SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ 470 તપાગચ્છાધિષ્ઠાયક તપશ્ચરણ ભૂખમરો નથી અને સમતા-સાધુતા કંઈ સળગતી સગડી નથી." દાઢી બળવા જેવા મરણાંત ઉપસર્ગ વચ્ચેય અડોલ રહેલા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજનું દર્શન શેઠને એકદમ વિચારમગ્ન બનાવી ગયું. જ્યાં કાચના જ ટુકડાઓનો ઢગલો એમણે કહ્યો હતો, ત્યાંથી લાખ-લાખનાં મૂલ્ય ધરાવતા હીરા હાથ લાગી જાય અને જેવો આશ્ચર્યયુક્ત અહોભાવ અનુભવાય એથીય વધુ અહોભાવ સાથે શેઠ માણેકચંદ આચાર્યદેવના ચરણે ઢળી પડ્યા. શેઠની આંખમાંથી પશ્ચાત્તાપ બનીને વહી નીકળેલી એ આંસુધારે આચાર્યદેવનાં ચરણ તો પખાળ્યાં જ, પણ સાથે સાથે શેઠનું ચિત્ત પણ ચોખ્ખું ચણાક બનાવી દીધું. પૂજ્ય આચાર્યદેવનો કાયોત્સર્ગ પૂર્ણ થયો ત્યાં સુધીમાં શેઠ માણેકચંદની આંખમાંથી કેટલું ય આંસુજળ વહી નીકળ્યું હતું. આચાર્યદેવે જ્યારે ધર્મલાભનો આશીર્વાદ આપ્યો ત્યારે માણેકચંદશેઠની આંખમાં ફરી આંસુનું પૂર ઊમટી આવ્યું. આચાર્યદેવ તરફથી સાંત્વના મળતાં જ શેઠ કંઈક શાંત બન્યા. આ પછી એમણે પોતાની પૂરી કાળી કથા કહી સંભળાવી અને અગ્નિપરીક્ષા રૂપે આવો ઉપસર્ગ કરવા બદલ લળી લળીને માફી માંગી. માતુશ્રીની કેટલીય મથામણો. પિતાશ્રીની કેટલીય પ્રેરણાઓ, ધર્મપત્નીની કેટલીય વિનવણીઓ અને સાધુજનોના કેટલાય સદુપદેશો જે ફલશ્રુતિ આણવામાં નાસીપાસ સાબિત થઈ ચૂક્યાં હતાં, એ ફલશ્રુતિ નિપજાવવા શ્રી આનંદવિમલસૂરિજી મહારાજની મૌન મુખમુદ્રા વિજયી જાહેર થઈ. આ એક બનાવે શેઠની જિંદગી જ પલટાવી નાંખી. આ પછી તો ધર્મ સમજીને એ શેઠ શ્રી આનંદવિમળસૂરિજીના એકદમ ભક્ત બની ગયા. એ ભક્તિની માત્રા એટલી બધી વધી ગઈ કે, પોતાનો ભૂતકાળ પોતાના માટે પણ કલ્પનામાંય ન કલ્પી શકાય, એવો જણાવા માંડ્યો. થોડાઘણા પરિચયના અંતે એક દહાડો શેઠ માણેકચંદે પૂ.આ.શ્રી આનંદવિમળસૂરિજી મહારાજને વિનંતિ કરી કે પ્રભો ! મારી ઉપર વધુ ઉપકાર કરવા આપ પાલી-મારવાડ પધારો અને મને ચાતુર્માસનો લાભ આપો. આ વિનંતિ આપ સ્વીકારશો તો મારા ઘણા ઘણા મનોરથોની પૂર્તિ થવા પામશે. "વર્તમાન જોગ"ના શબ્દોમાં વિનંતિનો જવાબ વાળવામાં આવ્યો; પરંતુ આચાર્યદેવશ્રીને પણ એવું લાગ્યું કે પાલી ચાતુર્માસ થાય તો ખરેખર વધુ લાભ થાય. એથી એઓશ્રી પાલી પધાર્યા ત્યારે માણેકચંદ શેઠ મયૂર બનીને નાચી ઊઠ્યા. ચાતુર્માસના એ દિવસો વીતવા માંડ્યા એમ એમ શેઠ માણેકચંદની ધર્મભાવના પણ ઉત્તરોત્તર વધુ ને વધુ સુદઢ બનતી ગઈ. એમાં પણ ' શ્રી શત્રુંજય માહાભ્ય' ગ્રન્થનું શ્રવણ કરતાં કરતાં તો એમણે જે આનંદ અનુભવ્યો અને જે મનોરથમાળા સેવી એ તો અજબગજબની હતી. આ ગ્રંથ પૂર્ણ થતાં જ એમણે હાથ જોડીને વિનંતિ કરી કે ભગવન્! આપ દર્શાવો એ દિવસે મારે શત્રુંજયની યાત્રા કરવા રવાના થવું અને તીર્થમાં પહોંચીને પછી જ પારણું કરવું. આ વચગાળો મારે ઉપવાસના તપ સાથે શ્રી શત્રુંજયના જપમાં જ પસાર કરવો. હું આ રીતે પ્રતિજ્ઞાબદ્ધ બનવા ઇચ્છું છું, માટે આવો અભિગ્રહ આપવાનો અનુગ્રહ કરવા વિનંતિ. શ્રી આનંદવિમળસૂરિજીએ આવી પ્રતિજ્ઞા આપતાં પૂર્વે ઘણી ઘણી ચકાસણી કરી જોઈ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy