SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦]. ( શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી ) મન્ત્રોદ્ધાર : “તારે પCT મા મા વીવી પવિતતિ ૨ | મમ વર હિ-વુએ દરે નામ મન દ્દા પર પુનતિ કેવી પરિવાર તા પVI I’ ‘દેવીરહસ્ય'ના દ્વિતીય પ્રકરણ (પટલ)ના એકસઠમા શ્લોકમાં આ રીતનો પુટ દેવાનું સૂચવાયું છે : ' દી શ્રી વિશ્વની નું પVાવતિ મમ વર રેf देहि फट् स्वाहा ।।' (૨) ઉત્કલનમંત્ર : ભગવાન શંકરે શકિત-ઉપાસના વિષયક મંત્રોને કીલિત (બંધિત) કરી દીધાની તંત્રાગમ સાહિત્યમાં પ્રચુર માત્રામાં સાબિતીઓ મળે છે. તેથી ઉપાસકે એ તમામ મંત્રોનું સર્વપ્રથમ ઉત્કીલન કરવું અનિવાર્ય બને છે. એ ઉપાસક કીલિત કરેલ મંત્રોનું ઉત્કલન ન કરે તો તે યથેચ્છ ફળ દેનાર સિદ્ધ થતા નથી હોતા. તેથી જ અત્રે ઉલ્કીલન મંત્ર સૂચવવામાં આવેલ છે : वीचि बीजं जपेदादौ ठद्वयान्ते च तारकम् । पद्यावती-मनोर्देवी मंत्रोडस्त्युत्कीलनाभिधः ।।३१।। ઉપરોકત ઉત્કલન મંત્ર પંચમ પટલમાંથી ઉદ્ધત કરવામાં આવ્યો છે. તેનો સરલ અર્થ એ થાય છે કે, મૂળ મંત્રના આરંભે નું તથા અંતમાં ૩. ૩ જોડીને જપ કરવાથી તે મંત્રનું આપોઆપ ઉત્કલન થઈ જાય છે. પૂજ્યપાદ ગોસ્વામીજી શ્રી તુલસીદાસજી પણ કહે છે : “જુર મત્ર નવ વર Tw! બેશક. આગમગ્રંથોમાં શકિત-ઉપાસના માટેના મંત્રો, ઉપાસના-રીતિ, ક્રિયાકર્મવિધિ તથા મંત્રાદિ વિષયનું રહસ્યમય શૈલીમાં નિરૂપણ થયેલું છે; વળી, તે સઘળું અત્યંત ગોપનીય છે. શકિત-ઉપાસકે સર્વપ્રથમ તંત્રાગમ-નિષ્ણાત શ્રીગુરુની ચરણસેવા કરતાં કરતાં તવિષયક જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. એ રીતે મંત્ર-સંજીવન, શાપમોચન, સમ્પટીકરણ તથા યંત્રોદ્ધાર વગેરેનું જ્ઞાન શકિત-ઉપાસના આરંભ કરતાં પહેલાં સાધકે મેળવી લેવું જોઈએ. (૩) મંત્ર સંજીવન : તંત્રાગમ સાહિત્યમાં મંત્રોને પરમ પ્રાણસ્વરૂપ સજીવ ઘોષિત કરવામાં આવ્યા છે. તેથી મંત્રજાપ કરતાં પહેલાં મંત્રમાં ચૈતન્યશકિત આરોપિત કરવાની ક્રિયાને મંત્ર-સંજીવન ક્રિયા કહેવાય છે. સંજીવનવિધિ અંગે ૫ષ્ઠ પટલમાં આ પ્રકારનો નિર્દેશ કરવામાં આવ્યો છે : पद्मावती मनोरेष स्मृतः संजीवनो मनुः । वागुरां पकजान्ते च प्रणवादौ परां जपेत् ।।२९।। (૪) સ્મશાપમોચન : પ્રાયઃ મહત્ત્વપૂર્ણ મંત્ર કોઈ ને કોઈ ઋષિ યા દેવ દ્વારા અભિશપ્ત થયેલા છે, તેથી મંત્ર દ્વારા ફળપ્રાપ્તિ અંગે અનુર • આદરતાં પહેલાં મંત્રને શાપમુકત કરવા અનિવાર્ય છે. મંત્રને ઋષિ-મુનિ યા દેવ-મહાદેવના શા' : વિમુકત કરવાની વિધિને શાપમોચન-વિધિ કહેવામાં આવે છે. સપ્તમ પટલમાં શાપમોચનવિધિ વિષયક માર્ગદર્શન આ પ્રમાણે આપવામાં આવ્યું છે : तारं मायां च पद्मं च पद्मावति हरेस्तथा । शापं मुञ्चयुगं नीरं विधेयं शापहारिणी ।।३३।। (૫) મંત્ર સમ્પટીકરણ : તંત્રાગમ સાહિત્યમાં જણાવ્યા અનુસાર જો મંત્રને સમ્પટીકૃત કરી જપ કરવામાં આવે તો તે મંત્ર અનેકગણું ફળ દેનારો સિદ્ધ થાય છે. મંત્રના આરંભે તથા અંતે મનોકામના અનુસાર અને વિધાનાનુસાર જો બીજાદિનું સંયોજન કરવામાં આવે તો મંત્ર સમ્પટીકૃત” થઈ જાય છે. નવમા પટલમાં મંત્ર સમ્પટીકૃત કરવાની વિધિ આ પ્રમાણે દર્શાવવામાં આવી છે : कामराजं जपेदादौ वनान्ते सकलां जपेत् । पद्मावती मनोरेष मंत्रः स्यात् सम्पुटाभिधः ।।२९।। (૬) યંત્રોદ્ધાર: તંત્રાગમ સાહિત્યમાં યંત્ર અંગે અતિ ઉપયોગી અને વિશદ વર્ણન રજૂ કરવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે : यन्त्रमित्याहुरेतस्मिन् देवः प्रीणाणि पूजितः । शरीरमेव जीवस्य दीपस्य स्नेहवत् प्रिये ! ॥ અર્થાતુ, હે ભગવતી પાર્વતી ! જે રીતે શરીરમાં આત્મા કે દીપકમાં તેલ છે, તે રીતે મંત્રમાં સમસ્ત દેવી-દેવતા નિહિત છે. માટે સાક્ષાત્ ઇષ્ટદેવસ્વરૂપ યંત્રોની વિધિ અનુસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy