SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 611 ગુરુ મહારાજની હડપચીમાં ચાંપી દીધું. દાઢીના વાળ અને ચામડી દાઝી ગઈ તો પણ 'પ્રવાતે પિ નિઝNI પર્વ ઉરઃ' એ ન્યાયે પરમ પૂજ્યપાદ તારક ગુરુમહારાજ કાઉસગ્નમાં સ્થિર જ ઊભા રહ્યા. પરમ પૂજ્યપાદ તારક ગુરુમહારાજની વખાણવા જેવી ઉત્તમ કોટિની સમતાના પ્રત્યક્ષ દર્શન થવાથી શેઠશ્રીનો અપરાધી આત્મા હચમચી ઊઠ્યો. શેઠશ્રી થર થર ધ્રુજવા લાગ્યા. પરમ પૂજયપાદશ્રીનાં તારક ચરણોમાં શિર મૂકીને શેઠશ્રી ધ્રુસકે ધ્રુસકે રડતાં બોલ્યા : "ભગવન્! મારા જેવા પામર અધમાધમ મહામૂઢ ઘોર મહાપાપાત્માએ આ શું કર્યું? આપની દાઢી અને ચામડી બાળીને આપને તીવ્ર વેદના ઉપજાવનારું ઘોર અશાતાવેદનીય મહાપાપ બાંધ્યું. આપની ઘોરાતિઘોર મહા-આશાતના કરી. " અમ જેવા અધમોદ્વારક! પરમ ઉપકારક! તારક ગુરુદેવેશ! મારા ઉપર પરમ કરુણા કરીને મારા ઘોરાતિઘોર અક્ષમ્ય મહા-અપરાધની મને પરમ ઉદાર ભાવે ક્ષમા આપો. ભગવન્! મારાં પૂ. માતાજીને આજે અટ્ટમની તપશ્ચર્યાનું પારણું છે. આપશ્રીજી પધારીને પ્રતિલાભશો (લાભ આપશો) પછી જ પૂ. માતા પારણું કરશે." પરમ પૂજ્યપાદશ્રી એક અક્ષર જેટલો ઉપાલંભ આપ્યા વિના, રોષતોષ વિના સંયમની સુવાસનો સુસ્વાદ માણતા શેઠશ્રીના ગૃહ–આંગણે પધારે છે. "ધર્મલાભ' કહીને પરમ પૂજ્યપાદશ્રી ઊભા રહે છે. શેઠશ્રી, માતા અને સમસ્ત પરિવાર 'ભગવન્! પધારો પધારો કહે છે, એટલે પરમ પૂજ્યપાદશ્રીજી જયણાપૂર્વક ગૃહપ્રવેશ કરે છે. પરમ પૂજ્યપાદશ્રી સમક્ષ ગલી આલેખીને સમસ્ત પરિવાર વિધિવત્ વંદન કરે છે. પછી સમસ્ત પરિવારે પરમ ઉલ્લાસથી પરમ પૂજ્યપાદશ્રીજીને પ્રતિલાવ્યા. પરમ પૂજ્યપાદશ્રીજીની પરમ અનુમોદનીય આદર્શ કોટિની ક્ષમતાના પ્રત્યક્ષ દર્શનથી શેઠશ્રી માણેકચંદશા અતીવ પ્રભાવિત થયા. લોંકાયતનો પરમ અધર્મમય પાપમાર્ગનો સર્વથા ત્યાગ કરીને પુનઃ જિનેન્દ્ર પરમાત્માની પૂજા–સેવા-ભક્તિ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચકખાણ, તપ, જપ, આદિ ધર્મ-આરાધના પરમ શ્રદ્ધાથી કરવા લાગ્યા. વેપાર અર્થે શેઠશ્રી માણેકચંદશા પાલી–મારવાડ આવીને વસવાટ કરે છે. યોગાનુયોગ પ.પૂ. આ પ્ર. શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ. શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મ.સા. આદિ ૧૭ મુનિવરો સાથે વિહાર કરતા પાલી–મારવાડ પધારે છે. શેઠશ્રી માણેકચંદશાહે અત્યાગ્રહથી ખૂબ ઠાઠમાઠથી પરમ પૂજ્યપાદશ્રીનું ચાતુર્માસ કરાવ્યું. શેઠશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજય માહાભ્યનું શ્રવણ કર્યું. મનન પૂર્વક શ્રવણ કરવાના કારણે તીર્થાધિરાજરાજેશ્વર શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા-કરાવવાના મંગળ કોડ જાગ્યા. તીર્થયાત્રા કરવા-કરાવવાની ભાવના તીવ્રાતિતીવ્ર થઈ. ચાતુર્માસ અંતે પ. પૂજ્યપાદશ્રીના વરદ શુભ હસ્તે આશીર્વાદરૂપ અભિમંત્રિત વાસક્ષેપ મસ્તકે લઈને પરમ પૂજ્યપાદશ્રીની પુણ્ય ઉપસ્થિતિમાં તેઓશ્રીના શ્રીમુખથી માંગલિક શ્રવણ કરીને તીર્થયાત્રાર્થે શ્રીસંઘ સાથે મંગળ પ્રયાણ કર્યું. અર્થાત્ વિશાળ ચતુર્વિધ સંઘ કાઢયો. તીર્થયાત્રા ન થાય ત્યાં સુધી ઉપવાસ ઉપર ઉપવાસ કરવાનો શેઠશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy