SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 667 અભિષેક કરતો પૂર્ણ કળશ છે. બીજી સૂઢોમાં રક્તવણાં પુંડરીક કમળો છે. ઐરાવત ગજરાજનું અંગ દિવ્ય રત્નજડિત અલંકારોથી શોભેલું છે. બાવન વીર, ચોસઠ યોગિની, અનેક રિદ્ધિસિદ્ધિના સ્વામી એવા વીસ હજાર સામાનિક દેવો તેમ જ કાળા-ગોરા બટુક ભૈરવ આદિ દેવોના તે સ્વામી છે. આવા દિવ્ય સ્વરૂપવાળા અનેક શક્તિના સ્વામી શ્રી માણિભદ્રદેવ યક્ષેન્દ્ર જૈનશાસનના મહાન શાસન-રક્ષક દેવ છે. શ્રી જૈનશાસનમાં શાસનદેવ તરીકે અનેક દેવદેવીઓની સ્થાપના થયેલી છે, જેમાં મોખરાનું સ્થાન શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રનું છે. શ્રી આદીશ્વર પરમાત્મા પૂર્વ નવ્વાણુંવાર શ્રી શત્રુંજય તિર્થાધિરાજ પર સમોસર્યા છે એવા મહાતીર્થના પરમ ભક્ત યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રજી છે. શ્રી માણિભદ્ર દાદાનું નામસ્મરણ પણ તમામ મશ્કેલીઓનો નાશ કરનાર છે. દ:ખોને ભગાડનાર છે લીઓનો નાશ કરનાર છે, દુઃખોને ભગાડનાર છે, રિદ્ધિસિદ્ધિને આપનાર છે અને પરમાત્મ-ભક્તિમાં સહાય કરનાર છે. શ્રી માણિભદ્ર યક્ષેન્દ્ર તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે ગણાય છે, જેમની ઉત્પત્તિનો ઇતિહાસ આ પ્રમાણે છે : પૂ. આચાર્યભગવંત શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે ઉજ્જૈન નગરમાં રહેતા માણેકચંદ નામના શ્રેષ્ઠીને જૈન ધર્મપરાયણ બનાવ્યા. આ માણેકચંદ શેઠ વ્યાપાર અર્થે પાલીમાં રહેતા હતા. ગુરુ ભગવંતને ખૂબ આગ્રહ કરી માણેકચંદ શેઠે પાલીમાં ચાતુર્માસ કરાવ્યું. એ ચાતુર્માસ દરમિયાન શ્રી શત્રુંજય માહાભ્યનો દિવ્ય મહિમાગાન ગુરુ ભગવંતના મુખે સાંભળતાં માણેકચંદ શેઠને એ તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રા કરવાના મનમાં કોડ જાગ્યા અને ગુરુ ભગવંત સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ગિરિરાજનાં દર્શન ન કરું ત્યાં સુધી અન્નજળનો ત્યાગ. અને તરત જ તીર્થયાત્રા માટે પ્રયાણ શરૂ કર્યું. માણેકચંદ શેઠના હૃદયમાં એક જ ભાવ છે જ્યારે હું સિદ્ધગિરિ ભેટું! કયારે એ પવિત્ર ગિરિરાજની છાયામાં બેસી મારા આત્માને નિર્મળ બનાવું! એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા અને સાતમા દિવસે ઉત્તર ગુજરાતના સિદ્ધપુર નજીકના મગરવાડા નામના ગામ પાસે માણેકચંદ પધાર્યા. મગરવાડામાં માનવોનો વાસ ખૂબ ઓછો હતો. ગાઢ વનરાજિના કારણે ગામ ભયંકર લાગતું હતું. શેઠ માણેકચંદ પર ડાકૂઓએ શસ્ત્રનો ઘા કર્યો અને શરીરનાં મસ્તક, ધડ અને પગની પિંડી છેદીને ત્રણ ટુકડા કરી નાખ્યા. શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક, શ્રી શત્રુંજય મહાતીર્થના ધ્યાનના દિવ્ય પ્રભાવે માણેકચંદ શેઠ વ્યંતર નિકાયના માણિભદ્ર નામે ઇન્દ્ર બન્યા. એ સમયમાં પૂ. આચાર્યભગવંત શ્રી આનંદવિમળસૂરિજી મ.સા.ના કેટલાક સાધુઓ ઉપર મંત્રપ્રયોગો થવા લાગ્યા. ગુરુભગવંતે સૂરિમંત્રનું ધ્યાન કર્યું ત્યારે સૂરિમંત્રના અધિષ્ઠાતા દિવે જણાવ્યું કે, આપ ગુજરાત બાજુ વિહાર કરીને જાઓ. ગુજરાતમાં પ્રવેશ કર્યા પછી અમનો તપ કરજો. ગુરુ ભગવંતે પોતાનો વિહાર ગુજરાત તરફ કર્યો અને વિહાર કરતાં કરતાં મગરવાડા ગામે પધાર્યા અને ત્યાં અમનો તપ કર્યો. અક્રમના પ્રભાવથી યક્ષેન્દ્ર માણિભદ્રદેવનું આસન કંપાયમાન થયું અને પોતાના ઉપકારી ગુરુદેવને જોઈ પોતે પ્રગટ થયા અને પોતાનું દિવ્ય દર્શન ગુરુભગવંતને આપ્યું. ગુરુ ભગવંતે ઉપસર્ગોનું નિવારણ કરવા માટે વિનંતી કરી અને તપાગચ્છના અધિષ્ઠાયક તરીકે તેમની સ્થાપના કરી. શ્રી માણિભદ્ર યક્ષેન્ને આ વાત સ્વીકારી ત્યારથી તપાગચ્છ અધિષ્ઠાયક તરીકે શ્રી માણિભદ્ર દેવ શાસનની રક્ષા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy