SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી નિયમોનું વિધાન કરેલું છે. આગમોમાં યમની જગ્યાએ મહાવ્રત અને નિયમની જગ્યાએ અણુવ્રત, ગુણવ્રત તથા શિક્ષાવ્રતનો પ્રયોગ કરેલો છે. ભારતીય સાધનાનું સમગ્ર સ્વરૂપ આમાં સમાઈ જાય છે. સંયમને જીવનનો પાયો બનાવવામાં આવે તે સાધનામાર્ગના પ્રવાસી માટે જરૂરી છે. ઉપરાંત વૈરાગ્ય, વિશ્વપ્રેમ અને જ્ઞાન – સાધનાની આ ત્રણ આધારશિલાઓ છે. ૩૮ સમતાના વિકાસ, પોષણ અને સ્થિરતા માટે થઈને પણ, ઉ૫૨નાં ત્રણેય અંગો આવશ્યક તો છે જ. સાધનામાર્ગે આગળ વધતો સાધક હંમેશાં સન્માનનીય હોય છે. તેનું સન્માન પરાશક્તિનું જસન્માન છે. સાધક જેટલી પવિત્રતાથી રહેશે તેટલી દિવ્યતા અવશ્ય પ્રાપ્ત કરશેજ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. સાધક જેટલી દિવ્યતા વધારશે એટલી જ શક્તિની પ્રભા એને સર્વત્ર દેખાવા લાગશે. સાધકે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિના ત્રિપાંખિયા ધસારાથી આતમગઢ સર કરવાનો છે. ઝંખના, તાલાવેલી, જિજ્ઞાસા, શોધક બુદ્ધિ, સત્ત્વશુદ્ધિ, વિચારમય અને પુરુષાર્થી જીવન, પૂજ્યો અને ગુરુજનો પ્રત્યે ભક્તિ-આદર, જગત પ્રત્યે નિષ્કામ પ્રેમ, ધૈર્ય, ખંત, કૃતજ્ઞતા, ધર્મશીલતા – આ બધા ગુણો સત્યશોધકમાં હોવા અનિવાર્ય છે. જે સાધક નિખાલસ અને પારદર્શક હોય તેમને દૈવી પ્રેરણા હંમેશાં મળતી રહે છે. દેવીસાધનાનો આજમોટો પ્રભાવ અને ચમત્કાર છે. પૂ. મુનિશ્રીનંદીઘોષવિજયજી મહારાજનો લેખ આ સંબંધે સુંદર પ્રકાશ આપે છે. આ ગ્રંથમણિના અધ્યાત્મરસનું, આવો, આપણે આચમન કરીએ. સદ્ગુરુની પ્રાપ્તિ દૈવી કૃપા થાય છે ત્યારે સાધકને માર્ગદર્શક સદ્ગુરુની પ્રાપ્તિ અનાયાસે થાય છે. આત્મનિષ્ઠ ગુરુના સહવાસથીસાધકને ખૂબ લાભ થાય છે. આત્મનિષ્ઠ ગુરુની પ્રત્યેક હિલચાલ, વાતચીત અને તેની આસપાસનું સૂક્ષ્મ વાતાવરણ સુધ્ધાં આત્મભાવનાં પોષક હોય છે. કાંઈક આગળ વધેલા સાધકો તો, એ વાતાવરણનો આવો પ્રભાવ પોતાના ચિત્તતંત્ર ઉપર સ્પષ્ટ અનુભવી શકે છે. અધિકારી વ્યક્તિ પોતાની આંતરસૂઝથી એવા તારક ગુરુને ઓળખી લ્યે છે. સમર્થ ગુરુ સાથેના પ્રથમ પરિચય પછી શ્રદ્ધાભક્તિસંપન્ન સાધકને તારક ગુરુ દૂર હોય તો પણ તેમની સહાય મળતી રહેછે. આંતરિક નિર્મળતામાંથી જન્મતી આંતરસૂઝથી સાધક યોગ્ય તારક સદ્ગુરુને અવશ્ય પારખી લ્યે છે. ધર્મરત્નનો ભંડાર ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે, કે આપણું મન સુવર્ણ જેવું શુદ્ધ હોય તો જ ધર્મરત્ન એમાં શોભે. પણ તે માટે પહેલાં પાત્રતા કેળવવી પડશે. મન જો સંયમવિહોણું હોય, તો એ અપાત્ર ગણાય. ક્રોધને, માનને, માયાને અને લોભને હૈયામાં ટકવા ન દેવાં, વાસનાના જરીપુરાણા વાઘાનો સદાને માટે ત્યાગ ક૨વો, મિથ્યાભિમાનને ત્યજવું; આત્મામાં નમ્રતા, સરળતા, લઘુતા કેળવવી, ગુણાનુરાગી બનવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy