SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ શ્રમણધર્મની પરંપરા નામના આ લેખ દ્વારા લેખક મુનિરાજ પ્રસ્તુત કરી રહ્યા છે પૂર્વકાલીન મર્યાદાઓ, પરંપરાઓ અને કલ્યાણકારી સામાચારીઓ. પ્રભુ મહાવીર દેવના નિર્વાણ પછીનાં અઢી હજાર વરસ જૈન શાસને અનેક બાહ્ય અને અત્યંતર સંઘર્ષોમાં વિતાવ્યાં છે. તેના કારણે શાસનપ્રભાવને કોઈ વખત ઝાંખપ લાગી અને કોઈ સમયે શાસનનો જયજયકાર થયો. શ્રમણ-ધર્મની પરંપા इच्छामि.. એક તરફ સિદ્ધાંતરક્ષા હેતુ વ્રતધર્મીઓ ઝઝૂમતા રહ્યા અને બીજી તરફ કાળ પ્રમાણે બાંધછોડ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિઓ પણ વધતી ચાલી, જેના કારણે કેવળી ભગવંતોની ગેરહાજરીમાં એકમાંથી ચાર ફિરકાઓ ઉદય પામ્યા. સાધ્વાચાર અને ગૃહસ્થાચારની મૂળ ધર્મકરણીઓને ધક્કો લાગ્યો. તેથી વિષમતાઓ વધવા લાગી. ધર્મપુરુષાર્થમાં સિદ્ધાંતો માટે લડનારે ધનપુરુષાર્થમાં પોતાના હરીફ સાથે જ વેપાર-ધંધા-બેટી-વ્યવહાર ઉપરાંત સામાજિક નિયમોમાં જીવવાનું હોવાથી પ્રસંગે સમાધાન એ થયું કે સૌ પોતપોતાની માન્યતાઓ પ્રમાણે ધર્માચરણ કરે, પણ ધર્મના નામે કલહ કે કંકાસ ન કરે. તેવા સગવડિયા સમાધાનના કારણે અનેક મર્યાદાઓને ઝૂકવું પડ્યું છે અને ભવ્ય ભૂતકાળની શાલીનતા અને ગિરમાને છાંટા ઊડ્યા છે. હવે વર્તમાન મિશ્રિત ભાવોવાળી આરાધના ચાલતી હોવાથી મૂળ મોક્ષપુરુષાર્થમાં ઓટ આવી છે અને મુક્તિમાર્ગ ટૂંકો બનવાને સ્થાને લાંબો થયો છે. તાત્પર્ય મોક્ષપ્રાપ્તિ માટે ભવ જ બદલવો પડે, કારણ કે કાળક્રમે ભરત-ઐરાવતની ધર્મધુરા ધરતીકંપમાં નુકશાન પામી છે. ONCA.COM સંશોધક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પ્રસ્તુત લેખના માધ્યમે ૫.પૂ. જયદર્શનવિજયજી જણાવી રહ્યા છે કે ભાવિની ચિંતા હવે કોના માથે? લેખ મર્યાદાના કારણે અમુક વિષયો ઉપર જ સમીક્ષાત્મક લખાણ કર્યું છે. બાકીની બાબતો સુજ્ઞજનોએ સ્વયં વિચારી લેવા જેવી છે. શ્રમણાચારની વિશિષ્ટ માહિતીઓની સાથે શ્રમણોપાસકના જીવનમાં પણ દરેક ઉતારચઢાવ રજૂ કરાયા છે, કારણ કે શ્રાવક-શ્રાવિકાની સેવા વિના સાધુ-સાધ્વીની સંયમજીવનની કલ્પના ન કરી શકાય, અને સાથોસાથ શ્રમણો વિના શ્રાવકોને સાચો માર્ગ-આશીર્વાદ અને પ્રેરણાપ્રકાશ આદિ કોઈ પ્રદાન ન કરી શકે. તેથી ચતુર્વિધ શ્રીસંઘ મળીને ભગવાનનું તીર્થ બને છે, જેને સ્વયં તીર્થંકરો પણ “ણમો તિત્વસ” કહીને વંદન કરે છે. Jain Education International ૨૧૯ લેખની વિગતોને સૌ તટસ્થતાથી અવગાહે, શક્ય તેટલી સાધનાઓની શુદ્ધિ વધારે, ભૂતકાળના આદર્શોથી ભાવિનો માર્ગ "મસ્થળ યંતિ" મોકળો બનાવે તેવી શુભાપેક્ષાઓ અસ્થાને નથી. લેખાંતે પણ ૬૮ મુદ્દાઓ ઉપરાંત અમુક ગંભીર બાબતો તરફ લક્ષ્ય દેવા જેવું લખાણ અમે સપ્રેમ વધાવીએ છીએ. —સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy