SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] મહાપુરુષોને વંદન કરતા રહેવું, એમની નિશ્રામાં રહેવું – આ બધા આપણાં અહમને ઓગાળવાના ઉપાયો છે. આવા સદ્ગુણોવાળો માનવી જ ધર્મરત્નને માટે પાત્ર છે. એવી પાત્રતા જેનામાં હોય, એ જ દૈવી સાધનાના સાચા અધિકારી બની શકશે. આ અનુભૂતિ એટલે શું? ચમત્કારિક અનુભવો અથવા અતીન્દ્રિય અંતરાત્મા વિષેના ગૂઢ અનુભવો શું છે? જૂના જમાનાના ઘણા લોકો અને આજના પણ કેટલાક લોકો ધર્માનુભવ વિષે અનેક પ્રકારના વિચિત્ર ખ્યાલ સેવતા હોય ! છે. કાંઈક અકુદરતી બનાવ બને, દા. ત. પથ્થર પાણી પર તરે, પશુ મનુષ્યની વાણી બોલે, અણધારી મોટી સહાય મળે, કોઈ ગેબી નાદ સંભળાય, વિનાકારણે કોઈ પ્રકાશ દેખાય, સુગંધનો અનુભવ થાય, તો એ બધો ધર્માનુભવ છે, એમ તેઓ માનતા દેખાય છે. સામાન્ય રીતે કુદરતમાં જે ન મળે તે મળવાથી ધર્મ પ્રગટ થાય છે અથવા માણસની પ્રગતિનું એ દ્યોતક છે, એમ માનવું એ ભૂલભરેલું છે. હકીકતે તો જે અનુભવ દ્વારા આત્માનો સુંદર વિકાસ થાય, નિજ વ્યક્તિત્વ સોળે કળાએ ખીલીને ઝળકી ઊઠે, માણસ ઇન્દ્રિયસુખોની લાલસા છોડવા તત્પર થઈ જાય, ઉત્કટ પ્રેમ અને નિરપેક્ષ સેવાભાવનાના અંકુરો ફૂટે, સત્યની અને જ્ઞાનની અદમ્ય ખોજનો તરવરાટ જાગે, શીતળ ભાવથી અથવા પ્રસન્નતાપૂર્વક થતું બલિદાન, સર્વ ભૂતો પ્રત્યે સિદ્ધ થયેલો સમભાવ, એ જ બધા ખરેખરા ધર્માનુભવો છે. માણસ પૂર્ણ રીતે જીવન જીવે એટલે એને એવા અનુભવો સ્વાભાવિક થતા જ રહે છે. અને એવા વાસ્તવિક ધર્માનુભવની અસર જીવન પર ચમત્કારિક અને ઊંડી થતી હોવાથી ખાસ સાધના દ્વારા શ્રવણ, મનન અને ધ્યાન દ્વારા એવા અનુભવ વહેલા થાય, વ્યવસ્થિત થાય અને છેક ઊંડે સુધી પહોંચે. કેટલાક લોકોને અમુક ધર્માનુભવ થાય, તો તેને ઓળખી શકતા નથી. એથી ઊલટું, કેટલાક લોકો જરા સરખો કાંઈ આડોઅવળો અનુભવ થાય, તો તેને સાક્ષાત્કાર માની લે છે. આ ભેદરેખાને આપણે સમજવાની પરમ અનિવાર્યતા છે. કલકત્તથી પ્રગટ થતા “જનસત્તા' હિન્દી દૈનિકપત્રના તા. ૧૫-૯-૯૨ના અંકમાં પ્રમોદ ભાર્ગવના લખવા મુજબ સિંધુ અને પાર્વતી નદીના સંગમસ્થાન ઉપર પદ્માવતી નામનું નગર વસેલું છે, જ્યાં વરસાદમાં સિક્કાઓ વરસે છે. આ રહસ્યમય ઘટના અન્વેષકો માટે રસનો વિષય બની રહે છે. શબ્દશક્તિનો પ્રભાવ ચૌદ પૂર્વનો અર્થ એટલે નમસ્કાર મહામંત્ર. તેમાં રહેલી તાકાતે ફણીધર પણ મણિધર મોર બને. શબ્દોની મંત્રશક્તિથી બેડીઓ પણ તૂટી જાય તે ભક્તામર સ્તોત્રનો પ્રભાવ સુપ્રસિદ્ધ છે. અડસઠ હજાર મહાવિદ્યાઓ નમસ્કાર મહામંત્રના અડસઠ અક્ષરોમાં છે. શાંતિ નિમિત્તે યુગપ્રધાન શ્રી ભદ્રભાહુ સ્વામીજીએ ઉવસગ્ગહરં સ્તોત્ર રચ્યું. એ સ્તોત્રનો પ્રભાવ અચિંત્ય છે. સિદ્ધસેન દિવાકરજી મહારાજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy