SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૬૫ ક - મકર શ્લોક નં. ૧૨ અને ૧૫માં શ્રી પદ્માવતી યંત્રની વિગતો જણાવેલ છે. પં. શ્રી ધીરજલાલ ટોકરશી સંપાદિત 'શ્રી પાદ્વૈપદ્માવતી આરાધના' પુસ્તકમાં શ્લોક નં.૧૨ જુદા પાઠ સાથે છે, તેથી ત્યાં યંત્રની કલ્પના પણ જુદી રીતે કરેલ છે, તેની વાચકવર્ગે નોંધ લેવી. શ્લોક નં. ૧૧માં પણ યંત્રનો સામાન્ય ઉલ્લેખ આવે છે, પરંતુ સ્પષ્ટ રૂપે તેનું વર્ણન નથી. આ બંને સ્તોત્રના રચયિતા કોણ છે ? અને તેનો રચનાકાળ કયો છે ? તે વિશે વિસ્તૃત સંશોધન જરૂરી છે. અત્યારે તો ફક્ત એટલું જ જણાવવાનું પર્યાપ્ત છે કે પ્રાચીન હસ્તલિખિત પ્રતોની સૂચિ સ્વરૂપ શ્રી એચ. ડી. વેલણકરે તૈયાર કરેલ, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, પૂના દ્વારા પ્રકાશિત 'જિનરત્નકોશ'માં પૃ. ૨૩૫, ૨૩૬ ઉપર નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. I wanita by Prthvibhusana JG. p. 283, Pet. IV No. 1445 V No. 747. II asra Anonymous A.D. Nos. 75, 112, 153. Bengal Nos.7085, 7324. DB. 24 (150). Hamsa No. 1152 JG. p. 23, Kath No. 1100, K.N.12, Mitra IX p. 172 ( be:- Srimadgirvana ) pet VI No. 593, Panjab Nos. 1571, 1572, SA Nos. 710, 1842, SG Nos. 101, 578, 582, 2212. THવત્યષ્ટની Anonymous BK. No. 1127, CP, p. 664, J.G. 283, Pet. V No. 748. (1) Tika by Parsvadevagani (ailas S'ricandrasuri, pupil of Dhanes'wara) BK. No. 1127 ms. dated sam. 1203) PRA No. 1109, This is published in Jain Stotrasamdoha Vol. I Ahmedabad 1932 App. 77 (2) Vyakhya pet. III No. 528. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (લે. મો.દ. દેસાઈ)માં ૫, ૨૪૪ ઉપર નીચે પ્રમાણે નોંધ છે :- ચંદ્રકુલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિ થયા. આ સૂરિનું નામ સામાન્ય અવસ્થામાં પૂર્વે પાર્શ્વદેવ ગણિ હતું.... પવિત્યષ્ટક અને તે પર વૃત્તિ (લ.સં.૧૨૦૩ની પ્રત, કા. વડો. નં. ૮૬૭)ના રચનાર પાર્શ્વદેવ ગણિ આ જ હશે.' 'જિનરત્નકોશ'ના ઉલ્લેખ પ્રમાણે તપાસ કરતાં જૈન સ્તોત્ર સંદોહ” ભાગ-૧ના પરિશિષ્ટમાં શ્રી પદ્માવત્યષ્ટક વત્તિ સહિત છે. તેમાં પ્રસ્તુત પ્રતિના અંતમાં આપેલ ‘શ્રીપાવાવ શબ્દોથી શરૂ થતા સ્તોત્રના પ્રથમ આઠ શ્લોક છે અને નવમા શ્લોકમાં ઉપસંહાર તરીકે “સ્તોત્ર પવિત્ર શ્લોક છે. જે પ્રસ્તુત પ્રતિમાં છવ્વીસમા શ્લોક તરીકે છે. અર્થાત્ પ્રસ્તુત પ્રતિના કુલ ૩૬ શ્લોકોમાંથી નવ જ શ્લોકો અતિ પ્રાચીન છે, બાકીના ૨૭ શ્લોકોનો અન્ય પદ્માવતી સ્તોત્રમાંથી અહીં પ્રક્ષેપ કરેલ હશે અથવા તો તેની નવીન રચના થતી ગઈ તેમ તેમ ઉમેરાતા ગયા હશે. અહીં એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે નવ બ્લોકવાળી પ્રતિ વિ. સં. ૧૨૦૩માં લખાયેલ છે અને તે પણ શ્રી પાર્શ્વદેવ ગણિ વિરચિત વૃત્તિ સાથે, મતલબ કે મૂળ સ્તોત્ર તો એના કરતાં પણ વધુ પ્રાચીન હોવાનો સંભવ છે. જૈન સ્તોત્ર સંદોહ” ભાગ-૧માં મુદ્રિત “પૂTIવત્યષ્ટના આધારે અહીં સ્તોત્રને પુનઃ સંશોધિત કરવામાં આવ્યું છે અને તેના પાઠાંતરની સંજ્ઞા K રાખવામાં આવી છે. આ નવ શ્લોકો અતિ શુદ્ધ કરવામાં આવ્યા છે. સુજ્ઞ પંડિત વાચકવર્ગ આમાં રહેલ ત્રુટિઓ તરફ મારું ધ્યાન દોરશે તો મારા ઉપર ઉપકાર તથા સાધકવર્ગની અને જૈનશાસનની અનન્ય સેવા બજાવી ગણાશે. તો તે માટે વિદ્વજ્જનોને વિજ્ઞપ્તિ કરી શ્રી પદ્માવતી સાધનવિધિ, સ્તોત્રાદિ પ્રસ્તુત કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy