SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૨૭૫ ચૈત્યવંદન એ શબ્દો પરસ્પર સામ્ય ધરાવે છે. આવશ્યક ક્રિયાના ક્રમમાં એનું સ્થાન ગમે તે હોય, પણ એને તો પ્રભુગુણકીર્તનની જ સર્વસામાન્ય પ્રવૃત્તિ છે. સ્તોત્ર એ ભાવધર્મનો પ્રકાર છે. પ્રભુભકિત એ શબ્દ વધુ પ્રચલિત છે. ભકિતની વ્યાખ્યા આપતાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિ જણાવે છે કે, “મન ધાતુ વિતન પ્રત્યય આવવાથી ભકિત શબ્દ નિષ્પન્ન થાય છે. મન્ ધાતુનો અર્થ છે સેવા કરવી. એટલે ભકિતનો અર્થ છે સેવા, સાચી સેવા ત્યારે જ થાય, જ્યારે જેની સેવા કરવી હોય તેના પ્રત્યે હૃદયમાં પ્રેમ હોય. અહીં ભકિતનો અર્થ આ તરુ પ્રેમ કરવામાં આવે એ જ ઉચિત છે. (શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા, ભા.૧,.૫૧ ૫.) આવી ભકિત ભાવધર્મની ઘાતક બને છે. સ્તોત્રોની રચના પાછળ આ પ્રકારની ભકિતભાવના સ્થિત છે. કેટલાંક સ્તોત્રોનો વિચાર કરીએ તો તે સ્તોત્રો હોવા છતાં ચૈત્યવંદન કે સ્તવન નામથી ઓળખાય છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યરચિત ' સકલાર્ણત સ્તોત્ર' એ ચૈત્યવંદન નામથી ઓળખાય છે. આ સ્તોત્રમાં ૨૪ તીર્થકરોની અને તીર્થભૂમિમાં બિરાજમાન ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. જ્યારે ભદ્રબાહસ્વામી રચિત 'ઉવસગ્ગહર સ્તોત્ર'ને સ્તવન કહેવામાં આવે છે. તેમાં ઉપસર્ગ હરનારા પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ-ગુણગાન ગાવામાં આવ્યાં છે. શ્રી માનતુંગસૂરિનું ભકતામર' અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિનું કલ્યાણ મંદિર' એ સંસ્કૃત ભાષામાં, 'વસંતતિલકા' છંદમાં છે. સંસ્કૃત ભાષામાં ઋપિમંડલ, સરસ્વતીદેવી, પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ, આત્મરક્ષા નવકારમંત્ર, અનુભૂતિસિદ્ધ સારસ્વત સ્તોત્ર, શ્રી પંચપષ્ટિ સ્તોત્ર, શ્રી ગૃહશાંતિ સ્તોત્ર, શ્રી ચક્રેશ્વરી દેવી અને મહાલક્ષ્મી સ્તોત્ર તથા અન્ય સ્તોત્રો પણ રચાયેલાં છે. સ્તોત્રરચનામાં કવિએ 'સ્તોત્ર' શબ્દપ્રયોગ કરીને તેનો નિર્દેશ કર્યો છે. દા.ત. ભકતામર સ્તોત્રની ૪૪મી ગાથામાં આ પ્રમાણે પંકિત છે : “તોત્રનં તવ નિને ગર્નિબદ્ધ શ્રી બપ્પભટ્ટસૂરિ રચિત શારદા સ્તોત્રની ૧૩મી ગાથામાં સ્તોત્રને બદલે સ્તવન શબ્દપ્રયોગ થાય છે : 'તવન નેતનેવાનાન્વિતમ્, ગૌતમસ્વામી રચિત પિમંડલ સ્તોત્રની ૬૩મી ગાથામાં પણ આવો ઉલ્લેખ છે : “સ્તોત્ર મસ્તોત્ર, તુતીનામુત્તમ છે.' સ્તોત્રનો ઉલ્લેખ એ પણ આ કાવ્યરચનાની વિશિષ્ટતા છે. ઉપરોકત સ્તોત્રો જનજીવનમાં અને આરાધક-વર્ગમાં વિશેષ પરિચિત છે. સ્તોત્રમાં ગાથાની સંખ્યા નિશ્ચિત નથી. એ તો સર્જકની સ્વતંત્રતાનું પરિણામ હોય છે. છતાં અષ્ટક, શતક, સહસ્રનામ સ્તોત્ર જેવી સંખ્યાવાચક શબ્દવાળી રચનાઓ ઉપલબ્ધ છે. ગૌતમસ્વામી અષ્ટક' આઠ ગાથામાં રચાયેલું ગુરુ ગૌતમનાં ગુણગાન કરતું સ્તોત્ર છે. સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત ભાષામાં પણ સ્તોત્રરચનાઓ થઈ છે, તેમાં એક જ છંદ અથવા વિવિધ છંદપ્રયોગો થયેલા છે. તપગચ્છનાયક સોમચંદ્રસૂરિના પટ્ટધર સહસ્રાવધાની મુનિસુંદરસૂરિએ ૧૪ ગાથાના સંતિકરસ્તોત્ર'ની રચના પ્રાકૃત ભાષામાં કરી છે. 'નમિઉણ સ્તોત્ર'ની રચના તપગચ્છના બૃહદ શાખાના શ્રી માનતુંગસૂરિએ પ્રાકૃતમાં ૨૪ ગાથામાં કરી છે. 'અજિતશાંતિ સ્તોત્ર'માં અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. ૪૦ ગાથાનું આ સ્તોત્ર પ્રાકૃત અને સંસ્કૃત છંદોમાં છે. તેની રચના નંદિપેણ મહર્ષિએ કરી છે. આ સ્તોત્ર છંદવૈવિધ્યના નમૂનારૂપ છે. સંસ્કૃત ભાષામાં અનુટુપ છંદ સર્વસામાન્ય છે, તેવી રીતે પ્રાકૃતમાં ગાહા' એટલે ગાથા છંદ સર્વસામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy