SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 327 જે દેવનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડિયે શ્વાસોચ્છવાસ લે છે. અને તેટલા જ હજાર વર્ષે આહારની ઇચ્છા ઊપજે છે. જેમ કે સર્વાર્થસિદ્ધવાસી દેવોનું ૩૩ સાગરનું આયુષ્ય છે તે ૩૩ પખવાડિયે (૧ મહિને) શ્વાસોચ્છવાસ લે છે અને ૩૩ હજાર વર્ષે આહાર ગ્રહણ કરે છે. દેવોને કવલ આહાર નથી, પણ રોમ આહાર છે. અર્થાત જ્યારે આહારની ઇચ્છા થાય છે ત્યારે રત્નનાં શુભ મુગલોને રોમ રોમથી ખેંચીને તૃપ્ત થઈ જાય છે. મહાશક્તિશાળી આ દેવો, જુદી જુદી જાતની ક્રીડા કરવાવાળા બધી રીતે પ્રકાશમાન, આધિ-વ્યાધિથી દૂર હોવાના કારણે ખુશ રહેનારા પુણ્યકર્મના ભોગવટામાં પ્રસન્ન ચિત્તે આયુષ્ય પૂર્ણ કરનારા દેવો હોય છે. તેઓને કોઈ જાતની ગર્ભવેદના ભોગવવી નથી પડતી. વૃદ્ધાવસ્થાનાં દુઃખો કે મરણ સમયની શારીરિક વેદના પણ નથી હોતી. મનુષ્ય અવતારમાં અનન્ત તથા અસંખ્યાત જીવોની રક્ષા સંયમ, સરાગ સંયમ, શ્રાવક ધર્મ, બાળતપ, અકામ નિર્જરા, દાન, સત્કર્મ વગેરે પુણ્યકર્મોની ઉપાર્જના કરેલી હોવાથી દેવગતિને મેળવનારા ભાગ્યશાળીઓ દેવશય્યા ઉપર ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની સુંદર કાંતિ, દેદીપ્યમાન શારીરિક પ્રભા, સુંદર સ્થાન, કપૂરની ગોટી જેવું શરીર, ભૂખ–પ્યાસ-સંતાપ અને વિયોગની વેદના વિનાનું જીવન, સુંદર-સ્વચ્છ વિમાનો તથા ભવનોમાં સ્વેચ્છા પ્રમાણે રહેવાનું, મનમાન્યાં આભૂષણો, કપડાંઓ તથા શાસ્ત્રોની પ્રાપ્તિમાં મસ્ત થઈને આમોદ-પ્રમોદ કરનારા દેવતાઓને આપણા કરતાં અસંખ્યાત અનન્તગુણ વધારે આયુષ્યકર્મ ભોગવવાનું હોય છે. નાચ–ગાન-ખેલ-તમાશામાં સમય પસાર કરનારા દેવો પોતાની દેવીઓ સાથે અને દેવીઓ પોતાના દેવો સાથે અમનચમન કરનારાં હોય છે. મનુષ્યની, મનુષ્યલોકની ગંધથી સર્વથા દૂર રહેનારા જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો છે. વૈમાનિક દેવોની અનાદિ કાળથી એવી મર્યાદા છે કે પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓની ઉત્પત્તિ હોય છે ત્યારે આગળના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ જ નથી. આ કારણે જ તેમનાં જીવન પવિત્ર, હૃદયના પરમાણુઓ શાંત, આંખમાં નિર્વિકારિતા તેમ જ દિલ અને દિમાગ પણ ઠંડાં હોય છે. દેવોના જીવનમાં વિષયવાસના ઓછી છે અથવા જીવન સંયમિત હોય છે. કારણોની શુદ્ધતા હોય ત્યારે જ કાર્યની પણ શુદ્ધતા હોય છે. વૃત્તિ જેમની પવિત્ર હોય છે તેમની પ્રવૃત્તિ પણ શીતળ, ગંભીર, પરોપકારપૂર્ણ અને જીવ માત્ર પ્રત્યે કલ્યાણકારિણી હોય છે. પહેલા અને બીજા કલ્પમાં દેવીઓની વિદ્યમાનતા છે. માટે તે દેવ અને દેવીઓ મનુષ્યની માફક જ વિષયવાસનાનો અનુભવ કરે છે. તો પણ બંને દેવલોકમાં તેમનાથી ઉપરના દેવોને વિષયવાસના માટે અત્યુત્કટ રાગ, ઉતાવળ અને મર્યાદાભંગ હોતો નથી તેથી તેમના જીવનમાં સુખ–શાંતિ-સમતા ને સમાધિ વધારે હોય છે. ત્રીજા અને ચોથા દેવલોકના દેવોને મનુષ્યની માફક વિષયસેવન હોતું નથી. છતાં યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy