SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] પ૧ સકલ સિદ્ધિદાત્રી માતા પદ્માવતીજી (લેખક: જસુભાઈ જે શહ) ૨૨૦ સિદ્ધિના બે પ્રકાર : આધ્યાત્મિક અને ભૌતિક. આ બંનેય પ્રકારની સિદ્ધિનાં પ્રદાત્રી શ્રી પદ્માવતીદેવી, માટે જ માતા પદ્માવતીજીને સકલ સિદ્ધિદાત્રી કહ્યાં છે. માતા પદ્માવતીજીની કૃપાથી પ્રાપ્ત બનતી અનેકવિધ સિદ્ધિઓનું શાસ્ત્રપાઠો શ્લોકો દ્વારા પ્રતિપાદન કરતું રસપ્રદ અને શ્રદ્ધાવર્ધક વિસ્તૃત નિરૂપણ. દસ મહાવિધાઓ અને શ્રી પદ્માવતીજી (લેખક: પ્રા. જનાર્દનભાઈ દવે) ૨૩૧ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગના સમન્વયનું હિન્દુ શાસ્ત્રો અને જૈનધર્મમાં દર્શન; દસ મહાવિદ્યાદેવીઓ, તેની ઉત્પત્તિની કથા, તેનાં સ્વરૂપો, પ્રભાવ તેમ જ તેના ધ્યાનના સાર્થ શાસ્ત્રપાઠો, શ્લોકો, તેનાં ઉપાસ્ય રૂપો, ઉપાસ્ય મંત્રી અને મંત્રી સહિત અનેક પ્રમાણો સાથે દસે વિદ્યાદેવીઓનો અભ્યાસપૂર્ણ માહિતીપૂર્ણવિસ્તૃત પરિચય; અને શ્રી પદ્માવતીજીનો સંબંધ શ્રી લલિતા, ભુવનેશ્વરી અને કમલા મહાવિદ્યાદેવીઓ સાથે હોવાના આધારભૂત નિર્દેશો સાથેનું, શ્રી પદ્માવતીજીનો સર્વત્ર પ્રભાવ હોવાનું નિરૂપણ. દેવી સાધનામાં સર્વોત્તમ સાધના પદ્માવતીદેવીની ૨૩૯ દેવ-દેવીઓની ઉપાસના; દેવો કરતાં દેવીઓ અતિ સૌમ્ય અને ઝડપથી રીઝનારી-પ્રભાવશાળી; જૈનધર્મમાં આઠજયાદેવી, સોળ વિદ્યાદેવી, ચોવીસ શાસનદેવી વગેરે સ્વરૂપો; આ તમામ દેવી સાધનામાં પદ્માવતીદેવીની સાધના સર્વોત્તમ; પદ્માવતીજીના અનેક સ્વરૂપો, તેમનાં ઉપાસ્ય રૂપો; પદ્માવતીજીની સાધના માટે અનેક મંત્રો, યંત્રો અને વિધિવિધાનો; અને પદ્માવતીજીની સાધનાથી મળતી સિદ્ધિ વગેરેનું માહિતીપ્રદ આલેખન. સર્વશક્તિશાળી દેવી પદ્માવતી લેખક : ભંવરલાલજી નાહટા] ૨૪૨ જૈનધર્મમાં પદ્માવતીજીનું સ્થાન; ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાત્રી દેવી પદ્માવતી; ધરપન પદ્માવતી અને તેનો ઐતિહાસિક સંદર્ભ; પદ્માવતીની પૂજાવિધિ અને તેમાં જરૂરી બાબતો; પદ્માવતીનું સ્થાનક અને મૂર્તિઓ; પદ્માવતી પર લખાયેલી કાવ્યકૃતિઓ; ઉવસગ્ગહરં સ્તોત્રનું મહત્ત્વ; નગપુરાતીર્થ સાથે સંલગ્ન કથા; ખરતરગચ્છના પ્રભાવક દાદા શ્રી જિનકુશલસૂરિજી અને મહાન સાધક શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ આદિને શાસનના સંકટનિવારણ અને ઉત્કર્ષ માટે થયેલ પદ્માવતીની સહાય. શક્તિઉપાસના-કૈવલ્યયાત્રામાં અચિંત્ય-ચિંતામણિ પદ્માવતીદેવી લેખક : પુષ્કરભાઈ ગોકાણી) ૨૪૮ વિશ્વની વિવિધ સંસ્કૃતિ અને ધર્મોમાં માતૃપૂજાનો મહિમા; સાધનાના માર્ગે અચિંત્યચિંતામણિ પદ્માવતીદેવીનો મહિમા; પદ્માવતીની મૂર્તિ, મુદ્રા, અને તેને આપવામાં આવતાં વિશેષણોનું અર્થઘટન; પદ્માવતીના સ્તોત્રોનું મહત્ત્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy