SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ 666 . . તપાગચ્છાધિષ્ઠાયક ધારેલું સહુ કામ સિદ્ધ કરવા, છો દેવ સાચા તમે, ને વિનો સઘળાં વિનાશ કરવા, છો શક્તિશાળી તમે, સેવે જે ચરણો ખરા હૃદયથી, તેને ઉપાધિ નથી, એવા શ્રી માણિભદ્ર દેવ તમને, વંદું ઘણા ભાવથી.. (૧) મનની સઘળી ઇચ્છા પૂર્ણ કરનારા, વિનોનો વિનાશ કરનારા, એવા શાસનરક્ષક શ્રી માણિભદ્રદેવનાં ચરણોમાં સાચા હૃદયથી વંદના કરવાથી, ભક્તિ કરવાથી જીવનમાં કદી પણ ઉપાધિ આવતી નથી. જૈન શાસનમાં સદાયે જાગૃત દેવ તરીકે જેમની ગણના થાય છે એવા શ્રી માણિભદ્રની સ્તુતિ કરતાં કવિ લખે છે કે – "દેવા સુખ સમસ્ત જનને, જે છે સદા જાગતા, સેવાના કરનારના પલકમાં, કષ્ટો બધાં કાપતા, સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે, આપે સદા સન્મતિ, એવા શ્રી માણિભદ્ર દેવ નમતા આનંદ થાયે અતિ".... (૨) ભક્તજનોનાં સઘળાં દુઃખો કાપી, સુખ આપવા માટે સદાયે જે જાગૃત છે અને જેના નામ-સ્મરણથી સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય એવા શ્રી માણિભદ્ર દેવનાં ચરણોમાં મારી કોટિ કોટિ વંદના. શ્રી માણિભદ્ર દેવનાં પ્રખ્યાત ત્રણ સ્થાન છે. (૧) ઉજ્જૈની નગરી જ્યાં માણિભદ્રજીનો પૂર્વ જન્મમાં માણેકચંદ શેઠ તરીકે જન્મ થયો હતો. એ ઉજ્જૈની નગરીમાં ક્ષિપ્રા નદીના કિનારે શ્રી માણિભદ્રજીની મસ્તક રૂપે પૂજા થાય છે. (૨) ઉત્તર ગુજરાતમાં આગલોડ ગામમાં ધડ પૂજાય છે. (૩) ગુજરાતમાં આવેલા મગરવાડામાં પિંડી પૂજાય છે. આ ઉપરાંત અનેક જગ્યાએ, અનેક જિનમંદિરોમાં શ્રી માણિભદ્રની સ્થાપના છે અને ત્યાં આજે પણ હજારો ભક્તો શ્રી માણિભદ્રદાદાનાં દર્શન કરી, ભક્તિ કરી, પોતાનાં દુઃખોને દૂર કરી આનંદપૂર્વક શ્રી માણિભદ્રદાદાનાં ગુણગાન ગાતા જણાય છે. તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે શ્રી માણિભદ્રદાદાની સ્થાપના થઈ છે. શ્રી માણિભદ્રદાદાની સ્થાપના તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે આચાર્ય ભગવંત શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે કરી છે, એમ કેટલાયે ગ્રંથોમાં વાંચવા મળેલ છે. પરિણામે આજે પણ તપાગચ્છીય દેરાસરો–ઉપાશ્રયોમાં ઘણી જગ્યાએ શ્રી માણિભદ્રદેવની મૂર્તિની સ્થાપના થયેલી જોવા મળે છે. શ્રી માણિભદ્રજીના સ્વરૂપનું વર્ણન કરતાં એવી હકીકત જાણવા મળે છે કે, શ્યામવર્ણનું શરીર છે, ચાર ભુજાઓ છે. શ્રી અરિહંત પરમાત્માની જમણી ભૂજા તરફ સદા રહે તે રીતનું એક દાઢાવાળા વરાહનું મુખ છે. તે દાઢા ઉપર જિનાલયના આકારની રાયણવૃક્ષની શાખા ધારણ કરેલી છે. તે દેવકુલિકા રૂપે શાખામાં શ્રી આદીશ્વર પરમાત્મા બિરાજમાન છે. શ્રી માણિભદ્રજીએ મહા તેજસ્વી દિવ્ય રત્નોથી જડિત દિવ્ય મુગટ મસ્તક પર ધારણ કરેલ છે. ત્રિશૂલ, ડમરૂ, મુદ્ગલ, અંકુશ, નાગપાશ આદિ આયુધો ધારણ કરનાર છે. સાત સૂંઢવાળા ઐરાવત ગજરાજ ઉપર તેઓ બિરાજમાન છે. તે ગજરાજની પ્રથમ સૂંઢમાં પરમાત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy