SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ચૌદ વર્ષની બાલ્ય અવસ્થામાં જ વૈરાગી બની મિનેશકુમારે પોતાની સંયમરૂપી જીવન નૌકાને સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજાના ચરણોમાં સમર્પિત કરી પૂ. ગુરુદેવની અસીમકૃપાથી પૂજ્યશ્રીએ અલ્પ દીક્ષા પર્યાયમાં અનેક પ્રકરણગ્રંથ, કર્મગ્રંથ, જ્યોતિષગ્રંથ અને આગમગ્રંથોનું વિશેષ પ્રમાણમાં અધ્યયન કર્યું. ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ અનેક પ્રાંતોમાં વિચરીને હજારો લોકોને ધર્મયુક્ત અને ધર્મચુસ્ત બનાવ્યાં. વ્યવહારમાં કુશળતા, હૃદયમાં ઉદારતા, સ્વભાવમાં નમ્રતા, વાણીમાં મધુરતા, ચહેરા પર હસમુખતા, કાર્યમાં બુદ્ધિમત્તા, અંતરમાં સરળતા આદિ અનેક ગુણોથી તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ શાસન વચ્ચે ઊપસી આવ્યું છે. પૂ.આચાર્યશ્રી પ્રખર વક્તા, લેખક, શાસનપ્રભાવક તીર્થોદ્ધારક પ્રભાવશાળી યુવાપ્રણેતા સંતરત્ન છે. નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના-આરાધના અને પ્રવચનકલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની ગજબની કલા છે. મીની પાલિતાણા નામથી જગપ્રસિદ્ધ કાત્રજ પૂના સ્થિત જૈન આગમતીર્થનું વિશાળ મંદિર, વિશાળ ધર્મશાળા ભવન આદિના નિર્માણકાર્યમાં પૂજ્યશ્રીના માર્ગદર્શન અને દેખરેખમાં મુખ્ય ભૂમિકા રહી છે. તીર્થના વિકાસમાં કુશળ સંચાલન અને માર્ગદર્શન મળતું રહ્યું છે. ચાર શિષ્યો પ્રશિષ્યોના તારણહાર અને સમગ્ર જૈન ચાતુર્માસસૂચિ (મુંબઈ)ના આદ્યપ્રેરક અને માર્ગદર્શક રહ્યાં છે. પૂના સ્થિત કાત્રજ આગમતીર્થના નિર્માણની સાથે સાથે ઓસવાલ મંદિર, ડી.એસ.કે. સોસાયટી, કુમાર ગેલેક્સી, વિઠ્ઠલવાડી અને ઇન્દ્રપ્રસ્થ જેવા પૂનાના વિવિધ સંઘોના જિનમંદિર આદિ તથા બારામતી, સાંગલી, નિગડી, ખંડાલા, ચોક, પરલી, પોયનાડ, અલીબાગ, દાપોલી, અંધેરી સ્પોર્ટ કોમ્પ્લેક્સ, મલાડ, વાલકેશ્વર, પ્રાચીનતીર્થ ઢંકકિંગરી, પરાસલી, વહી, ઘસોઈ આદિ માલવાનાં અનેક તીર્થો, મંદિરો અને સંઘના સફળ પ્રેરક માર્ગદર્શક રહ્યાં છે. Jain Education International ૨૫૭ વિશ્વવિખ્યાત મહારાષ્ટ્રના પૂના-કાત્રજ મહાતીર્થમાં જિનશાસનપ્રભાવક સાગરસમુદાયરત્ન માલવશિરોમણિ પૂ.પં.શ્રી હર્ષસાગરજી મ. સં. ૨૦૬૨, ફાગણ વદ– ૨, શુક્રવાર તા. ૧૭ માર્ચ, ૨૦૦૬ના રોજ આચાર્યપદ ઉપર ભારે ઠાઠમાઠથી આરૂઢ થયાં. પૂજ્યશ્રીના આચાર્યપદ પ્રદાન મહોત્સવ દરમિયાન તપ-જપ ક્રિયાનો ઘુઘવતો મહાસાગર * ૩૬૦ પૌષધ * ૩૬૦૦ પ્રતિક્રમણ * ૩૬૦૦૦ સામાયિક * ૩૬૦૦૦૦૦ શ્રી નવકાર મહામંત્રનો જાપ * ૩૬૦૦૦૦૦૦૦ નમો આયરિયાણં પદનો જાપ * સમવસરણયુક્ત ૪૫ આગમની ભવ્ય રચના + ૪૫ આગમસ્તૂપનું નિર્માણ * દેવવિમાન તુલ્ય કાત્રજ તીર્થ * ૩૬ જિનાલયોમાં વિશિષ્ટ પૂજન ★ પૂજ્યપાદ શ્રી સાગરજીમહારાજના સમગ્ર સાહિત્યનું પ્રદર્શન * સાગર રત્નત્રયી પ્રદર્શન * દિવ્ય પંચ પ્રસ્થાન રથ * સૂરિમંત્રનો દર્શનીય પટ * મહાવિશાલ પદપ્રદાન મંડપ * સુવર્ણ, હીરામોતીથી પ્રભુજીની ભવ્ય અંગ-રચના * એક જ દિવસમાં સમગ્ર પૂનાનાં જિનાલયોમાં ૧૮ અભિષેક-પૂજન * ૧૮૦ શહેર-ગામોમાં મહોત્સવોનાં આયોજનો * શ્રી મણિભદ્રસૂરિમંત્ર શાંતિસ્નાત્ર જેવા મહાપૂજનનું આયોજન * ૫૦૦ પ્રતિભાઓનો સામૂહિક જન્મોત્સવ * જીવદયા, સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન જેવાં અનેક સુકૃત્યો સુસંપન્ન થયા. વિશાળતા, ગંભીરતા, દયાળુતા, વિદ્વતા, ઉદારતા, મનોહરતા, જ્ઞાનીપણું, સ્નેહાળતા, સાધુતા, વિરાગમયતા, સરળતા, ત્યાગીપણું, ધૈર્યવાનતા, શૌર્યતા, લક્ષ્યસિદ્ધતા, વિવેક, સુંદરતા, હિતકારિતા, સુવક્તા, મધુરતા, સૌમ્યતા, નિર્મળતા, શુભાષિતો, નમ્રતા, સુકાર્યશીલતા વગેરે અનેક સદ્ગુણોના મહાસાગર એવા જિનશાસનપ્રભાવક, સાગરસમુદાયરત્ન પૂ. આચાર્ય શ્રી હર્ષસાગરસૂરીશ્વરજીએ મરુભૂમિથી મહારાષ્ટ્ર સુધી અનેક ગામો અને શહેરોમાં ૪૫,૦૦૦ કિલોમીટરની પદયાત્રા (વિહાર) કરી જિનશાસનની અદ્ભુત પ્રભાવના કરી આ પદયાત્રા દ્વારા તેમણે હજારો વ્યક્તિઓને સધર્મમાં સ્થિર કરી હર્ષમય અને ધર્મમય જીવન જીવવાનું અલભ્ય માર્ગદર્શન આપ્યું. તેમ જ સેંકડો વ્યક્તિઓમાં મુમુક્ષુતાનું બીજારોપણ કરી અનન્ય ઉપકારની ગંગા વહાવી છે. આ તેજોવલયયુક્ત મહામનીષીએ હ્રીંકારસાધના, નવકારમંત્રઅનુષ્ઠાન, તપ-જપ-સંયમ, અંજનશલાકા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy