SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૫૫ -જગતબળ પણ જાણે કે તૃણવત્ છે ! આવી દઢ અનુભૂતિ જેને થઈ છે, તે સંસારમાં રહેતો હોવા છતાં સંસારમાં હોતો નથી ! તે જ ખરો, ઉત્તમ, શ્રેષ્ઠ સાધક છે, જેને સમસ્ત સંસાર તલભાર પણ બાધક થઈ શકતો નથી ! આવા અલૌકિક, અખંડ, અવિરત આત્મસાધક ઉપર શ્રી શ્રી પદ્માવતી દેવી જેવી દેવી-દેવતાઓની કપાવÍ અમૃતરૂપે વર્પતી જ હોય છે ! વિષમ, દુપમ એવા પાંચમા આરામાં પણ એવી કપાવર્યાની અખંડતા અનુભવનારાં સાધક-સાધિકાઓ પ્રસ્તુત વિધાનને સંપૂર્ણ સમર્થન આપે છે. આથી, આવાં ગ્રંથરત્નોની તો નામાવલિ પણ જાણવી પર્યાપ્ત ગણાય. સુપ્રસિદ્ધ ગ્રંથોની વિષય-નામ સહિત સૂચિ : - શ્રી શ્રી પદ્માવતી દેવીના અનંત-અનંત ઐશ્વર્યને આત્મસ્વરૂપ કરવા માટે અહીં જે જે ગ્રંથરત્નોનો નામોલ્લેખ કરીએ છીએ, તે સર્વ ગ્રંથ મંત્ર-તંત્ર-યંત્ર સાધનાની અવિરત યાત્રામાં નંદનવનની શોભા-સ્વરૂપ ગૂઢરહસ્યપ્રમુખ પર્વતરાજનાં સુવર્ણસોપાન છે એમ સમજવું. શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીપ્રણીત ' શ્રી ઉવસગ્ગહરસ્તોત્ર' ગ્રંથ મહા-મૂલ્યવાન શબ્દનિધિ છે. પ્રસ્તુત ગ્રંથમણિમાં વિભિન્ન કક્ષા તથા પ્રકારનાં કુલ મળીને ૨૭ યંત્રો આલેખવામાં, નિરૂપવામાં અને પદ્ધતિ અનુસાર સમજાવવામાં આવ્યાં છે. એ ગ્રંથમાં સર્વ યંત્રોની સુરેખ, સંપૂર્ણ આકૃતિઓ અને યંત્રોની શાસ્ત્રીય પારિભાષિક સમજ આપવામાં આવી છે. તેના આવશ્યક નિયમોનું અનુપાલન કરવાથી માંડી યંત્રસિદ્ધિ સુધીનાં વિવિધ સોપાનોનું તેમાં સંક્ષિપ્ત વર્ણન પણ કરવામાં આવ્યું છે. આ દષ્ટિએ પ્રસ્તુત ગ્રંથરચના યંત્રસાધક-સાધિકાને અવશ્ય માર્ગદર્શક થઈ શકે તેમ છે. આમ છતાં, આ ઉપરાંત અનુભવી પાસેથી પ્રત્યક્ષ માર્ગદર્શન લેવું પણ એટલું જ, બલકે એથીય વિશે ૫ આવશ્યક છે. જેથી કોઈપણ સાધના-આરાધનાની વિપરીત અસર થવા ન પામે અને સાધનાનાં સર્વ મધુર ફળોના આસ્વાદ સાધક નિબંધ પણે સર્વથા લઈ શકે ! શ્રી ભયહર સ્તોત્ર : શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પદ્માવતી દેવી દ્વારા પૂજવામાં આવતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ માટેનું સ્તોત્ર તે 'શ્રી ભયહર સ્તોત્ર'. તેની રચના કરી શ્રી માનતુંગરિજીએ. તે ગ્રંથરત્નમાં તેઓએ કુલ ૨૪ યંત્રોની વિપુલ સમજ વિગતે આપેલી છે. આ યંત્રોમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ-પૂજા દ્વારા ભયમુકિતની પ્રાપ્તિની આરાધના દર્શાવવામાં આવી છે. સાક્ષાત્ ધરણેન્દ્ર અને સ્વયં પદ્માવતી દેવીએ જે પ્રભુની પૂજા કરી, નિર્ભયતાની પ્રાપ્તિ કરી અને તે દ્વારા અન્ય સર્વ જીવોને નિર્ભયતાનું દિવ્ય દાન કરી શકતા હોય, તે યંત્રોના મહિમા વિષે મારા જેવા સામાન્યજન શું લખી શકે ? આ ઉપરાંત શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી વિરચિત 'શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર', જેમાં ૪૩ યંત્રોની વિભિન્ન રચનાઓ આલેખવામાં આવી છે. શ્રી શિવનાગ દ્વારા રચાયેલું 'શ્રી ધરણોગેન્દ્ર સ્તોત્ર'. જેમાં ૧૯ યંત્રો, મંત્રો તથા આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શ્રી અભયદેવસૂરિ રચિત 'શ્રી જયતિહઅણ સ્તોત્ર' વિશેષ નોંધપાત્ર છે. વળી, શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર', 'શ્રી કલિકંઠ યંત્ર સ્તવન', 'શ્રી મંત્રાધિરાજ સ્તવન', 'શ્રી જીરાપલ્લી પાર્શ્વજિન સ્તવન'. શ્રી પાર્શ્વનાથ નામમાલાસ્તોત્ર' આદિ ગ્રંથરત્નો અવલોકનીય છે. શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' નામક ગ્રંથમણિમાં ભગવતી શ્રી પદ્માવતી દેવી વિષયક મંત્રોનું સુંદર સંકલન કરવામાં આવ્યું છે. શ્રી પદ્માવતી દેવીનો આવશ્યક પરિચય પણ તેમાંથી સહજ પ્રાપ્ત થાય છે. કહ૫' શબ્દનો અર્થ થાય છે મંત્રોનો સંગ્રહ, સંચય. આથી પ્રસ્તુત ગ્રંથને અકલ્પ' શબ્દ લગાડવામાંથી આવ્યો છે. પ્રસ્તુત કલ્પમાં કુલ મળીને ૧૦ અધિકાર (પ્રકરણ) પાડવામાં આવ્યાં છે. પ્રથમ વિભાગમાં મંત્ર-યંત્ર-તંત્રની સાધના કરનાર સામાન્ય સાધકોના લક્ષણોનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. દ્વિતીય અધિકાર (પ્રકરણ)માં સકલીકરણ અથવા સ્વાત્મરક્ષણવિધિ અને સાધકને મંત્રાદિ સિદ્ધ થશે કે કેમ તે જાણવાની રીતિ આપેલી છે. તૃતીય અધિકાર (પ્રકરણોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy