SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ મહિમાવંતી તીર્થોથી મંડિત મરૂધરભૂમિમાં સંયમની ખાણ સમાન માલવાડા નગરને જન્મથી પાવન કરનારા સુણતર સમાજનાં પ્રથમ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. લેખક : મુનિશ્રી રત્નજ્યોતવિજય જી મ.સા. • જ્યારે પુણ્યનો ઉદય જાગે ત્યારે જ નાની ઉંમરમાં દિલ વૈરાગ્યવાસિત બને. શાશ્વત ગિરિરાજની યાત્રા માટે પાલિતાણા આવેક એક સુશ્રાવકની સલાહમાત્રથી માત્ર ધાર્મિક અભ્યાસ લક્ષ્ય બનાવી આજ થી ૭૦ વર્ષ પહેલાં મહેસાણા સંસ્કૃત પાઠશાળામાં ૧૯ વર્ષની ઉંમરે રતનચંદભાઈએ પ્રવેશ કર્યો. ભાવીમાં શુભ ઉદય થવાનો હોય ત્યારે જ શુભ સ્થળે જવાનું મન થાય. ધાર્મિક અભ્યાસ કરતાંકરતાં પોતાનું દિલ વૈરાગ્યવાસિત બન્યું. બલજબરીથી ઘેર લાવવા છતાં પોતાનો સમય ધાર્મિક અભ્યાસ કરાવવામાં પસાર કરવા લાગ્યા. માત્ર એક જ વખત ભોજન કરીને સંતોષ માનીને મૌન રાખતા. આવી શુદ્ધ અને કઠોર સાધના દેખી પરિવારજનોને ઝૂકવું પડ્યું. પરંતુ મોહનાં કારણે રજા નહિ આપી. ત્યારે પોતાનાં મામા (આ. રત્નાકરસૂરિનાં દાદા) પાસે ભાડુ લઈ મહેસાણા પહોંચ્યા. ભાવના સારી હોય તો સદ્ગુરુનો સંયોગ મળી જાય. મુનિતિલકવિજયજી (ભાભરસમુદાયનાં)નો સંયોગ મળ્યો. એમની પાસે સંયમ સ્વીકાર્યો. ત્યાગી ગુરુને પ્રાપ્ત કરી મન મોરલો નાચી ઉઠ્યો. પરંતુ કુદરતને આ મંજૂર ન હતું. માત્ર પાંચ વર્ષના પર્યાયમાં ગુરુનું છત્ર ખોવું પડ્યું. ત્રણ રત્નની ત્રણ કરણ વડે સાધના કરતા સંયમ જીવનમાં ઓતપ્રોત બન્યાં. ગચ્છનાયક આ. શાંતિચંદ્રસૂરિજીનાં હસ્તે વિ.સં. ૨૦૧૫માં ભાભરનગરમાં પંન્યાસપદથી વિભૂષિત બન્યા અને નવાક્ષેત્રમાં શાસન પ્રભાવનાનાં કારણે ગુજરાત છોડી મહારાષ્ટ્રમાં અનેકવિધ કષ્ટો સહન કરી શાસનનાં કાર્યો કરાવ્યા. વિશિષ્ટ યોગ્યતા મળી સામેથી આજ્ઞા આપી વિ.સં. ૨૦૨૯માં સાંગલી મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરાવ્યા. વ્યક્તિનો ચારે બાજુથી શુભોદય જાગે ત્યારે ક્યાંકથી અશુભોદય જાગે. (કર્નાટક) બીજાપુરમાં ચાતુર્માસ મધ્યે મ.સા.ની બિમારી થતાં ડોક્ટરોને બતાવતા કેંસરની બિમારી નીકળી. ડોક્ટરોએ કહ્યું કે Jain Education International વિશ્વ અજાયબી : તાત્કાલિક મુંબઈ લઈ જવા પડશે અને ઓપરેશન કરાવવું પડશે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જીવનાં ચારિત્રાચારને ભાર આપી શ્રાવકગણની આજીજીને નકારી કાઢી. કોઈપણ પ્રકારના યંત્રનો ઉપયોગ કર્યા વિના વડીલોની આજ્ઞા મંગાવી ડોળીનો ઉપયોગ કરી મીરજ મુકામે ગયા. ડોક્ટરોએ પણ ઓપરેશન કરી સફળતા મેળવી. ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઈ આવ્યા ત્યારે હાર્ટનો હુમલો થયો. વારંવાર વ્યાધિ આવવા છતાં સમતા રાખી સંયમ જીવનમાં અડગ રહેતા હતાં. હાર્ટના હુમલા વખતે ભક્તવર્ગ એમ્યુલન્સ લાવી ખડેપગે હાજર હોવા છતાં હાથના ઇશારાથી ના પાડી દીધી. ઉપાશ્રયમાં જ બધી વ્યવસ્થા કરાવી ચારિત્રાચારનાં ભાવથી જીવલેણ બિમારીથી ઉગરી ગયા. વ્યાધિની સામે વૈરાગ્યનાં શસ્ત્રથી ઝઝુમી આખરે જીત મેળવી. “જ્ઞાનાભ્યાસ એ સાધુનો પ્રાણ છે’ એ વાક્ય એમના મનમાં એવું ઘર કરી ગયું કે છેલ્લી ઉંમર સુધી અવનવા ચૈત્યવંદન - સ્તુતિ આદિ કંઠસ્થ કરતાં ગયાં. ડોળીમાં બેઠા બેઠા પણ અરિહંતપદનો જાપ કરતા. વાપતા પૂર્વે અરિહંતપદનો જાપ કરી પછી જ વાપરતા. કલ્પસૂત્ર ઉપર સં. લઘુટીકા, આવશ્યક નિર્યુક્તિ દીવિકા ભાષાંતર, શ્રાદ્ધવિધિનું ભાષાંતર, પ્રબંધ પંચશતી આદિ ગ્રંથોનું કાર્ય કરેલ. પોતાના હાથે જ માલવાડા નગરમાં ખુશાલચંદ તથા ધનપાલ બંને ભાઈને રજોહરણ અર્પણ કરી મુનિ રત્નેત્તુવિજયજી, મુનિ રત્નત્રયવિજયજી નામ રાખી જિનશાસનને બે મહાન રત્ન અર્પણ કરેલ. કલિકુંડ તીર્થોદ્ધારક આ.વિ. રાજેન્દ્રસૂરિજી સાથે વાંકલી ગામમાં ચાતુર્માસ માટે નવાડીસાથી વિહાર કરીને જતાં બીજા દિવસે સવારે ચંડીસરપાલનપુર વચ્ચે અકસ્માતથી ડોળી ફેંકાઈ ગઈ. ડોળવાળા પડી ગયા. અંતે પાલનપુર હોસ્પિટલમાં સ્વર્ગવાસી બન્યા. આવા અરિહંતનાં અણગાર...જિનશાસનનાં શણગાર....કોટિ કોટિ વંદના... છે સૌજન્ય : પૂ. મુનિ શ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી શા કાન્તિલાલ દેવાજી - હીરાણી પરિવાર માલવાડા મસ્તર દેશના કોહિનૂર રસમા આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા. લેખક : મુનિ રત્નત્રયવિજયજી મ.સા. જન્મ બધાને મળે છે, પણ એની ચમક અને ચમત્કાર જીવન દ્વારા થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy