SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪]. [ શ્રી પાશ્ર્વનાથોપસર્ગ-હારિણી શ્રી શ્રી પદ્માવતીજી-મંગલ મહિમા - ડે. ઘનશ્યામ માંગુકિયા સાધનાના ઉપલક્ષ્યમાં સાધ્યની પ્રાપ્તિ કરાવી આપવામાં, ભગવતીની સાધના અને એ સાધનાની ભૂમિકા સમજાવનાર ગ્રંથો અને સ્તોત્રોની માહિતી આ લેખ દ્વારા મળે છે. આ સાધના ઐશ્વર્યપ્રાપ્તિની દિશામાં પ્રયાણ માત્ર નથી; કિન્તુ આત્મ-સાક્ષાત્કારના અવસરનો એક આનંદ છે. અત્રે ડો. માંગુકિયાનો આ લેખ શ્રી પદ્માવતીજી વિષયક વામય, કેટલાંક સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો આદિની માહિતી આપે છે. તેમ જ પાવતી શબ્દ નથી; પણ અનંત શબ્દોની શાબ્દિક અભિવ્યકિત ધરાવતો શબ્દબ્રહ્મ છે, તેમ જણાવી પદ્માવતી શબ્દના અનેક અર્થો રજૂ કરે છે. આ સામગ્રી ચિતિત ફળ મેળવવા ઈચ્છનાર સાધકોને સાધનબળ પૂરું પાડનારી છે. -- સંપાદક શ્રી શ્રી પદ્માવતી દેવી વાચન, લેખન, ભાપણ, શ્રવણ, કે કથન-વિવેચનનો વિષય નથી; એ તો સાધના-આરાધના-અખંડ ઉપાસનાથી મુકિતપ્રાપ્તિ સુધીનો વિષય છે. તે કેવળ કલમ-કાગળનો વિષય નથી; પરંતુ શ્વાસોચ્છવાસમાં કોતરાઈ જતો, હૃદયમંદિરમાં કાયમી કંડારાઈ જતો અને આત્માના અનંત-અનંત પ્રદેશોમાં પ્રકાશિત થતો અલૌકિક, પારલૌકિક, સર્વાર્થસિદ્ધિકારક વિષય છે. જે વિષય સર્વથા કેવળ અનુભવજન્ય છે, સ્વાનુભવજન્ય છે તેનું વર્ણન શા માટે ? ઉત્તર છે : જેને સ્વાનુભૂતિ થઈ નથી તેને પ્રેરવા માટે , માર્ગદર્શન આપવા માટે, પગદંડી કંડારી આપવા માટે ! અક્ષરના-શબ્દના આધારે આધારે સાધક-સાધિકા ઈષ્ટની ઉપાસના કરી શકે એટલા માટે ! જે મહાભાગ્યવંત આત્માઓ, આ વિકરાળ કળિકાળમાં પણ અર્થોપાર્જનની ચિંતાઓથી મુકત છે, અવકાશ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા છે. જેમને ઈન્દ્રિયો ઉપર વિવેકપૂર્વકનો સંયમ સહજ પ્રાપ્ત થયો છે, તેવા પુણ્યાત્માઓ આવી અદૂભૂત આરાધના કરવાને બડભાગી ગણાય. જેમને ઉદરપોષણ કરતાં આત્મપોષણની ખેવના સવિશેષ અનુભવાય છે, એવા ધર્માભિમુખ આત્માઓ ધન્ય છે ! સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ત્રિવેણી દ્વારા જે આત્માઓ નિર્વાણપદને ઈચ્છે છે, વીતરાગમાર્ગના સદાય અનુરાગી છે, જેમના કુળમાં એવું પારંપરિક વાતાવરણ અનાયાસે જ વિદ્યમાન છે એવા જિનધર્મપ્રિય આત્માઓને આવું સાહિત્ય પીયૂ૫પાનતુલ્ય જણાય તેમાં આશ્ચર્ય શું ! આવા વિશેષ જનસમાજને દષ્ટિ સમક્ષ રાખીને આ શબ્દસાધનો આરંભી છે--શ્રી પદ્માવતી દેવીને, તેની કૃપાદષ્ટિને સન્મુખ રાખીને. મને પ્રસ્તુત વિષય-વિશેષની જેમ સ્વાનુભવ નથી. તેમ આ વિષય અંગે વિશાળ વાંચન કે બહોળો અનુભવ પણ નથી. આમ છતાં તે વિષે દિશાસૂચન કરવા માટે સજ્જતા તો અવશ્ય છે. શ્રી શ્રી પદ્માવતી દેવીજીના સર્વસિદ્ધિદાયક અનંત ઐશ્વર્યસંપન્ન વ્યકિતત્વની સંપ્રાપ્તિ જે જે ગ્રંથરત્નોમાંથી પ્રાપ્ત થવી શકાય છે, તે તે ગ્રંથરત્નોનો અત્રે પ્રારંભિક પરિચય આપવાની નિષ્કામ કામના સેવી છે. સાધક માત્ર જીવનસંગ્રામનો વીર સૈનિક છે. તેથી સૈનિકને જેભ, Do or die, but not ask why ?' એમ સાધક જો એકચિત્ત, એકધ્યાન, એકાગ્ર થઈ, તદ્રુપ, તદાકાર થઈ, મંત્ર-તંત્ર-યંત્ર સાધનાનો અભિક્રમ સેવે તો તેના શ્રીચરણમાં અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ સાક્ષાતુ હાજરાહજૂર જ છે ! આત્મબળ-સાધનાબળ પ્રવર્તતું હોય તેને માટે તો સમગ્ર સંસારબળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy