SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ (46) તારાજ બનાવી દેવા છતાં હજી તૃપ્ત થતો નથી ! શિથિલાચારના કેટલાય ભોરિંગોએ મંદિર–ઉપાશ્રયોમાં પોતાના રાફડા નાંખ્યા છે. આવી કટોકટીની પળે ધ્યાનનાં ધતિંગ ચલાવવાનાં હોય ખરાં? ને ખરેખરી તાકાત હોય તો આ બધાની સામે મેદાને પડીને શાસનની રક્ષા ન કરવી જોઈએ શું? આમ અદશ્ય રીતે દાંત કચકચાવીને માણેકચંદશેઠ માતાનું મન રાખવા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ પાસે જવા રવાના થયા. શેઠ માણેકચંદનું મન આજે ખરેખરું બંડખોર બન્યું હતું. રસ્તામાં ચાલતાં ચાલતાં આવા ને આવા જ વિચારો એમના મનમાં તોફાન જગાડી રહ્યા. ધતિંગ આજે ધર્મ તરીકે પૂજાઈ રહ્યો છે. સળગતી સગડી આજે તપોમૂર્તિ તરીકે વંદના પામી રહી છે, અને મેલાંઘેલાં ચીંથરાને જ ચારિત્ર તરીકેની પ્રસિદ્ધિ આજે મળી રહી છે. આ આનંદવિમળસૂરિ પણ આવા જ ધતિંગના ધજાગરાથી વિશેષ કંઈ નહિ હોય ! ચાલ, આજે તો એમની બરાબર પરીક્ષા લઈ નાંખું, જેથી પ્રત્યક્ષ દેખાઈ આવે કે આ સાધુતાના પડદા પાછળ કેવો સગડો ધખધખી રહ્યો છે! આવા ને આવા વિચારોએ શેઠ માણેકચંદને આજે ઉગ્ર ને વ્યગ્ર બનાવી દીધા હતા. એથી સામાન્ય માણસાઈને પણ ભૂલી જઈને એમણે શ્રી આનંદવિમળસૂરિજી મહારાજની એવી કઠોર અગ્નિપરીક્ષા કરવાનું નક્કી કર્યું કે, જો જરાક જ ગફલતમાં રહી જવાય તો એ પરીક્ષા જીવલેણ નીવડે ! શેઠ ક્ષિપ્રાના તટ પર થઈને શ્રી આનંદવિમળસૂરિજીને શોધતા શોધતા એ સ્મશાનમાં જઈ પહોંચ્યા. સ્મશાનથી થોડાક દૂરના પ્રદેશમાં શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ ધ્યાનસ્થ મુદ્રામાં અડોલ ઊભા હતા. એમની એ અડોલતાને હાલમડોલમ કરી મૂકવાના શપથ સાથે, શેઠ માણેકચંદે સ્મશાનમાં સળગી રહેલી ચિતામાંથી સળગતું એક લાકડું ઉઠાવ્યું. એ લાકડાને શ્રી આનંદવિમળસૂરિજી મહારાજની દાઢી સાથે અડાડતાં એઓ ખડખડાટ હસવા માંડ્યા: આ લાકડું વધુ ગરમ છે કે સાધુતાનો ઢાંકપિછોડો પામેલો આ સગડો વધુ ગરમ છે, એ હવે આબાદ પરખાઈ જશે ! દાઢીના વાળ સાથે એ લાકડું અડ્યું ત્યાં જ દાઢી સળગવા માંડી. પણ તોય એ કાઉસ્સગ્ગ મુદ્રા જ્યારે અડોલ–અણનમ રહી ત્યારે માણેકચંદશેઠ એકદમ સ્તબ્ધ બની જઈને વિચારમગ્ન થઈ ગયા. તરત જ એમણે લાકડું પાછું ખેંચી લીધું અને સળગતી દાઢીને ઠારી દીધી. અગ્નિપરીક્ષાની પળોમાં પણ સો ટચની સચ્ચાઈ જાળવી જાણનારી એ સાધુતાએ શેઠને વિચાર કરતા કરી દીધા. એ સાધુતા જાણે માણેકચંદને ઉપદેશી રહી : " આ વસુંધરા તો બહુરત્ના છે. અસનાં અંધારાં ભલે ઠેરઠેર જાગ્યાં છે; પણ સતનાં આવાં અજવાળાં ય ખૂણેખાંચરે હજી જાગૃત જ છે, જે એકચ્છત્રી સામ્રાજ્ય સ્થાપવા ધમપછાડા મારતા અંધકાર માટે 'રૂક જાવ'નો પડકાર બની રહ્યાં છે. અંધકારનો જથ્થો ભલે વિરાટ રહ્યો; એની સામે જાગતી આ જ્યોત ભલે નાનકડી જ દેખાય; પરંતુ આવી જ્યોત મેદાનમાં આવતાં જ પેલો જથ્થો ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. આ એક હકીકત છે, માટે કાળજે કોતરી રાખ કે ધર્મધતિંગ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy