘અધ્યાત્મ બાવની’ અને જિનરંગ બહુત્તરી સુભાષિ. દુહા' છે. આ ઉપરાંત ‘પ્રશ્નોત્તરી રત્નમાલિકા-સ્તબક' તથા ‘નવતત્ત્વ બાલાવબોધ'ની રચના પણ કરી હોવાનું નોંધાયું છે. ‘નિગ્રંથ ચૂડામણિ’-સમરચંદ્ર(સૂરિ)/સમરસિંઘ/ સમરસિંહ (જ.ઈ.સ. ૧૫૦૪/સં. ૧૫૬૦, કાળધર્મ-ઈ.સ. ૧૫૭૦/સં. ૧૬૨૬ ખંભાત મુકામે). પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ, પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય એવા સમરચંદ્ર(સૂરિ)નું વતન સિદ્ધપુર-પાટણ (અણહિલપુર), જ્ઞાતિએ શ્રીમાળી, પિતા ભીમા શાહ અને માતા વાલાદે, ઈ.સ. ૧૫૧૯માં પંદર વર્ષની દીક્ષા, ઈ.સ. ૧૫૪૮માં સૂરિપદ. તેમને ‘નિગ્રંથ ચૂડામણિ’નું બિરુદ મળેલું. અમરચંદ્ર(સૂરિ)એ રાસ, સ્તવન, સજ્ઝાય, વિજ્ઞપ્તિ, બાલાવબોધ વગેરે લખ્યાં છે. સંવત ૧૯૫૫માં તેમનો રચેલો ‘સાધુગણ રસ સમુચ્ચય-રાસ' ૪૩૪ કડીનો છે, જેમાં વિવિધ મુનિઓ વચ્ચેના ભેદ અને તેમના ગુણોનું વર્ણન આવે છે. ‘મહાવીર જિન–સ્તવન' (સં. ૧૬૦૭), ‘શંખેશ્વર સ્તવન’ (સં. ૧૬૦૭), બ્રહ્મચર્યવ્રત દ્વિપંચાશિકા/બ્રહ્મચરી/બ્રહ્મચર્ય સજ્ઝાય’, ‘પાર્શ્વચંદ્ર સજ્ઝાય' વગેરેની રચના કરી છે. વ્રત ‘જ્ઞાનવિમલસૂરિ'-નયવિમલ (ગણિ) મૂળ નામ નાથુમલ્લ પિતા ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠ, માતા કનકાવતી, જ.ઈ.સ. ૧૬૩૮/સં. ૧૬૯૪, કાળધર્મ-ઈ.સ. ૧૭૨૬/સં. ૧૭૮૨. ઈ.સ. ૧૬૪૬માં દીક્ષા લેવાથી ‘નવિમલ’ નામ રખાયું. કાવ્ય-તર્ક—ન્યાય-યોગ વ. શાસ્ત્રમાં અમૃતવિમલગણ તથા મેરુવિમલણિ પાસે અભ્યાસ કરી પારંગત બન્યા. ઈ. ૧૬૭૧માં પંન્યાસ/ગણિપદ. Jain Education Intemational 393 હજુ તો ‘ગણિ’ હતા ત્યારે નયવિમલજીએ શીઘ્ર કવિત્વથી સંસ્કૃતમાં સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી. તેથી પ્રભાવિત થઈને વિજયપ્રભસૂરિએ એમને ‘જ્ઞાનવિમલસૂરિ’ તરીકે સંબોધેલા! આ રીતે જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ છે. બાકી તેમને આચાર્યપદ તો ઈ.સ. ૧૬૯૨/૧૬૯૩માં મળેલું! ‘સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં/દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ' એવી કહેવત છે તે દર્શાવે છે કે તેમનું ગુજરાતી ભાષામાં કવિ-કૌશલ્ય સાથે કેટલું નોંધપાત્ર પ્રદાન રહ્યું હશે? તેમણે ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીનો દુહા દેશીબદ્ધ ‘ચંદ્રકેવલીનો રાસ’/‘આનંદમંદિર–રાસ’, ‘જંબૂસ્વામી– રાસ', ભાસ-સજ્ઝાયો, સ્તવનો, બાલાવબોધો ઉપરાંત સંસ્કૃતમાં પણ સર્જન કર્યું છે, જે અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધની શક્તિક્ષમતાવાળું છે. ‘કવિરાજ' : દીપવિજય-(૨) તપગચ્છની આણંદસૂરિ–શાખાના જૈન સાધુ. સમયગાળો ઈ.સ. ૧૮મી સદી અંતભાગથી-ઈ.સ. ૧૯મી સદીના પૂર્વાર્ધનો. પંડિત પ્રેમવિજય અને પંડિત રત્નવિજયના શિષ્ય દીપવિજયજી (૨)ની અનેક નાની-મોટી રચનાઓ છે. ૪ ઉલ્લાસ–૫૧ ઢાળનો ‘સોહમ કુલ રત્ન પટ્ટાવલીરાસ' (ર.ઈ.સ. ૧૮૨૧) ઐતિ. દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. તેમાં તેમણે ૨૦૦૦ જેટલા આચાર્યોની પાટ-પરંપરા આપી છે અને વિવિધ ગચ્છભેદો તથા આચાર્યોના જીવનપરિચયો તથા મહત્ત્વના ઐતિ.-પ્રસંગો આપેલ છે. આ કવિને ઐતિ. પ્રબંધ રચનામાં વિશેષ રસ હતો. જંબુસર પાસે કાવીનાં પ્રખ્યાત સાસુ-વહુનાં દહેરાં માટે તેમણે ૩ ઢાળનું ‘કાવી તીર્થે સાસુ-વહુકારાપિત પ્રસાદે ઋષભધર્મનાથ સ્તવન' (ઈ. ૧૮૩૦) રચેલું. આ ઉપરાંત દીવિજયજી (૨)એ અનેક સ્તવન, સજ્ઝાય, સ્તુતિ, ગીત, છંદ, આરતી, ગહૂંલી, લાવણી વગેરે પ્રકારની કૃતિ રચેલી આથી તેમને ઉદેપુરના રાણા ભીમસિંહે ‘કવિરાજ’નું બિરુદ આપેલું. ‘કવિબહાદુર' - દીપવિજયજી (૨)નો પરિચય આ અગાઉ આવી ગયો છે. તેઓ સંસ્કૃત, ગુજરાતી, હિંદી ઉપરાંત ફારસી અને ચારણી છંદોની ભાષાછટામાં કુશળ હતા. વડોદરાના ગાયકવાડ નરેશે દીપવિજયજી (૨)ને ‘વિ બહાદુર'નું બિરુદ આપેલું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy