SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ 784 તપાગચ્છાધિષ્ઠાયક તેઓ ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યા કે, આ તો આપણે આંધળા થઈ ગયા છીએ તો હવે જીવશું કઈ રીતે? નક્કી આ પરચો જૈનોના ભગવાનનો જ લાગે છે....... એમ વિચારીને ચોરીનો એ બધો જ માલ પાછો મૂકી દેવાનું નક્કી કર્યું. એ મુજબ નક્કી કરતાં જ તેઓ દેખતા થઈ ગયા. તે પછી સંકલ્પ મુજબ ચોરીનો એ બધો જ માલ દહેરાસરના ઓટલે મૂકીને તેઓ નાસી છૂટયા. સવારે ગામમાં બધાને ખબર પડી કે ચોરી. કરવા માટે ચોરોએ તાળાં તોડ્યાં અને ચોરીના માલનાં પોટલાં પણ બાંધ્યાં, પરંતુ તે પછી ગમે તે કારણે તેઓ એ બધું જ છોડીને જતા રહ્યા. જૈનોએ એ બધું ઠીકઠાક કરીને વળી પાછું યથાસ્થાને મૂકી દીધું. આ બાજુ ચોરોએ પોતાના ગામમાં પોતાના ભેરુઓને પોતાને જે પરચો મળેલ તેની વાત કરી. એ વાત ફેલાતી ફેલાતી મોટી મારડ ગામમાં પણ આવી ત્યારે જ બધાને ખબર પડી કે ચોરી કરવા આવેલ ચોરો ચોરીનો માલ લઈને જતા હતા તે વખતે તેઓ આંધળા થઈ ગયા અને ચોરીનો માલ પાછો મૂકી દેવાનો સંકલ્પ કર્યો કે ત્યાં જ તેઓ દેખતા થઈ ગયા અને દહેરાસરના ઓટલે બધું મૂકીને ભાગી છૂટ્યા ... વગેરે. • આ સંભળીને ગામના લોકો તો ઠીક પરંતુ ખુદ જૈનો પણ અચંબામાં પડી ગયા. ખરેખર ! આવા કલિકાળમાં પણ માણિભદ્ર વીરનો આવો પરચો પ્રગટપણે જોવા મળે છે, એનાથી ભાવિક ભક્તજનોની શ્રદ્ધા વધે છે અને હૈયું પુલકિત થાય છે. આ સિવાય બીજા પણ નાનામોટા પરચાઓ ત્યાંના શ્રદ્ધાનંત આત્માઓને મળેલા છે. (નોંધ :- આચાર્યશ્રી વિજયરત્નભૂષણસૂરિજીએ આજથી (સં. ૨૦૫ર થી) લગભગ ૪૮ વર્ષ પહેલાં પોતાના વડીલોના મુખેથી સાંભળેલ એવો આ સત્ય બનાવ અહીં ઉપર મુજબ રજૂ કરેલ છે. – સંપાદક) સોરઠનાં ત્રણ ચમત્કારી સ્થાન - તપસ્વી આ. શ્રી વારિષેણસૂરિજી મહારાજ પૂ. ગુરુદેવ શ્રી ભુવનતિલકસૂરિજી મ. સા.ના સાંનિધ્યમાં શાસનરક્ષક શ્રી માણિભદ્ર દેવના અવનવા સમાધિદાતા પ્રસંગો અનુભવવા મળેલા. ધર્મરક્ષાના ભેખધારી શ્રી માણિભદ્ર દેવ તપાગચ્છના સૂરિપ્રવરોને અચૂક સહાય–પ્રત્યક્ષ દર્શન આજે પણ શ્રદ્ધાનુંસાર આપે છે, જે અનેકોને અનુભવસિદ્ધ છે. સાધના-સિદ્ધિ ને આરાધના આત્માને સમકિતની નિર્મળતા ને સમાધિભાવની પ્રાપ્તિ આર્તધ્યાનથી મુક્તિ માટે કરવાનું ધ્યાન અને વિવેક અવશ્ય જરૂરી છે. સોરઠ–વંથલી, જૂનાગઢ મોટા મંદિર અને જામનગર શેઠના મંદિરે સાક્ષાતુ અનુભવો અનેક આત્માઓએ અનુભવ્યા છે. ભંડારમાં ૫00–300ની નોટો દર મહિને કેટલીય નીકળે છે જે દાદાની પ્રભાવિકતાની પ્રતીતિ કરાવે છે. શ્રી નવકાર મંત્રની ૧૧ માળા સાથે શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રની માળાના જાપ આજે અનેકને આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરીને સમાધિનાં મંગલ દાન કરે છે. તપગચ્છના રક્ષક શ્રી માણિભદ્ર ઇન્દ્ર પૂર્વ જીવનમાં નવકાર મંત્રનું ધ્યાન અને શત્રુંજય-યાત્રાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy