SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 591 ૧૭. જો નૂતન દેવમૂર્તિની વિધિ ન હોય, માત્ર સ્થાપિત કે પ્રાચીન મૂર્તિ પર જ વિધિ કરવાની હોય તો પૂજનક્રમમાં પૂજન ક્રમાંક ચાર તથા આઠ કરવાની જરૂર નથી. તે સિવાય તમામ વિધિ કરવી. ૧૮. કુંભસ્થાપન-દીપકસ્થાપન માત્ર નૂતન મૂર્તિવિધાન હોય તો ફરજિયાત, અન્યત્ર અતિ આવશ્યક નથી. સમય-અનુકૂળતા અનુસાર કરાવવું. દેવની જમણી બાજુ (આપણી ડાબી બાજુ) અખંડ દીપકની જ્યોત, કુંભની સન્મુખતથાદેવની સન્મુખ રહે તે રીતે દીપક સ્થાપવો. દીપકસ્થાપનની વિશિષ્ટ વિધિ આગળ આપેલ તે અનુસાર કરાવવી. ૧૯. અષ્ટપ્રકારી પૂજા અષ્ટકર્મથી મુક્ત થવા માત્ર જિનેશ્વર ભગવંતોની હોય છે તેથી દેવદેવી માટે પંચોપચાર પૂજા, અષ્ટોપચાર પૂજા, ષોડશોપચાર પૂજા શબ્દપ્રયોગ વાપરવો. (આ શબ્દ જૈન સમાજમાં પ્રચલિત ન હોઈ શબ્દપ્રયોગ થોડો અસ્થાનીય લાગશે, પણ આવશ્યક –ઉચિત છે.) ૨૦. પૂજનના દિવસે રાત્રિભોજનનો સર્વએ ત્યાગ કરવો. આયંબિલ થાય તેમ કરવું. જીવદયાની ટીપ કરવી. ૨૧. કુંભસ્થાપનામાં એક સજોડે, અખંડ દીપક સ્થાપનમાં એક સજોડે, શ્રીફળસ્થાપનમાં એક કુંવારિકા અને પંચોપચાર પૂજામાં – દરેક પૂજામાં ચાર વ્યક્તિ લાભ લઈ શકશે. પૂજન ક્રમાંકઃ ૧. પૂર્વવિધિઃ સ્થાનશુદ્ધિ, સોનાવાણી, વાસ ચોખા, તિલક મંત્ર, વસ્ત્રશુદ્ધિ મંત્ર. ૨. દેહશુદ્ધિ : મંત્રસ્નાન, હૃદયશુદ્ધિ, કલ્મષદહન, પંચભૂતશુદ્ધિ, કરન્યાસ, વજપંજરસ્તોત્ર દ્વારા આત્મરક્ષા. ૩. કુંભસ્થાપન : અખંડ દીપક સ્થાપન, શ્રીફળ સ્થાપન. ૪. પ્રાણપ્રતિષ્ઠા મંત્ર (નૂતન પ્રતિમા મધ્યે અવતરણ મંત્ર) ૫. પંચકમુદ્રા દ્વારા આહ્વાનાદિ ક્રિયા. ૬ સ્તુતિ-પ્રાર્થના દ્વારા કુસુમાંજલિથી વધામણાં. ૭. સંકલ્પવિનિયોગ ૮. પાંચ અભિષેક – ત્રણ માર્જન (નૂતન પ્રતિમા હોય તો.) ૮.૧ પૂજન વિધાન સંયુક્તપણે કરવાનું હોય તો માર્જન પૂર્ણ થયાં. અન્યથા જળપૂજાસ્વરૂપે ૨૭ અથવા ૧૦૮ વાર સમયાનુસાર ગુલાબજળમાં અષ્ટગંધ મિશ્ર કરી તે સુગંધી જળ દ્વારા કરવા. ૯. પંચોપચાર પૂજા પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા, નૈવૈધપૂજા, શ્રીફળપૂજા. ૧૦. મંત્રજાપ. ૧૧. આરતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy