SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૧૩ પરમાણુઓથી તે શરીરો બનેલાં હોય છે. દેવ અને દેવીઓને વૈક્રિય શરીર હોય છે. ઔદારિકથી ભિન્ન વિરાટ વિશ્વમાં વૈક્રિય પ્રકારના પુગલ પરમાણુઓથી તે શરીરો તૈયાર થાય છે. બાકીનાં ત્રણેય શરીરો પણ તે તે શરીર બનવાને યોગ્ય એવા વિશ્વમાં વર્તતા પુદ્ગલોથી બને છે. વૈક્રિય શરીર શું છે તે અને તેનો પ્રભાવ : ઔદારિક શરીરો ન્યૂનાવિકપણે સાત ધાતુઓ- પદાર્થો એટલે કે રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને વીર્યથી બનેલાં હોય છે. જ્યારે દેવોના શરીરમાં સાત ધાતુમાંથી એકેય ધાતુ હોતી નથી. લોહી, માંસ, હાડકાં વગેરે કોઈ પદાર્થો હોતા નથી. છતાં વૈક્રિય વર્ગણાનાં પુદગલો શરીરના તે તે સ્થાનમાં યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે. તે જોવામાં આકૃતિથી માનવ જેવા હોવા છતાં મનુષ્યના શરીરથી અસાધારણ મજબૂત, તેજસ્વી, પ્રકાશમાન અને અતિ સુંદર હોય છે. વૈક્રિય શરીરની વાત વાચકોને નવાઈ લાગે તેવી છે પણ તે હકીકત છે. આ દેવનું દર્શન અશકય કે દુર્લભ હોવાથી આપણને એનું રૂપ કે એમની કાયાનું દર્શન થઈ શકતું નથી. છતાંય એ માટે એક માર્ગ ઉઘાડો છે. મંત્રસાધનાની સિદ્ધિથી મનુષ્ય આકર્ષણ કરી શકે તો તેને દેવદર્શન સુલભ બને છે, અથવા માનવજાતને વગર સાધનાએ, વગર પ્રયત્ન, રોજે રોજ દેવોના ભવ્ય અને અનોખા શરીરના દર્શન કરવા હોય તો તીર્થકરો આ ધરતી ઉપર વિચરતા હોય ત્યારે જન્મ લેવો જોઈએ, કેમકે તીર્થકરોની પરિચર્યામાં હંમેશા સેંકડો દેવ-દેવીઓ રહે છે, જેથી લોકોને પ્રત્યક્ષ જોવા મળે છે. બાકીનાં ત્રણ શરીરની હકીકત આ લેખમાં આપવી જરૂરી નથી. આવા વૈક્રિય શરીરધારી દેવોને દેવલોકમાં જન્મ થતાંની સાથે જ ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ભાવોને મર્યાદિતપણે જણાવવાવાળું "અવધિજ્ઞાન"થી ઓળખાતું જ્ઞાન પેદા થાય છે; અને તે જ્ઞાનથી ભગવાન પ્રત્યેની ભકતોની સમર્પણભાવની ભકિત જોઈને તેઓના ઈષ્ટકાર્યની સિદ્ધિ, સફળતા અને મનોકામનાની પૂર્તિ વગેરે કાર્યોમાં યથાશકિત સહાયક બને છે. એ જ રીતે ખુદ એ દેવ-દેવીનું નામ, સ્મરણ, પૂજા, ઉપાસના કરવામાં આવે તો પણ તેઓ પ્રસન્ન થઈને મનોકામનાઓ પૂર્ણ કરવામાં સહાયક બને છે. સાધના જ્યારે ટોચે પહોંચે છે ત્યારે ઈષ્ટકાર્યમાં ધારેલી સફળતા અને સિદ્ધિ મેળવી શકે છે. દેવ અને દેવીઓ અકલ્પનીય, અદભુત અને આશ્ચર્યજનક ચમત્કારો સર્જી શકે છે. તેઓ માનવજાત કરતાં હજારગણા સુખી, બુદ્ધિવંત, પ્રકાશમય શરીરવાળા, રૂપરૂપના અંબાર સમા, સદા નિરોગી, ઘણાં ઘણાં દિવસોને અંતે ફકત એક જ વાર શ્વાસ લેવાવાળા હોય છે. સુગંધી સ્વાસવાળા આ દેવ-દેવીઓ લાખો-કરોડો વર્ષના આયુષ્યવાળા અને હંમેશા માત્ર એક યુવાવસ્થાવાળા જ અને ઘણાં ઘણાં દિવસો કે વર્ષો બાદ એક જ વાર મનથી આહાર ગ્રહણ કરનારા છે. ભગવતી પદ્માવતી દેવી, તેનો પરિચય વગેરે : ઉપર દેવ-દેવીઓનું જે વર્ણન કર્યું તેને અનુરૂપ જ પાતાલમાં વસતા આપણાં આ પદ્માવતી દેવી છે. આ દેવ-દેવીઓ માત્ર ભૌતિક સુખમાં જ સહાયક નથી બનતાં પરંતુ ધર્મપ્રાપ્તિ, મુકિતની પ્રાપ્તિ અને કર્મક્ષયમાં પણ કારણ બને છે. એ વાતનો ઉલ્લેખ માતાજીના સ્તોત્રમાં કર્યો છે. આ ઉપરાંત શાસ્ત્ર અને કલાની દષ્ટિએ પણ નાની-મોટી ઘણી બધી વિશેષતાઓ છે. જેમ કે વાહન માત્ર સર્પનું જ નહીં પણ કુકુટ સર્પ એટલે કૂકડાના મોઢાવાળો એવો સર્પ જે ઉડી શકતો હતો. પ્રાચીન કાળમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં આવા સર્પો થતા હતા. આજે આ જાત નાશ પામી છે. મુખ્યત્વે કૂકડાના મુખવાળા સર્પનું વાહન હોવા છતાં આવા સર્પવાળી મૂર્તિ મને કયાંય જોવા ન મળી, એટલે થયું કે મારે આ અસલી વાહનને પણ પ્રસિદ્ધિ આપવી, એટલે આ મોટું બનાવ્યું અને સર્પ કલાત્મક ગૂંચળાવાળો સુંદર બનાવરાવ્યો. યોગમાર્ગના તાર્કિકો સર્પવાહનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy