SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૨. જોધપુર હાઉસિંગ બોર્ડ પ્રતિષ્ઠા ૪૩. ભટારરોડમાં દાદાગુરુ જિતેન્દ્રસૂરિજી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા ૪૪. મરોલીમાં દાદાગુરુ જિતેન્દ્રસૂરિજી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા ૪૫. ભીમમાં દાદાગુરુ જિતેન્દ્રસૂરિજી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા ૪૬. પાવાપુરી જીવમૈત્રીધામ જલમંદિરમાં અંજન ચૌમુખજી પ્રતિષ્ઠા ૪૭. નેતરા-મહાવીર વિહારધામ પ્રભુ મહાવીર પ્રતિષ્ઠા અષ્ટકોણ મંદિર ૪૮. ભાનપુરા શ્રી સુપાર્શ્વનાથ પ્રતિષ્ઠા ૪૯. સાતસણ તીર્થ પ્રતિષ્ઠા ૫૦. શ્રી જીરાવલાતીર્થમાં બે આદિનાથ તથા પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા. સૌજન્ય : * પ.પૂ. દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજ મતિરત્નવિજય મ.સા. તેમજ તપસ્વીરત્ન મુનિરાજશ્રી પવિત્રરત્નવિજય મહારાજ સાહેબના સં. ૨૦૬૫ના ચાતુર્માસ નિમિત્તે ઝવેરી પાર્ક ટ્રસ્ટ તરફથી * પૂ.સા.શ્રી જ્યોતિરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી માલગાંવનિવાસી સંઘવી ભેરૂતારક ધામના નિર્માતા ભેરૂમલજી હુકમીચંદજી બાફના પરિવાર હ: સ્વ. તારાચંદભાઈ, મોહનભાઈ, લલિતભાઈ, બબીતાબહેન, ભારતીબહેન, ચંદ્રાબહેન તરફથી * સમૂબેન તેજરાજજી સાંચોરવાલા તરફથી કથા—કલમના કુશળ કસબી અને સર્જન-સંપાદનના કલાસ્વામી પૂ. આ.શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. પૂજ્ય આચાર્યશ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ શ્રવણગોચર થતાં જ આંખ અને અંતર સમક્ષ એક સમર્થ સાહિત્યસર્જક ખડા થઈ જાય છે, જેઓ શબ્દના શિલ્પી, કલમના કસબી અને ભાવ-ભાષાના ભંડાર છે. પૂજ્યશ્રી આકાર-આકૃતિથી ભલે ઓછા જાણીતા હોય, પણ અક્ષર– આલેખનથી તો ઠેર ઠેર સુપ્રસિદ્ધ છે. જૈનજગતના જાણીતા માસિક ‘કલ્યાણ’–ના માધ્યમે પૂજ્યશ્રી ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે, તો વળી પૂજ્યશ્રીની લેખ-પ્રસાદીના કારણે ‘કલ્યાણ' માસિક પણ ખૂબ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. ‘કલ્યાણ’માં નિયમિત અનેક કોલમો લખ્વા ઉપરાંત, લેખોનું સંપાદન પણ પૂજ્યશ્રી કરતા Jain Education International ૧૬૫ રહ્યા છે. તેઓશ્રીની લેખનકળા અને સંપાદનસૂઝ એવી આગવી છે કે, જેના સ્પર્શે પ્રાચીન કથાનકો જીવંત બની જાય છે અને પ્રાચીન સાહિત્ય પણ નવા શણગાર પામે છે. પૂજ્યશ્રી મિતભાષી છે, પણ ‘કલ્યાણ’ અને કલમના માધ્યમે અનેકોની સાથે કલાકોના કલાકો મૌન વાર્તાલાપ કરતા હોય એમ લાગે. તેઓશ્રીનું સાહિત્ય સર્વતોમુખી છે. ચિંતન, કથાલેખન, સંપાદન, સંકલન : આ અને આવી સાહિત્યની વિવિધ ક્ષિતિજોને અજવાળતાં એમનાં કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયાં છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત આવાં નાનાં-મોટાં પુસ્તકોની સંખ્યા ૧૦૦ આસપાસની થાય છે. જો કે એ બધાં જ પ્રકાશનો ભારે માંગને કારણે આજે અપ્રાપ્ય છે. આથી પૂજ્યશ્રીના સાહિત્યના વ્યવસ્થિત પ્રકાશન માટેની અનેકાનેક માગણીલાગણીને માન આપીને સં. ૨૦૪૬-ના મૌન એકાદશીને શુભ દિવસે ‘સંસ્કૃતિ પ્રકાશન-સુરત' સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. સવા—દોઢ વર્ષના ટૂંકા સમયમાં આ સંસ્થા દ્વારા ૧૦ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ સાહિત્યને સંધ-સમાજે એવી અંતરની લાગણીથી વધાવી લીધું છે કે આજે પૂર્વે પ્રકાશિત પાંચ પુસ્તકો અપ્રાપ્ય બની ચૂક્યાં છે. આ સિદ્ધહસ્ત લેખક આચાર્યશ્રીએ લેખનની શરૂઆત લગભગ ૨૫ વર્ષ પૂર્વે કરી હતી. ૨૫ વર્ષના સમયમાં પૂજ્યશ્રીની કલમે અનેક ઐતિહાસિક આગમિક કથાઓ, જૈનસાહિત્યની શ્રેણીબદ્ધ કથાઓ, સંસ્કૃતિપોષક અનેકાનેક વાર્તાઓ, ચિંતન-મનનથી ભરપૂર સાહિત્યની ભેટ જૈનસંઘને મળી છે, એનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩-ના દિવસે હસ્તગરિમાં ગણિ પદે અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના મુંબઈ શ્રીપાલનગરમાં પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા બાદ, પૂ. ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૬-ના શુભ દિવસે સુરતમાં આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. સં. ૨૦૦૧ની ધનતેરશના દિવસે નાસિક-મહારાષ્ટ્રમાં જન્મ પામીને ‘પ્રકાશ' નામ ધરાવનાર પૂજ્યશ્રીના પિતાનું નામ બાબુભાઈ, માતાનું નામ શાંતાબહેન અને ભાઈનું નામ મહેન્દ્ર હતું. બાબુભાઈનું મૂળ વતન તારંગાની તળેટીમાં વસેલું કોઠાસણા ગામ. ધંધાર્થે તેઓશ્રી મહારાષ્ટ્રમાં ટાંકેદ-ઘોટીમાં થોડો સમય રહીને નાસિકમાં સ્થિર થયા, એટલું જ નહીં, એક આગેવાન તરીકે નાસિક ઉપરાંત આસપાસનાં કેટલાંય ગામોમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy