SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી દેવીઓનો જુદા-જુદા સંજોગોમાં પ્રાદુર્ભાવ, પ્રકૃતિવાદી અને અધ્યાત્મવાદીઓનીવિચારધારા, ભારતીય પરંપરામાં પ્રત્યેક ધર્મ, સંપ્રદાય ને જ્ઞાતિ-જાતિમાં શક્તિની ઉપાસના, શક્તિની ઉપાસનાનો વિકાસ અને વિસ્તાર વગેરેનું રસપ્રદ, માહિતીસભર, અભ્યાસપૂર્ણ આલેખન. ભારતીય સંસ્કૃતિ અને શક્તિ-ઉપાસના [લેખક : ડૉ. મુકુન્દ કોટેચા] સંસ્કાર અને સંસ્કૃતિનું અર્થઘટન, આધ્યાત્મિક જીવન અને ભારતીય સંસ્કૃતિ, પૂર્વકાલીન ભારતમાં શક્તિ-ઉપાસના, તેની વિશેષતા, માહાત્મ્ય, આદ્યશક્તિ-પરામ્બાનો પરિચય, વેદમાં, પુરાણોમાં તથા જૈન અને બૌદ્ધધર્મમાં શક્તિ-ઉપાસના, દશ મહાવિદ્યાશક્તિદેવી વગેરેનું વિવિધ પ્રમાણો અને સંદર્ભોથી યુક્ત અભ્યાસપૂર્ણ, રસપ્રદ આલેખન. જૈનધર્મમાં શક્તિનો મહિમા : એક રૂપરેખા [લેખક : પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી] ૧૦૮ જૈનધર્મમાં શક્તિ-ઉપાસનાનાં વિવિધ સ્વરૂપો, પ્રચલિત અને અલ્પ પ્રચલિત આરાધ્ય દેવીઓ, તીર્થંકરોની માતાઓના નામ, ૧૬ વિદ્યાદેવીઓના નામ અને મહિમા, દિકુમારિકાઓ-લક્ષ્મીનો અલ્પ પરિચય, તીર્થંકરો અને તેમનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ (યક્ષ-યક્ષિણીઓ)નાં નામ, ચક્રેશ્વરી, જ્વાલામાલિની, અંબિકા અને પદ્માવતીદેવીનાં સ્વરૂપો, મહિમા, પ્રભાવ-વિવિધ સંદર્ભો સાથે પરિચય, સરસ્વતી અને પ્રબોધિત દેવીઓનો અલ્પ પરિચય... વગેરેનું માહિતીસભર અને રસપ્રદ અવલોકન. વિશ્વમાં શક્તિ-ઉપાસનાનો ઐતિહાસિક પરિચય લેખક : ડૉ. નારાયણ મ. કંસારા] ૧૧૪ પૃથ્વી-માતા, આકાશ-પિતા વગેરેની પૂર્વકાલીન પવિત્ર ધારણાઓ, પૃથ્વીમાતા-માતૃદેવીનું પ્રાધાન્ય, શક્તિ-ઉપાસનામાં તેની મુખ્યતા, શક્તિ-માતૃ-દેવી ઉપાસનાની વિશ્વવ્યાપી ઐતિહાસિક વિચારણા, વિશ્વના પૂર્વકાલીન સંસ્કૃતિ-પ્રદેશોમાં માતૃદેવીનું પ્રચલન, તેનાં નામો, અર્થો, સ્વરૂપો, સંબંધોનું સંદર્ભો સાથે સવિસ્તાર અભ્યાસપૂર્ણ અવલોકન, અદિતિદેવીનું માહાત્મ્ય અને દુનિયાની વિવિધ ભાષાઓમાં તેનો વિધ-વિધ નામે અને સ્વરૂપે નિર્દેશ, શક્તિપૂજાના સ્થાનો, શક્તિ પીઠોની સંખ્યા, તેનાં સ્થાનો અને તેમાં સ્થાપિત દેવીઓના નામોની વિસ્તૃત જાણકારી, પુરાણ ગ્રંથો તેમજ જૈન અને બૌદ્ધધર્મમાં શક્તિદેવીઓના આવતા નિર્દેશો તથા શક્તિ-ઉપાસનાનો મહિમા, પ્રભાવ, વિસ્તાર વગેરેનું રસપ્રદ અને માહિતીપૂર્ણ આલેખન. શક્તિ અને શાતાનો સ્રોત ૧૦૪ લેખક : પ્રા. પુરુષોત્તમ ગણેશ માવળંકર] પ્રાર્થનામાં અદ્ભુત સામર્થ્ય છે, તેમાં શક્તિ અને શાતા (સુખ-શાંતિ) નો સ્રોત વહે છે; નિઃસ્પૃહ જ સાચી પ્રાર્થના છે; જીવનના નિત્યક્રમમાં અને વિશિષ્ટ અવસરના પ્રારંભે પ્રાર્થના કરવાની એક પરંપરા; ગાંધીજીના જીવનમાં પ્રાર્થનાનું ઊંચું સ્થાન; પ્રાર્થનાથી મળતી પ્રેરણા, નિર્ભયતા અને સામર્થ્ય વગેરેનું સ્વજીવનના પ્રસંગો સાથે ચિંતનાત્મક આલેખન. Jain Education International For Private & Personal Use Only ૧૨૦ www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy