SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ 326 તપાગચ્છાધિષ્ઠાયક વિજય અનુત્તર વિમાન, દક્ષિણમાં વિજયંત અનુત્તર વિમાન, પશ્ચિમમાં જયંત અનુત્તર વિમાન અને ઉત્તરમાં અપરાજિત અનુત્તર વિમાન અને મધ્યમાં સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન આવેલું છે. પ્રથમ ચાર વિમાનોના દેવોનું જઘન્ય આયુષ્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે; જ્યારે સર્વાર્થસિદ્ધ દેવવિમાનના દેવોનું આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. બધાં વિમાનોમાં આ પાંચ વિમાન શ્રેષ્ઠ હોવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થસિદ્ધ વિમાનની છતની મધ્યમાં ર૫૩ મોતીનો એક ચંદ્રવો હોય છે. તેમાં મધ્યનું એક મોતી ૬૪ મણનું છે. ચોતરફ ૪ મોતી ૩ર-૩ર મણનાં છે. તેની પાસે ૮ મોતી ૧૬ – ૧૬ મણનાં છે. તેની પાસે ૧૬ મોતી ૮-૮ મણનાં છે. તેની પાસે ૩ર મોતી ૪-૪ મણનાં છે. તેની પાસે ૬૪ મોતી ર–૨ મણનાં છે. અને તેની પાસે ૧૨૮ મોતી ૧–૧ મણનાં છે. તે મોતી હવાથી પરસ્પર અથડાય છે ત્યારે તેમાંથી રાગ, ૩૬ રાગણી નીકળે છે. જેમ મધ્યાહ્નનો સૂર્ય સર્વને મસ્તક પર દેખાય છે તેમ આ ચંદરવો પણ સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવોને પોતાના મસ્તક પર દેખાય છે. આ પાંચે વિમાનોમાં શુદ્ધ સંયમ પાળનાર, ચૌદ પૂર્વધર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદેવ જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહે છે. જ્યારે કંઈ સંદેહ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને અહીં બિરાજમાન તીર્થંકર ભગવાનને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે અને ભગવાન તે પ્રશ્નના ઉત્તરને મનોમય પુદ્ગલોમાં પરિણમાવે છે. તેને તેઓ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે. પાંચે વિમાનોના દેવો એકાંત સમ્યગુ– દષ્ટિ હોય છે. ચાર અનુત્તર વિમાનના દેવો સંખ્યાત ભવ કરીને અને સર્વાર્થસિદ્ધ દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવો સર્વથી અધિક સુખી છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સામાનિક, આત્મરક્ષક આદિ નાનામોટા દેવ કોઈ નથી. સઘળા સમાન ઋદ્ધિવાળા છે તેથી તેઓ 'અહમેન્દ્ર' કહેવાય છે. અહીં ફક્ત સાધુઓ જ આયુષ્ય પૂર્ણ થયે ઉપન્ન થાય છે. ઉક્ત બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન–એ ૨૬ સ્વર્ગના દર પ્રતર અને ૮૪૯૭૦૨૩ વિમાન છે. તે બધાં રત્નમય છે. અનેક સ્થંભ પરિમંડિત, અનેકવિધ ચિત્રોથી ચિત્રિત, અનેક ખતીઓ તથા લીલાયુક્ત પુતલીઓથી શોભિત, સૂર્ય જેવા ચકચકિત અને સુગંધથી મઘમઘાયમાન હોય છે. પ્રત્યેક વિમાનમાં ચોતરફ બગીચા હોય છે, જેમાં રત્નોની વાવડી, રત્નમય નિર્મળ જળ અને કમળોથી મનોહર છે. રત્નોમાં સુંદર વૃક્ષ, વલ્લી, ગુચ્છા, ગુલ્મ, તૃણ, વાયુથી પરસ્પર અથડાવાથી તેમાંથી રાગ, ૩૬ રાગણી નીકળે છે. ત્યાં સોના-રૂપાની રેતમાં વિધવિધ આસનો હોય છે. સુંદર, સદેવ નવયૌવનથી લલિત, દિવ્ય તેજ-કાંતિના ધારક, સમચતુરસ્ત્ર સંસ્થાને સંસ્થિત,અત્યુત્તમ મણિરત્નોના વસ્ત્રાભૂષણથી અલંકૃત દેવદેવીઓ ઇચ્છિત ક્રીડા કરતાં, ઇચ્છિત ભોગ ભોગવતાં, પૂર્વોપાર્જિત પુણ્યફળ અનુભવતાં વિચરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy