SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી, છે. આમ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં સ્તોત્રરચનાઓ થયેલી છે. પદ્માવતી દેવીનો સંદર્ભ સંતિકર સ્તોત્ર'ની ૧૦મી ગાથામાં નીચે પ્રમાણે છે : चंडा विजयांकुसि, पन्नईत्ति निव्वाणि अच्युआ धरणी, वैरुट्ट धुत्त गंधारि, अंब पउमावई सिद्धा ।।१०।। સંતિકર સ્તોત્ર'માં ૨૪ તીર્થકરોના શાસનરક્ષક દેવ-દેવીઓનું નામ સ્વરૂપ સ્મરણ કરવામાં આવ્યું છે. પદ્માવતી દેવી એ પાર્શ્વનાથ ભગવાનના શાસનની રક્ષિકા છે. 'નિર્વાણકલિકા'માં પદ્માવતી દેવી વિશે નીચે પ્રમાણેની નોંધ છે : 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां पद्यावती देवी कनकवर्णा कुर्कटवाहनां, चतुर्भुजा पज-पाशान्वित दक्षिणकरां फलाङ्ग शाधिष्ठित् वामकरां चैति ! ( પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા, ભા.૩, ધીરજલાલ ટી. શાહ, પૃ. ૭૨૪.) આવી ભકિત ભાવધર્મની ઘાતક બને છે. સ્તોત્રોની રચના પાછળ આ પ્રકારની ભકિતભાવના રહેલી છે. શ્રી પદ્માવતી દેવીનો ઉલ્લેખ જૈન શ્રમણોની સ્તવન, ચૈત્યવંદન અને સ્તુતિકાવ્ય પ્રકારની રચનાઓમાં થયેલો છે. તે પણ દેવીના પ્રભાવનું સૂચન કરે છે. શ્રી વીરવિજયજીની પાર્શ્વનાથની સ્તુતિની ચોથી ગાથામાં પદ્માવતી દેવીનો ઉલ્લેખ નીચે મુજબ છે : ગજમુખદક્ષો વામનયક્ષો, મસ્તકે ફણાવલી, ચાર તે બાંહી કચ્છપવાહી કાયા જસ શામલી; ચઉકર પ્રૌઢા નાગારૂઢા દેવી પદ્માવતી, સોવનકાંતિ પ્રભુગુણ ગાતી, વીર ઘરે આવતી. જા. પદ્માવતી દેવી સાથે વૈરાદેવીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઈ વાલકેશ્વરના જિનમંદિરમાં પદ્માવતીદેવીની મૂર્તિમાં વૈરોટ્યાદેવી પણ જોવા મળે છે. નીચેના ચૈત્યવંદનમાં આ સંદર્ભને સમર્થન મળે છે : 'ॐ नमः पार्श्वनाथाय विश्वचिंतामणियते, हाँ धरणेन्द्र वैरोट्या पद्यावती युतायते ।' પદ્માવતીનું સ્તોત્ર -૧ : આ સ્તોત્રની રચના સંસ્કૃત ભાષામાં અને સ્રગ્ધરા છંદમાં તેમ જ ૯ ગાથામાં થઈ છે. આરંભની પંકિત આ પ્રમાણે છે : “શ્રીવ ખૂટ-મુદ્રતટી દિવ્યHTTચના I’ ૧ થી ૮ ગાથામાં સંધિ અને સમાસયુકત પદોની રચના દ્વારા પદ્માવતી દેવીનો પરિચય થાય છે. આ સ્તોત્રમાં વિવિધ મંત્રોનો સમાવેશ થયેલો છે; એટલે એમ કહી શકાય કે, પદ્માવતી દેવીનું સંસ્કૃત ભાષાનું આ સ્તોત્ર મંત્રગર્ભિત રહસ્યમય અને અદૂભૂત ચમત્કાર દર્શાવતી રચના છે. મંત્રના નમૂના નીચે મુજબ છે : પ્રથમ ગાથાની ચોથી પંકિત : ૩% #E/ મંત્રો ક્ષતિ નિમિત્તે રક્ષ માં સેવ પણે !' ચોથી ગાથાની ૩ અને ૪ પંકિત : મેં ક્ષf # ક્ષે સાર્ધક્ષત્રવિદે દૂ મહામંત્રવર્ષે | % हाँ ह्रीं भ्रूभंगसंगभृकुटिपुटतट त्रासितोद्दाम दैत्ये ।। પાંચમી ગાથાની પંકિત ૩ અને ૪ : [ 7 વસ્તી નું સરે અવનવી પિft fast Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy