SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતી સ્તોત્રનો ભાષાનુવાદ શોભા સહિત દેવોના સમુદાયના નિર્મળ મુકુટમાં રહેલ દિવ્ય માણિકયોની પંક્િતના તેજ રૂ૫ ઊંચી જ્વાળાથી યુક્ત અને ચારે બાજુ ફેલાયેલ કળગીથી ઘસાયેલા અર્થાત્ સુંવાળાં ચરણકમળવાળી, અત્યંત ઘોર હજારો ઉલ્કાઓની બળતી અગ્નિશિખા જેવા ચંચળ પાશ અને અંકુશ સહિત ઝ(મમંત્રસ્વરૂપ અને પાપરૂપી મળનો નાશ કરનારી છે પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો ! ૧૧ ( દુર ઉપદ્રવોને દૂર કરવા માટે આ કાવ્યના મંત્રનો ગુગળની ગોળી સાથે ૧૦૮ જાઇના ફૂલથી જાપ કરવો અને હોમ ઘીની સાથે કરવો.) પાતાળના મૂળને ભેદીને ચંચળ ગતિએ (જલદીથી) ચાલનારી સર્પની લીલા વડે ભયંકર, વીજળીના દંડ જેવા પ્રચંડ તેજસ્વી અસ્ત્રોથી સહિત, ઉત્તમ ભુજાઓ વડે દૈત્યેન્દ્રની તર્જના કરતી, દૂર દાંતને કકડાવતી અને સ્પષ્ટ, ભયંકર અટ્ટહાસ્ય કરતી, માયારૂપી મેઘ (વાદળ)ની પંકિતથી ગગનને શબ્દમય બનાવતી હે પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો. મારા પોતાના શબ્દાયમાન ધનુષ્યના ટંકાર વડે ક્રૂર અને ઘોર ઉપસર્ગો દૂર કરનારું, મનોહર મણિથી યુફત નાની નાની ઘંટિકાઓના મધુર શબ્દ કરનાર એવું દિવ્ય વજમણિનું છત્ર ધારણ કરનારી અને કામદેવને જીતનાર શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેદીપ્યમાન વૈર્યમણિદંડને ધારણ કરનારી, જેના હાથમાં કમળ છે તેવી છે પદ્માવતી દેવી ! મારા ઘોર ઉપસર્ગોને દૂર કરો. ૩ ( હોમ કર્યા પછી આ ત્રણ શ્લોકનું ૨૧ વખત સ્મરણ કરવું.) ભંગી, કાલી, કરાલી વગેરે પરિજનોથી યુક્ત, ક્ષ હૈં ક્ષો મંત્રાક્ષરો વડે અધી ક્ષણમાં જ શત્રુઓના સમૂહનો નાશ કરનારી, 8 £ ડૂ સ્વરૂપ જે પ્રસંગ, તેનાથી યુક્ત ભ્રકુટિ અને ઓષ્ઠપુટના ભીષણ આકાર વડે ઉદ્દામ દૈત્યોને ત્રાસ પમાડનારી અને ૪ છું ગ્રી (૪) મંત્રાક્ષરો વડે પ્રચંડ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેંકડો સ્તુતિઓ વડે મુખરિત, હે ચંડી અને ચામુંડીથી યુક્ત ! હે પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો. ૪ - અત્યંત મનોહર કાંચી-કલાપ અર્થાત્ કટિસૂત્રને ધારણ કરનારી, સ્તન ઉપર શોભી રહેલ શુદ્ધ (શ્રેષ્ઠ) મોતીના હારની પંકિતવાળી, પારિજાત નામના વૃક્ષોનાં ખીલેલાં પુષ્પો વડે અને શ્રેષ્ઠ મંજરીઓ વડે પૂજાયેલ ચરણવાળી, દૂf 7 વૈજ્ઞાઁ નું મંત્રાક્ષરો વડે (ત્રણે) ભુવનને વશ કરનારી, (શત્રુઓને) ક્ષોભ પમાડનારી, (સંકટોને) દૂર કરનારી તમે છો (%) મ ? % પUદસ્તે મુદ્દે વાર (વાદા) એવા મંત્રથી યુક્ત છે પદ્માવતી દેવી ! તમે મારું રક્ષણ કરો. ૫ છે ( આ કાવ્યના મંત્ર વડે ખારેક, ગિરિદ્રાક્ષ, સાકર, ગુગળ, રત્તાંજણી અને સેવંત્રીનાં ૧૦૮ પુષ્પો વડે હોમ કરવાથી વશીકરણ થાય છે.) લીલા વડે ચંચળ નીલકમળના પત્ર જેવા નેત્રવાળી, પ્રજ્વલિત વડવાનલના અગ્નિના દેદીપ્યમાન કણ જેવા લાલ (અરણ) વર્ણવાળા ઉગ્ર વજને હાથના અગ્રભાગ ઉપર ધારણ કરનારી [f * હું હ મંત્રાક્ષરો વડે (ઉપસર્ગોને) દૂર કરનારી, 7 7 7 હું એવા ભયંકર નાદવાળી, કમળના આસન ઉપર બિરાજમાન અને દેવેન્દ્રો વડે વંદાયેલ છે પદ્માવતી દેવી ! (મારા) પાપકર્મને દૂર કરો. શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy