SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ 610 તપાગચ્છાધિષ્ઠાયક છોડ્યો. પતિદેવ પાપનો ત્યાગ કરી પુનઃ ધર્મ–આરાધના કરે તે માટે શ્રીમતી સુશ્રાવિકા આનંદરતિએ છ વિગઈનો ત્યાગ કર્યો. ત્રણ ત્રણ વર્ષ પર્યત છ વિગઈનો અભિગ્રહ ચાલ્યો, તો પણ સુશ્રાવિકાના હૈયે ન વલોપાત કે ન મુખ ઉપર ખેદ કે ગ્લાનિ. માણેકચંદશા શેઠના અધર્મની અને પુત્રવધૂના અભિગ્રહની જાણ માણેકચંદશા શેઠનાં માતાજીને થતાં પારાવાર દુઃખ થયું. તેમણે પણ મનોમન સંકલ્પ કર્યો પુત્ર માણેકચંદશા અધર્મ–ઉન્માર્ગનો ત્યાગ કરી પુનઃ સન્માર્ગે ન આવે ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ. એ વાતને પણ છ માસ વીત્યા. પરમ માતૃભક્ત શ્રી માણેકચંદશા શેઠને માતાજીને છ માસથી છ વિગઈના ત્યાગ છે, તેની જાણ થતાં તેમને હૈયે ભૂકમ્પ જેવો ભયંકર આંચકો લાગ્યો, પારાવાર દુઃખ થયું. માતાજીને છ વિગઈનો ત્યાગ અને તેમાં પણ અક્રમની તપશ્ચર્યા ! પારણું કરવા શ્રી માણેકચંદશા શેઠે માતાજીને સબહુમાન અત્યાગ્રહપૂર્વક ખૂબ ખૂબ વીનવ્યાં ત્યારે માતાજીએ જણાવ્યું, " પ.પૂ. ગુરુમહારાજ પાસે પુનઃ ધર્મ અંગીકાર કરીને ધર્મ આરાધના કરે અને પ.પૂ. ગુરુમહારાજને સબહુમાન ઘરે પધરામણી કરાવી પરમ પૂજ્યપાદશ્રીને પ્રતિલામે.(વહોરાવે), તો જ હું પારણું કરું." ત્યારે માણેકચંદશા શેઠે જણાવ્યું," પરમ પૂજ્યપાદ ગુરુમહારાજ મારી શંકાનું સમાધાન કરે, તો હું પુનઃ પ્રભુપૂજા અને તપાગચ્છીય આમ્નાય પ્રમાણે ધર્મ-આરાધના ચાલુ કરું." - યોગાનુયોગ એ જ સમયમાં પરમ પૂજ્યપાદ વીરપ્રભુની પંચાવનમી પાટને શોભાવનાર આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના પટ્ટધર શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રમુખ સત્તર (૧૭) મુનિવરો સાથે ઉજ્જયિની નગરીની બહાર ઉદ્યાનમાં મહાકાળવન (પ્રેતવન) (અપનામ ગંધર્વ સ્મશાન)માં પધાર્યા. સર્વે મુનિવરો રાત્રે કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર ઊભા રહ્યા હતા. શેઠશ્રી માણેકચંદશા પ્રભાતે જાગૃત થઈને પૂજ્ય માતાજીને વંદન–નમસ્કાર કરીને વિગઈ વાપરવા પૂર્વક અઠ્ઠમની તપશ્ચર્યાનું પારણું કરવા આત્યાગ્રહપૂર્વક વિનંતી કરી. પૂજ્ય માતાજીએ એક જ આગ્રહ રાખ્યો કે, " તું પરમ પૂજ્યપાદ તારક ગુરુદેવેશ આચાર્યપ્રવરશ્રીને પરમ સબહુમાન ઘરે બોલાવી લાવીને તેઓશ્રીને ભક્તિપૂર્વક પ્રતિલાભે (વહોરાવે) તો જ હું પારણું કરીશ, અન્યથા હું તપશ્ચર્યા ચાલુ રાખીશ." માતાજીના મુખથી એટલું સાંભળતાં તો શ્રી માણેકચંદશા શેઠનું હૈયું હચમચી ગયું ને નેત્રોમાંથી દડદડ આંસુ સયાં. પૂજ્ય માતાજીની આશીર્વાદપૂર્ણ અનુમતિ લઈને શેઠશ્રી માણેકશા પરમ પૂજ્યપાદ આચાર્યપ્રવરશ્રી આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ સાહેબને સ્વગૃહે પધારવા માટે વિનંતી કરવા પ્રેતવન (ગંધર્વ સ્મશાન)માં ગયા. કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર ઊભા રહેલા પરમ પૂજ્યપાદશ્રીના દર્શન થતાં જ શ્રી માણેકચંદશા શેઠના મનમાં વિચાર ઉદ્ભવ્યો કે પરમ પૂજ્ય ગુરુમહારાજ કેવા સમતાના સાગર છે, તેની પરીક્ષા તો કરી લઉં. એમ વિચારીને સ્મશાનભૂમિમાં જ મૃતકની ચિતામાંથી સળગતું ઉંબાડિયું (લાકડું) લઈને કાઉસગ્નમાં સ્થિર ઊભા રહેલ પરમ પૂજ્યપાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy