SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ત્રિકાલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવરચિત પ્રવચનગૃહ- સમવસરણમાં દેશના આપી. તે પછી તરત જ પોતાના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી. તે પછી એ પ્રસંગે શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનના તથા તેઓશ્રીના સંઘના યોગક્ષેમ માટે એટલે કે પ્રજાના બાહ્યઆત્યંતર, ધાર્મિક, આધ્યાત્મિક ઉપરાંત ભૌતિક ઉત્કર્ષમાં સહાયક બને એ માટે સમગ્ર સભા વચ્ચે જાહેર રીતે કોઈપણ એક દેવ અને એક દેવીની નિયુકિત થાય છે. આ વ્યવસ્થા પુરાતનકાળથી* ચાલી આવે છે. તેને અનુસરીને પોતાના (શ્રી પાર્શ્વનાથજીના) શાસનના અધિષ્ઠાયક-સંરક્ષક યક્ષ તરીકે (પુરુષ) પાર્શ્વ અને યક્ષિણી તરીકે પદ્માવતીદેવીની નિયુકિત કરી હતી. લોકોત્તર શાસનમાં પણ દેવ-દેવીની સહાયની અગત્ય અનિવાર્યપણે સ્વીકારવામાં આવી છે. આ રીતે પદ્માવતીજીની સંરક્ષક તરીકેની સ્થાપનાની વાત જણાવી. દેવ-દેવીઓ કયાં વસે છે તે જોઈએ ? અન્ય કોઈપણ ધર્મના ગ્રંથમાં દેવલોકની સૃષ્ટિ અને તેમાં વસતા દેવ-દેવીઓના વસવાટ અંગેનું વર્ણન સામાન્ય કક્ષાનું, અવ્યવસ્થિત, છૂટું છવાયું અને બહુ જ થોડું મળે છે. જ્યારે સર્વજ્ઞકથિત જૈનગ્રંથોમાં તેનું વર્ણન વ્યવસ્થિત, વિશાળ પ્રમાણમાં અને વ્યાપક સ્વરૂપે મળે છે. એ એક સહ માટે આનંદ અને સંતોષની બાબત છે. પ્રથમ વસવાટ અંગે જોઈએ ? દેવ-દેવીઓનો વસવાટ બે જગ્યાએ છે : આકાશમાં અને સ્વર્ગમાં. આપણે જે ધરતી ઉપર રહીએ છીએ તે ધરતીની નીચે હજારો ગાઉ-માઈલો નીચે પાતાલમાં વિરાટ ધરતી ઉપર અસંખ્ય દેવભવનો છે. આમ તો દેવ-દેવીઓ એક પ્રકારના સંસારી જ જીવો છે. પરંતુ મનુષ્યજાતિના શરીરની દષ્ટિએ દિવ્ય-ભવ્ય હોય છે. વળી જેઓ તેમની ઉપાસના કરે છે ત્યારે ઉપાસનાથી આકર્ષાઈને દેવ-દેવીઓ ઉપાસકોને અનેક રીતે સહાય કરે છે. આ દેવ-દેવીઓ પણ બે પ્રકારે હોય છે. એક સમ્યગદષ્ટિ અને બીજા મિથ્યાદષ્ટિ. સામાન્ય રીતે સાધક સમ્યક્દષ્ટિવાળો હોય તો તેને સમ્યક્દષ્ટિ દેવ-દેવીઓ અને સાધક મિથ્યાત્વી હોય તો મિથ્યાદષ્ટિ દેવ-દેવીઓ સહાય કરે છે. આ દેવ-દેવીઓ હજારો-લાખો વરસના આયુષ્યવાળા હોય છે અને સંપત્તિ, બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિની બાબતમાં તેઓ સંસારમાં સર્વશ્રેષ્ઠ હોવાથી "દેવ" તરીકે ઓળખાતી એવી સ્વરૂપ વ્યકિતઓની ભકિત-ઉપાસના જેમ આત્મકલ્યાણને, ઈષ્ટકાર્યને અને મનોરથોને પૂર્ણ કરે છે. તે રીતે આ સંસારી દેવોની ઉપાસના પણ વિશિષ્ટ શકિતના કારણે જીવોની પોતપોતાની જેવી સાધના, જેવી પુન્યાઈ તેને અનુલક્ષીને યથાશકિત બાહ્ય-આત્યંતર બન્ને પ્રકારે ઈષ્ટસિદ્ધિ કરી આપવામાં સહાયક બને છે. આ દેવ-દેવીઓના શરીર માટે એક વિશિષ્ટ બાબત એ છે કે તેઓના શરીરો આપણા જેવા નથી હોતાં પણ આપણાથી તદ્દન ભિન્ન પ્રકારે હોય છે. અલબત્ત દેખાવમાં આપણાં જેવા છતાં ભિન્ન-વૈક્રિય પ્રકારના પુદ્ગલ પરમાણુઓનાં બનેલાં હોય છે. સંસારી જીવો પાંચ પ્રકારના શરીરો ધરાવે છે : અંતિમ કક્ષાનું જ્ઞાન ધરાવનાર ત્રિકાળજ્ઞાની ભગવાન શ્રી મહાવીરે જ્ઞાનચક્ષુથી દ્રશ્ય-અદ્રશ્ય એવા આ વિરાટ વિશ્વને જોતાં ચૈતન્ય-અચૈતન્ય સ્વરૂપ જે સૃષ્ટિ જોઈ, એ સમગ્ર સૃષ્ટિમાં જીવો પાંચ પ્રકારના શરીરોમાં વહેંચાયેલા જોયા. એ પાંચ શરીરના નામો અનુક્રમે (૧) દારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાર્પણ છે. મનુષ્યો, પશુપંખી, સૂક્ષ્મ જીવજંતુ વગેરે તિર્યંચોને ઔદારિક શરીર હોય છે. વિરાટ વિશ્વમાં અદ્રશ્યરૂપે ખીચોખીચ રહેલાં ઔદારિક નામના * અસંખ્ય વરસોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy