SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૬૧ પૂજા-અર્ચના-અભિષેક વગેરે કરવાથી તે અભીષ્ટની સિદ્ધિદાતા બની જાય છે. પદ્માવતી-યંત્રને ભગવાન શંકર સર્વાર્થદાયક તથા તમામ આશાઓને પરિપૂર્ણ કરનાર ઘોષિત કરીને પાર્વતીજીને કહે છે : अथवक्ष्यामि देवेशि यन्त्रं पद्यावतीप्रियम् । सर्वार्थ साधकं दिव्यं सर्वाशा परिपूरकम् ॥६०।। આમ, યંત્રનો મહિમા વર્ણવીને મહાદેવ આ યંત્રનિર્માણની પ્રક્રિયા વિશે દેવી પાર્વતીને માર્ગદર્શન આપતાં કહે છે : बिन्दुत्रिकोण वसुकोण सवृत्तनाग - पत्रादि पोडशदलानल वर्तुलं च । भूमंदिर त्रयमिदं सकलार्थदं स्यात् - पद्यावती प्रियतरं जयचक्रमेतत् ।।६।। ઉપરોકત શ્લોકો દેવીરહસ્ય'ના ૧૨મા પટલમાંથી લેવામાં આવ્યા છે. તંત્રાગમ સાહિત્યમાં પ્રત્યેક દેવી-દેવતાની ઉપાસનામાં ઉકત પંચાંગ વિધિવિધાનનું અત્યધિક મહત્ત્વ આંકવામાં આવ્યું છે. આ પંચાંગમાં પટલ, પૂજાપદ્ધતિ, સહસ્રનામ, કવચ તથા સ્તોત્રનો સમાવેશ થઈ જાય છે. આ પાંચેય માટે અધોલિખિત સંકેતો યાદ રાખવા અતિ જરૂરી છે : 'पटलं देवतागात्रं पद्धतिर्देवता शिरः । कवचं देवतानेत्रे सहस्रारं मुखं स्मृतम् ।। स्तोत्रं देवीरसा प्रोक्ता पञ्चाङ्गमिदमीरितम् ।' પટલમાં પૂજાવિધિ, મંત્ર અને બીજાક્ષરનાં તમામ રહસ્યો સંકલિત કરી દેવામાં આવ્યાં છે. તેના અનુશીલન પછી આ તમામ ગૂઢ રહસ્ય સાધક સમક્ષ ઉદ્ઘાટિત થઈ જાય છે. પૂજા પદ્ધતિ વડે સાધકની તમામ મનોગતિઓમાં એકાગ્રતા સ્થપાય છે તથા તન્મયતા સધાય છે. તેનાથી સાધકના ચૈતસિક ધરાતલ ઉપર એક પવિત્ર વ્યવસ્થાભાવનો પ્રાદુર્ભાવ થાય છે. આ પ્રાદુર્ભાવથી નિર્મળ થયેલ ચિત્તમાં દેવતાનુશાસન અને આત્માનુશાસનનો પ્રાદુર્ભાવ થાય છે. કવચ કુત્સિત વિચારો અને અનિષ્ટકારી પરિણામોથી સાધકને રમે છે. આ એક અભેદ્ય કવચ છે, જેને તોડી-ફોડીને કોઈ અનિષ્ટ પ્રવેશી શકતું નથી કે ઉપાસના-ભંગ કરી શકતું નથી. તેમાં સંપૂર્ણ દેવ-દેવગણને શરીરમાં પ્રવેશ કરી અંગપ્રત્યંગોની રક્ષા માટે વિનંતિ કરવામાં આવે છે. સહસ્રનામ દ્વારા દેવતાઓનાં તમામ સ્વરૂપોનું પુનિત સ્મરણ તથા તેમની અનન્ત શકિતઓની પરિગણના કરવામાં આવે છે. શરીરની અન્તર્નાડીઓને ઉજાગર કરવા માટે સહસ્રનામ સ્મરણને અકસીર માનવામાં આવે છે. સ્તોત્રને પ્રભુની જિહુવા માનવામાં આવે છે. આ જિહુવાથી માધુર્યાદિ રસોનું આસ્વાદન શક્ય બને રસાનુભૂતિનું વર્ણ (ધ્વનિ) રૂપમાં કરવામાં આવેલું સંકલન જ્યારે કોમલ કલ્પના, મધુરભાવ, આત્મનિવેદન, ભકિત અને શ્રદ્ધાયુકત છંદોમાં કરવામાં આવે છે ત્યારે તે ઈષ્ટદેવને પ્રસન્ન કરવામાં મહદંશે સહાયક સિદ્ધ થાય છે. રીવ-વૈષ્ણવ સંપ્રદાય અને પદ્માવતી : ભગવતી પદ્માવતીની ઉપાસના શૈવ અને વૈષ્ણવ- બન્ને સંપ્રદાયોમાં પ્રચલિત છે. શૈવસાધક શ્રી પદ્માવતીને આ પ્રમાણે ('દુર્ગાસપ્તશતી'ના ધ્યાનપદ્મ'માં) ઇષ્ટ ગણે છે. नागाधीश्वरविष्टरां फणिफणोत्तंसोरू रत्नावली, भास्वदेहलतां दिवाकरनिभां-नेत्रत्रयोद्भासिताम् । मालाकुम्भकपालनीरजकरां चन्द्रार्द्ध चूडां परां, सर्वज्ञेश्वरं भैरवाक-निलयां पद्मावती चिन्तये ।।' અલબત્ત, અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ, મહાલક્ષ્મીનું જ ઉપનામ 'પદ્માવતી' છે. વૈષ્ણવ સમ્પ્રદાયમાં 'શ્રીસૂકત' અને 'લક્ષ્મીસૂકત' અત્યન્ત પવિત્ર ગણવામાં આવે છે. શ્રીવિષ્ણુપત્ની લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપો તથા નામોનું રહસ્ય તેમાં વર્ણવામાં આવ્યું છે. શુદ્ધ વૈષ્ણવ સાધક 'શ્રીસૂકત'માં વર્ણિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy